For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ ટર્મ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા શીલા દીક્ષિત, જાણો તેમની પ્રોફાઈલ

ત્રણ ટર્મ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા શીલા દીક્ષિત, જાણો તેમની પ્રોફાઈલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું નિધન થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે શીલા દીક્ષિત લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને તબીયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે દિલ્હીના એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. શીલા દીક્ષિતના મોતથી કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે કેમ કે તેઓ એક એવા નેતા હતા જેમની પાર્ટીમાં મોટી ભૂમિકા હતી. શીલા દીક્ષિત 1998થી સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. એવામાં આવો જાણીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની આખી પ્રોફાઈલ..

કપૂરથલામાં થયો જન્મ

કપૂરથલામાં થયો જન્મ

શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. જે બાદ તેમણે દિલ્હીના જીસસ એન્ડ મેરી કૉન્વેંટ સ્કૂલમાં શિક્ષા મેળવી અને બાદમાં સ્નાતક અને કલા સ્નાતકોત્તરની શિક્ષા મિરાંડા હાઉસ કોલેજથી હાંસલ કરી. યૂપી સાથે શીલા દીક્ષિતનો ગાઢ સંબંધ રહ્યો. ીલાના વિવાહ સ્વાધીનતા સેનાની તથા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય રહી ચૂકેલ ઉમા શંકર દીક્ષિતના પરિવારમાં થયાં હતાં. તેમના વિવાહ ઉન્નાવના આઈએએસ અધિકારી સ્વર્ગીય વિનોદ દીક્ષિત સાથે થયાં હતાં. શીલા દીક્ષિતને એક દીકરો અને એક દીકરી છે. તેમના દીકરા સંદીપ દીક્ષિત સાંસદ રહી ચૂક્યા છે.

15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા

15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા

શીલા દીક્ષિત રાજનીતિમાં આવતા પહેલા કેટલાય સંગઠનો સાથે જોડાયેલા હતા અને તેમના માટે કામ કર્યું. જે બાદ તેઓ ધીરે ધીરે રાજનીતિમાં આવ્યાં દિલ્હીને પોતાનો ગઢ બનાવી લીધો. 1984થી 89 ુધી તેઓ કન્નૌજથી સાંસદ રહ્યાં. જે બાદ 1998થી 2013 સુધી મુખ્યમંત્રી રહ્યાં. તેમણે કામકાજી મહિલાઓ માટે દિલ્હીમાં બે હોસ્પિટલ બનાવ્યા. દિલ્હીના મુખ્યમંત્રી બનવા સુધીની તેમની સફર શાનદાર માનવામાં આવે છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષના પદ પર રહેતા શીલ દીક્ષિતે વર્ષ 1998માં કોંગ્રેસને દિલ્હીમાં જીત અપાવી હતી.

કેરળના રાજ્યપાલ પણ રહ્યા હતા

કેરળના રાજ્યપાલ પણ રહ્યા હતા

શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યપાલની જવાબદારી પણ સંભાળી ચૂક્યાં હતાં. 4 માર્ચ 2014માં તેમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતાં. જો કે તેઓ વધુ દિવસ સુધી ખુરશી પર ન રહી શક્યા હતા અને 26 ઓગસ્ટ 2014ના રોજ તેમણે રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેઓ રાજનીતિમાં પરત ફર્યાં અને વર્ષ 2016માં યૂપીમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ તેમને મુખ્યમંત્રી ચેહરાના રૂપે પ્રમોટ કર્યા પરંતુ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન બાદ તે શક્ય ન થઈ શક્યું. જે બાદ તેઓ ફરી દિલ્હીની રાજનીતિમાં આવ્યાં. અને 2019ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીએ તેમને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. જે આ વખતે લોકસબામાં તેમણે ઉત્તર પૂર્વી દિલ્હી લોકસભા સીટ પરથી ચૂટણી લડી હતી પણ તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતનું નિધન, લાંબા સમયથી બીમાર હતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

English summary
the only women who served as delhi cm for 16 years, here is full profile of sheila dixit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X