આ 5 મહિલાઓએ લડી હતી સુપ્રીમ કોર્ટમાં ત્રણ તલાકની લડાઇ

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટમાં ત્રણ તલાક પર આજે જે ઐતિહાસિક નિર્ણય આવ્યો છે તે પાછળ ભારતની આ પાંચ મુસ્લિમ મહિલાઓની મહેનત, પ્રયાસ અને પરિસ્થિતિ જવાબદાર છે. પાંચ જજની બેંચે ત્રણ તલાકની આ પ્રથાને ગેરકાનૂની કહ્યું છે. સાથે જ આ પર સંસદમાં કાનૂન બનાવવા માટેનું સૂચન પણ કોર્ટ તરફથી કરવામાં આવ્યું છે. હાલ તો 6 મહિના સુધી ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા પાછળ કોણ 5 મહિલાઓ જવાબદાર છે જાણો અહીં...

શાયરા બાનો કેસ

શાયરા બાનો કેસ

ઉત્તરાખંડના અલ્મોડામાં રહેતી શાયરા બાનોએ ત્રણ તલાકના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. શાયરાનું કહેવું છે કે ત્રણ તલાક, નિકાહ હલાલા અને અનેક લગ્ન કરતી પ્રથાઓ ગેરકાનૂની જાહેર કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે શાયરાના લગ્ન દહેજની માંગણીના કારણે તૂટી ગઇ હતી. શાયરાએ મુસ્લિમ પર્સનલ લૉની ધારા 2ની કાનૂની હોવા મામલે પણ કોર્ટમાં પડકારી છે.

આફરીન

આફરીન

રાજસ્થાનના જયપુરમાં રહેતી આફરીનને તેના પતિએ સ્પીડ પોસ્ટમાં તલાકનામું મોકલ્યું હતું. જે બાદ તેણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 25 વર્ષીય આફરીનના લગ્ન 2014માં એક લગ્નની વેબસાઇટ દ્વારા થયા હતા. દહેજના કારણે તેના સાસરી પક્ષે તેને હેરાન કરી હતી અને તે પછી તે ઘરે આવી ગઇ હતી. જે બાદ તેના પતિએ તેને સ્પીડ પોસ્ટની તલાક મોકલ્યા હતા.

આતિયા

આતિયા

ઉત્તર પ્રદેશના સહારનપુરની આતિયાના પતિ કાગળ પર ત્રણ વાર તલાક, તલાક લખી તેનાથી સંબંધ તોડી દીધો હતો. જે પછી તે પોતાની હકની લડાઇ લડવા માટે સુપ્રીમ કોર્ટ ગઇ હતી. એટલું જ નહીં સહારપુરની આતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ત્રણ તલાકની પ્રથા બંધ કરવાની માંગણી કરી હતી.

ઇશરત જહાં

ઇશરત જહાં

પશ્ચિમ બંગાળના હાવડામાં ઇશરત જહાંએ પણ ત્રણ તલાકની કુપ્રથા બંધ કરવાની લડાઇમાં સાથ આપ્યો છે. તેના પતિએ દુબઇથી ફોન કરીને તેને તલાક આપ્યા છે. ઇશરતનું કહેવું છે કે તેના લગ્ન 2001માં થયા હતા અને તેને બાળક પણ છે. તલાક પછી પતિએ તેના બાળકને જબરદસ્તી તેની પાસે રાખ્યો છે. (ફાઇલ ફોટો)

ગુલશન પરવીન

ગુલશન પરવીન

યુપીના રામપુરની ગુલશન પરવીને તેના પતિએ 10 રૂપિયાના સ્ટેપ પેપર પર ત્રણ તલાક લખીને મોકલ્યા હતા. 2013માં તેમના લગ્ન થયા હતા અને તેમને બે વર્ષનો પુત્ર પણ છે. આમ જોવા જઇએ તો આ તમામ મહિલાઓને ત્રણ તલાકના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

English summary
This 5 Womens, are those who fighting against of muslim triple talaq in supreme court.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.