For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

|
Google Oneindia Gujarati News

અમે તમને એવા-એવા રેસ્ટોરાંની સેર કરાવી છે, જેમાં ક્યાંક કમોડમાં ભોજન કરવામાં આવે છે તો ક્યાંક ન્યૂડ મહિલાઓ ઉપર સ્નેક્સ પીરસવામાં આવે છે. એક રેસ્ટોરાં એવું પણ છે, જ્યાં નેકેડ યુવતીઓ ભોજન પીરસે છે. આજે અમે તેમને એવા રેસ્ટોરાંમાં લઇ જઇ રહ્યાં છીએ, જ્યાં ભોજનની સાથે ગાળો પણ ભાંડવામાં આવે છે. જી હાં, રેસ્ટોરાંનો નિયમ છે, ખાવાનું ખાવું હોય તો ખાઓ નહીંતર ભાગી જાઓ. આ રેસ્ટોરાં શિકાગો પાસે સ્થિત લિંકન પાર્કમાં સ્થિત છે, નામ છે વીનર્સ સર્કલ. આવું જ અન્ય એક રેસ્ટોરાં છે ડિક્સાલાસ્ટ રિસોર્ટ.

વીનર્સ સર્કલ

વીનર્સના હોટ ડોગ એટલા ફેમસ છેકે અમેરિકાના કોઇપણ શહેરથી લોકો અહીં આવે છે, તો તેનો ટેસ્ટ જરૂર કરે છે. આ રેસ્ટોરાં તેની ચાર બાબતો માટે જાણીતું છે. તેના સિગ્નેચર મેક્સવેલ સ્ટ્રીટ ચાર ડોગ્સ, હૈમબર્ગર, ચીજ ફ્રાય અને કસ્ટમરની સાથે ગાળા-ગાળી. ખાસ કરીને વીકેન્ડમાં તો ગાળો મળે જ છે. ખાત વાત એ છે કે આ રસ્ટોરાંમાં ઘણી વાર એવું પણ થાય છે કે ગ્રાહક કોફી શેક માંગવાના બદલે મહિલા વેટરને કહે છે કે, શેક યોર બૂબ્સ.

ડિક્સલાસ્ટ રિસોર્ટ

આ રેસ્ટોરાંનું વાતાવરણ પણ એવું જ છે. અહીં ગ્રાહક જેવો પ્રવેશ કરે છે, તેના પર કોમેન્ટ પાસ કરવામાં આવે છે અને ઝઘડો કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. આ રેસ્ટોરાંની શાખાઓ આખા અમેરિકામાં ફેલાયેલી છે. બાલ્ટીમોર, સેન એન્ટોનિયો, સેન ડિયાગો, શિકાગો, બોસ્ટન, વેગાસ, પનામા સિટી બીચ, નૈશવિલે, ગૈટલિન બર્ગ, વગેરે શહેરોમાં તેની શાખાઓ છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

વીનર્સ સર્કલનો ઇતિહાસ

1990ની શરૂઆતમાં એક બિઝનેસમેન લેરી ગોલ્ડે આ રેસ્ટોરાં ખોલ્યું. અહીં ગ્રાહકોનો દુકાળ હોય તેવી સ્થિતિ હતી. એક દિવસ તેના માલિકને એક ગ્રાહકે ગુસ્સામાં આવીને ગાળો આપવાનું શરૂ કર્યું અને દારૂડિયો કહીંને સંબોધિત કર્યો. ઝઘડો એટલો વધી ગયો કે આખી રાત રેસ્ટોરાંમાં જમાવડો રહ્યો. જોત જોતામાં રેસ્ટોરાંમાં ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. ત્યારંથી આ રેસ્ટોરાંમાં ગાળા-ગાળીનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો અને આ તેની એક અનોખી વિશેષતા બની ગઇ. લોકો અહીં આવે છે અને લડતા-ઝઘડતા ભોજન કરવાનો લુત્ફ ઉઠાવે છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

નો ફિજિકલ વાયોલેન્સ

આ રેસ્ટોરાં સાંજે પાંચ વાગે ખુલે છે અને મોડી રાત સુધી અહીં ખાવાનું પીવાનું ચાલે છે. અહીં પર કોઇપણ પ્રકારના ફિજિકલ વાયોલેન્સ થતા નથી, તેના માટે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં મિડલ ક્લાસથી લઇને હાઇ ક્લાસ સુધીના લોકો આવે છે અને અહીંના ફેમસ બર્ગર અને હોટ ડોગની મજા માણે છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

ફેમશ ડિશ

ટ્રાવેલ ગાઇડ્સમાં પણ શિકાગોના આ હોટેલનું નામ ચર્ચામાં રહ્યું છે. કારણ કે અહીં શિકાગોના પ્રસિદ્ધ બર્ગર અને હોટડોગ મળે છે. ઘણા ગાઇડ અહીં જવાની સલાહ આપે છે, કારણ કે ઝઘડા વચ્ચે ખાવાનું ખાવાની અલગ જ મજા હોય છે. એક પત્રકાર કૈથરીન પ્રાઇસે પોતાના પુસ્તક 101 પ્લેસેસ નોટ ટૂ સી બિફોર યુ ડાઇમાં વીનર્સ સર્કલને સામેલ કર્યો છે અને અહીં માનવતા હર રોજ શર્મસાર થાય છે. અહીં હોટડોગ, બર્ગર ઉપરાંત ગ્રિલ્ડ ફૂડ મળે છે. ગ્રિલ્ડ મટન, ગ્રિલ્ડ બીફ, પોપી સીડ બન, મસર્ડ અનિયન ડિશ વગેરે અહીંની ફેમશ ડીશ છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

ડિક્સલાસ્ટ રિસોર્ટ

આ રેસ્ટોરાંમાં વેઇટર ઉપરાંત સર્વર પણ નિયુક્ત કરવામાં આવે છે. સર્વરનું કામ હોય છે લોકોનું મનોરંજન કરવું, પછી ભલેને લોકોની મજાક પણ કે ના ઉડાવવી પડે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

હોટલના સ્ટાફ સાથે ઝઘડા

જ્યારે ગ્રાહકોનો હોટલના સ્ટાફ સાથે ઝઘડો થાય છે, તો ગાળા-ગાળી એ હદે પહોંચી જાય છે કે વચ્ચે વચ્ચે જાતિવાદી કોમેન્ટ પણ કરી દેવામાં આવે છે. રાત્રે દારૂ પીનારા ગ્રાહકો વધારે આવે છે. તેથી રાત્રે વેઇટર્સને મળનારી ટિપ્સ વધારે હોય છે. ઘણી વાર 500 ડોલર સુધી લોકો ટિપ્સ આપે છે. અહીંના ઘણા કર્મચારીઓ ગત 10 વર્ષથી અથવા વધુ સમયથી કામ કરી રહ્યાં છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

કેવી-કેવી હકરતો થાય છે

આ રેસ્ટોરાંમાં ગ્રાહકો સાથે એવા મજાક આવે છે, જે કદાચ જ કોઇ સહન કરી શકે. ગ્રાહકોના વાળ ખેંચવા, તેમના કપડાં ગંદા કરી દેવા. જમતી વખતે પેપર ફેંકવા. પકડીને બાંધી દેવા. ટોપીથી તેનું મોઢુ ઢાંકી દેવું વગેરે અહીંની પ્રમુખ મજાક છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

આવું મનોરંજન બીજે ક્યાં

ડિક્સલાસ્ટ રિસોર્ટ તેના આ મનોરંજક અંદાજ માટે એટલું ફેમસ છે કે લોકો અહીં આવવાનું ઘણું જ પસંદ કરે છે. સપ્તાહભર અહીં ભીડ જોવા મળે છે. વીકેન્ડમાં તો વધારે. રેસ્ટોરાંની લોકપ્રિયતાનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે તેના ફેસબુક ફેન પેજ પર 35 હજારથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા છે.

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

અહીં ભોજન સાથે મળે છે ગાળો!

ગ્રાહક સાથે ઉત્પાત મચાવવો

આ રેસ્ટોરાંનો અનોખો અંદાજ છે કે સર્વર અહીં આવનારા ગ્રાહકો સાથે ક્યારેક ઉત્પાત મચાવી દે છે. તેમના વાળ કાપવા, શરીર પર અસ્થાયી ટૈટૂ બનાવી દેવા તેમા સામેલ છે. કુલ મળીને અહીં એટલું મનોરંજન થાય છે, જે કદાચ તમને કોઇ કોમેડી ફિલ્મમાં પણ નહીં મળે.

English summary
Most unusual restaurants The Wieners Circle and Dickslast Resort are famous for mutual verbal abuse between the employees and the customers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X