For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big Bout Indian Boxing League: અદાણીની ગુજરાત ઝાયન્ટ્સે સેમી ફાઈનલમાં બોમ્બે બુલેટ્સને માત આપી

Big Bout Indian Boxing League: અદાણીની ગુજરાત ઝાયન્ટ્સે સેમી ફાઈનલમાં બોમ્બે બુલેટ્સને માત આપી

|
Google Oneindia Gujarati News

ગુજરાત જાયન્ટ્સ ટીમની કબડ્ડીમાં સફળતા બાદ અદાણી ગ્રુપે બોક્સિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. Gujarat Giantsમાં એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલિસ્ટ અમિત પંઘાલે પોતાની પ્રથમ 3 મેચમાં જીતની હેટ્રિક લગાવીને પોતાની ટીમને સ્પર્ધાની સેમિ ફાયનલ માટે ક્વૉલિફાય કરી હતી. ગુરુવારે Big Bout Indian Boxing Leagueની પહેલી સેમી ફાઈનલમાં ગુજરાત ઝાયન્ટ્સે બોમ્બે બુલેટ્સને 4-1થી માત આપી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

gujarat giants

ગુજરાત ઝાયન્ટ્સની જીત પાછળ ચિરાગ અને સ્કોટ ફોરેસ્ટે પણ મોટો ભાગ ભજવ્યો. અન્ય ટીમો સીમેની પાંચ જીત સાથે અદાણી ગજરાત ઝાયન્ટ્સ ટીમ બિગ બાઉટ ઈન્ડિયન બોક્સિંગ લિગમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે. ટીમમાં સરીતા દેવી, દુર્યોધન નેગી, આશિષ કુમાર, પૂનમ, રાજેશ નરવાલ જેવા બોક્સિંગ સુપર સ્ટારનો સમાવેશ થયો છે. વર્લ્ડ સિલ્વર મેડલિસ્ટ અને એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંચલ સાથે ચિરાગ અને સ્કોટ ફોરેસ્ટ જેવા ખેલાડીઓની આગેવાનીમાં ટીમે સેમી ફાઈનલમાં 4-1થી જીત હાંસલ કરી છે. જીત માટે ચિરાગે બાઉન્સિંગ બેકમાં જબરદસ્ત માનસિક મજબૂતાઈ દેખાડી અને જજને ઈમ્પ્રેસ કરી 4-1 પોઈન્ટ મેળવ્યા હતા અને શરૂઆતમાં ફોરેસ્ટે પણ એક્સ્ટ્રા પોઈન્ટ હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.

4-1થી જીત મતલબ કે ગુજરાત ઝાયન્ટ્સના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સરિતા દેવીએ (મહિલા 60 કિલો) રિંગમાં ઉતરવાની જરૂરત નહિ પડે અને એશિયન ચેમ્પિયનશીપ બ્રોન્જ મેડલિસ્ટ આશિષ કુમારે રોહિત કુમાર સાથે પોઈન્ટ સેટલ કરવા માટે વધુ એક દિવસ રાહ જોવી પડશે. શુક્રવારે અન્ય એક સેમીફાઈનમાં NE Rhinos અને Punjab Panthers વચ્ચે ટક્કર થશે. મંગળવારે છેલ્લી લીગ મેચ Rhinosએ 4-3થી જીતી હતી. શનિવારે ફાઈનલ મેચ રમાશે.

ડિસેમ્બર 21ના રોજ પૂર્ણ થનારી સ્પર્ધામાં સામેલ થયેલી 6 ટીમમાં 'ગુજરાત જાયન્ટ્સ'ને વિજેતા બનવા માટે ફેવરિટ ગણાય છે. કબડ્ડીને સફળતાપૂર્વક લોકપ્રિય બનાવ્યા પછી અદાણી ગ્રુપની આ બીજી સ્પોર્ટસ ફ્રેન્ચાઈ છે. બોકસિંગ અને રેસલિંગ જેવી રમતોમાં પ્રવેશ પછી અદાણી ગ્રુપ ભારતમાં ઓછી જાણીતી રમતોને વ્યાપકપણે લોકપ્રિય બનાવવા પ્રયત્નશીલ છે. અદાણી જૂથના મેનેજીંગ ડિરેકટર-ઓઈલ, એગ્રો એન્ડ ગેસ પ્રણવ અદાણી જણાવે છે કે "બોક્સિંગ અને રેસલિંગ જેવી રમતોમાં ભારત વિશ્વ સ્તરની સ્પર્ધાઓમાં ઝળકી રહ્યું છે. બીગ બાઉટ લીગમાં સામેલ થવાના અમારા વિઝન વડે અમે પાયાના સ્તરે આ રમતોને મજબૂત બનાવવા માગીએ છીએ. હું દ્રઢ પણે માનુ છું કે આ રમતો ટીવી ઉપર વધુ પ્રમાણમાં જોવાને કારણે લોકમાનસમાં લોકપ્રિય બની છે અને રાષ્ટ્રની નવી પેઢીના રમતવીરોને પ્રેરણા પ્રાપ્ત આપી રહી છે."

IPL Auction 2020: હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે RCBIPL Auction 2020: હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે RCB

English summary
Gujarat Giants beats Bombay Bullets to reach maiden finals of the inaugural Big Bout Indian Boxing League 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X