For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની ક્રિકેટર્સને પગલે મહિલા વિશ્વકપની મેજબાની કરવાનો GCAનો ઇન્કાર

By Super
|
Google Oneindia Gujarati News

cricket
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)એ આવનારા મહિલા ક્રિકેટ વિશ્વકપની મેજબાની કરવાનો ઇન્કાર કરી દીધો છે. મહિલા વિશ્વકપમાં પાકિસ્તાની રમવા માટે આવી રહ્યાં હોવાના કારણે અને મુંબઇ થઇ રહેલા વિરોધના પગલે બીસીસીઆઇએ ગુજરાતના દ્વારા ખખડાવ્યા હતાં, પરંતુ ત્યાં પણ તેમને ઇન્કારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાની ક્રિકેટર્સને લઇને થઇ રહેલા વિવાદ બાદ બીસીસીઆઇએ આઇસીસીની મદદ માંગી છે.

જીસીએના સેક્રેટરી રાજેશ પટેલે કહ્યું છે કે, બીસીસીઆઇએ અમારો સંપર્ક કર્યો હતોઅને આઇસીસી મહિલા વિશ્વકપ 2013ને હોસ્ટ કરવા માટે અમદાવાદ તૈયાર છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ બોર્ડર પર જે તણાવભર્યો માહોલ ઉભો થયો છે તેને લઇને અમે આ વિશ્વકપને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. હવે મેચ તેના નક્કી કરેલા સ્થળ અને સમય સાથે જ આગળ વધશે કે તેમાં કોઇ ફેરબદલ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય આઇસીસી અને બીસીસીઆઇ દ્વારા કરવામાં આવશે.

વિશ્વકપની મેચ અમદાવાદમાં યોજવા અંગેના પ્રસ્તાવ સબબ બીસીસીઆઇએ જીસીએનો મૌખિક સંપર્ક કર્યો હતો. એલઓસીમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા બાદ ઉદ્દભવેલા તણાવ પછી પાકિસ્તાન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિવસેના દ્વારા મુંબઇમાં હોકી ઇન્ડિયા લીગમાં પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા લેવામાં આવેલા ભાગનો પણ વિરોધ કર્યો હતો, જેને લઇને વિવિધ ફ્રેન્ચાયઝીએ પાકિસ્તાની ખેલાડીઓને પરત મોકલવા પડ્યાં હતા.

જાન્યુઆરી 31થી ફેબ્રુઆરી 17 દરમિયાન આઠ મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપમાં ભાગ લેવા માટે મુંબઇ આવી રહી છે, પરંતુ શક્યતાઓ છે કે કદાચ તે દરમિયાન વિરોધ પણ કરવામાં આવે. વિશ્વકપ માટેની મેચો માટે વાનખેડે સ્ટેડિયમ, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાનું બ્રાબોર્ન સ્ટેડિયમ, મુંબઇ ક્રિકેટ એસોસિએશનનું બાંદ્રા કુર્લા કોમ્પેલ્ક્ષ ગ્રાઉન્ડ અને એમઆઇજી ક્લબ વેન્યુ તરીકે છે.

English summary
GCA has refused to host the upcoming Womens Cricket World Cup after it was approached by the BCCI, who are skeptical about hosting the event in Mumbai due to Pakistani players' presence in the quadrennial extravaganza.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X