પદયાત્રીઓને નડ્યો અકસ્માત, ત્રણના મોત

Subscribe to Oneindia News

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ પાટીયા નજીક પદયાત્રી સંઘને એક ટ્રકે અડફેટે લેતા ત્રણ પદયાત્રીકોના મોત નિપજ્યા હતા. તથા ચાર પદયાત્રીઓને ઇજા થઇ હતી. આ તમામ લોકો ચાલીને પગપાળા શામળાજી અને અન્ય તીર્થસ્થાન જઇ રહ્યા હતા. ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. શામળાજીથી પદયાત્રી સંઘ ગાયત્રી જ્યોત લઇને પ્રાંતિજના પોગલુ જઇ રહ્યો હતો. એ દરમિયાન જ વહેલી સવારે કાટવાડ નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક પદયાત્રીકોના સંઘમાં ઘુસી ગયો હતો.

accident

સંઘમાં રહેલા ટ્રેકટર અને સંઘના રથને અડફેટે લેતા સંઘમાં પદયાત્રા કરી રહેલા ૭ લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જેમાંથી એક મહિલા સહીત બે ના સ્થળ પર મોત નિપજ્યા હતા. અન્ય ચાર ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીક હોસ્પિટલ ખસેડાયા હતા.

English summary
Babarkantha : three people including woman killed in road accident.Read here more.
Please Wait while comments are loading...