For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવસારી: મૃતદેહને હાથલારીમાં લઈ જવાયો, માનવતા ક્યાં?

નવસારીમાં એક વ્યક્તિનું ટ્રેન અકસ્માતમાં મોત થયું હતુ. મતૃદેહ માટે શબ વાહિની ન મળતા શવને લારીમાં મૂકીને લઈ જવી પડી હતી. આ દ્રશ્ય જોઈને લાગ્તું હતું કે, જાણે ગુજરાતમાં પણ માનવતા નેવે મૂકાઈ ગઈ છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

મૃત્યુ પામનાર વ્યક્તિને અવલ મંઝિલે પહોચાડવું તે હિન્દુ ધર્મનો એક છેલ્લો સંસ્કાર છે, પરંતુ જો મૃતકને મરણ બાદ પણ યોગ્ય સન્માન ન આપી શકીએ તો માનવતા નેવે મૂકાઇ ગણાય છે. આવી જ ઘટના ગુજરાતના નવસારીમાં જોવા મળી હતી. નવસારીમાં એક વ્યક્તિનું ટ્રેન અકસ્માતમાં મોત થયું હતુ અને તે વ્યક્તિના શવને નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ શવ બિનવારસુ હતુ. મતૃદેહ માટે શબ વાહિની ન મળતા શવને લારીમાં મૂકીને લઈ જવી પડી હતી. આ દ્રશ્ય જોઈને લાગ્તું હતું કે, જાણે ગુજરાતમાં પણ માનવતા નેવે મૂકાઈ ગઈ છે.

navsari

ઉલ્લેખનીય છે કે, બિનવારસી લાશ માટે તંત્ર દ્વારા શબવાહિનીની વ્યવસ્થા કરી અપાવામાં આવે છે. જોકે, હોસ્પિટલના સત્તાવાળાઓ કે રેલ્વે પોલીસ દ્વારા શબવાહિનીની વ્યવસ્થા કરી આપવામાં આવી ન હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ રેલ્વે પોલીસે શબ વાહિનીની માંગ કરી ન હતી. જેના પગલે કર્મચારીને મૃતદેહને લારીમાં લઇ જવાની ફરજ પડી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા અને તે અંગે આરોગ્ય મંત્રી કિશોર કાનાણી તેમજ સી.એમ. રૂપાણીએ ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે માટે તાકીદ કરી હતી.

English summary
Navsari : death body tekan in the lorry. Read more detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X