For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટીદાર નેતા હાર્દિક પટેલ પર બદનક્ષીનો દાવો

ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. ત્યારે, હવે પાટીદાર આંદોલનકર્તાઓમાં આંતરીક વિખવાદ બહાર આવવા લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. ત્યારે, હવે પાટીદાર આંદોલનકર્તાઓમાં આંતરીક વિખવાદ બહાર આવવા લાગ્યો છે. પાટીદાર આંદોલન કરનારા PAASના સાથીઓ હવે દુર થવા લાગ્યા છે. જેમાં પાટીદાર અનામતનો મુદ્દો તો PAAS માટે સાઇડ લાઇન થઇ ગયો હોય તેવી સ્થિતિ છે. ત્યારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે PAASના કન્વીનરો કરોડો રૂપિયામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા વેચાઈ ગયા હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થઇ રહ્યા છે. પાટીદાર આંદોલનના કન્વીનરોને પાટીદાર આગેવાનો દ્વારા લોભામણી સમજાવટ કરતાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

દિનેશ બાંભણિયાએ કરી અરજી

દિનેશ બાંભણિયાએ કરી અરજી

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને પગલે PAASના યુવા નેતા હાર્દિક પટેલે કરોડો રૂપીયામાં પાટીદાર કન્વીનરોની ખરીદી કર્યાના આરોપ લગાવ્યા હતા. જેમાં હાર્દિક પટેલના પૂર્વ સાથીદાર દિનેશ બાંભણીયા ઉપર નાણાકીય ઓફરના મુકાયેલા આરોપ બાદ દિનેશ બાંભણીયાએ પણ હાર્દિક પટેલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરતી અરજી છે.

હાર્દિકે નાણાં લીધાના કર્યા હતા આક્ષેપ

હાર્દિકે નાણાં લીધાના કર્યા હતા આક્ષેપ

એક તરફ લોકસભાની આગામી ચૂંટણી માટેના પડઘમ વાગે તે પહેલા જ પાટીદાર અનામત આંદોલન વખતે PAASના જે નેતાઓ સાથીઓ હતા. તે હવે ફરી એકવાર ખુલ્લેઆમ આક્ષેપો સાથે સામ સામે આવી ગયા છે. જેમાં PAASના આ આગેવાનો અને કન્વીનરોને નાણાંકીય ઓફર મળી હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થવાની સાથે ખુદ હાર્દિક પટેલે કેટલાક વોટ્સએપ ગ્રૂપ પર આ મેસેજ વાઈરલ કર્યા હતા. તેના જવાબમાં હાર્દિક પટેલ ઉપર પણ કેટલાકે આરોપો મુક્યા છે. હાર્દિક પટેલે પાટીદાર આંદોલનના કન્વીનરો પર ભાજપ દ્વારા નાણાં લીધાના સીધા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેના કારણે, હાર્દિક પટેલના પૂર્વ સાથીદર દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરતા ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરતી અરજી છે. તેના કારણે, હવે હાર્દિક પટેલને વધુ એક કાનુની કાર્યવાહીનો સામનો કરવાની નોબત આવી શકે છે.

પાસના પૂર્વ કન્વીનરો વેચાયાનો આક્ષેપ

પાસના પૂર્વ કન્વીનરો વેચાયાનો આક્ષેપ

પાટીદાર અનામત માટે આંદોલન કરનાર પાસના પૂર્વ કન્વીનરો અને આગેવાનોનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં પાસના યુવા નેતા હાર્દિક પટેલે કરોડોની ખરીદી સાથે પાસના પૂર્વ કન્વીનર વેચાયા હોવાનો આરોપ લગાવ્યો છે. તેના વિરુદ્ધમાં આજે દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની અરજી કરી છે. આ પ્રસંગે દિનેશ બાંભણીયા ધ્વારા હાર્દિક પટેલે તેને બદનામ કરવાનું ષડયંત્ર રચીને આક્ષેપ કર્યો હોવાનું જણાવાયુ છે.

હાર્દિકના આરોપ પાયાવિહોણાઃ બાંભણિયા

હાર્દિકના આરોપ પાયાવિહોણાઃ બાંભણિયા

આ ફરિયાદ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, હાર્દિકના આક્ષેપો પાયાવિહોણા હોવાથી હાર્દિક સામે બદનક્ષીની ફરિયાદ કરી છે. અમે પાટીદાર અનામતના આંદોલનમાં સાથે હતા. પરંતુ રાજકીય એજન્ડા સાથેના સંબંધમાં અમે સાથે નથી. સમાજને ન્યાય અપાવવા માટે સાચી લડાઈ લડવાનું જણાવતા દિનેશ બાંભણિયાએ ઉમેર્યું હતું કે, જો હાર્દિકના આરોપ સાચા હશે તો જાહેર જીવન છોડી દઈશ. તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલ આંદોલનના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

રાજકીય પક્ષોથી દુર રહેવાની બાંભણિયાની સલાહ

રાજકીય પક્ષોથી દુર રહેવાની બાંભણિયાની સલાહ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ થયેલા પાટીદાર આંદોલન બાદ ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા અનામતની આંધી ફૂંકાવાના એંધાણ મળી રહ્યા છે. જેમાં અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલે ફરી સક્રિય થઇ એક અઠવાડિયા પહેલા પાટીદાર મહાપંચાયત યોજી હતી. જેમાં ભાજપ અને કૉંગ્રેસનાં તમામ આગેવાનોને આમંત્રણ આપી વિવાદ ઉભો કર્યો હતો. તો બીજીતરફ ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિ અપાતા દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલને પત્ર લખ્યો હતો. જેમાં દીનેશ બાંભણીયાએ પાટીદાર મહાપંચાયતમાં હાર્દિકે ફક્ત પબ્લિસિટી માટે રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યા હોવાનું જણાવી હાર્દિકને સમાજ માટે કામ કરવું હોય તો રાજકીય પક્ષોથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી.

પાટીદાર આંદોલન હવે આંતરિક લડાઇમાં ફેરવાયું

પાટીદાર આંદોલન હવે આંતરિક લડાઇમાં ફેરવાયું

રાજ્યમાં પાટીદાર સમાજને અનામતના નામે ઉભું થયેલું આ આંદોલન હવે રાજકીય તાકત સામે ક્યાંક તુટી જતાં હવે આંતરીક લડાઇનો સામનો કરી રહ્યું છે. પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા યુવાનો એક યા બીજી રીતે રાજકીય પક્ષોમાં ભળી ગયા છે. સરકાર સામે બુલંદ અવાજ કરનારું આ આંદોલન હવે આંતરીક લડાઇમાં ફેરવાઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

English summary
patidar leader Dinesh bambhaniya filled defamation case against hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X