હાર્દિકે લગાવ્યો હત્યાનો આરોપ, બીજી બાજુ પિતાની મુશ્કેલીઓ વધી

Posted By:
Subscribe to Oneindia News

પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને પાસ કન્વીનર પંકજભાઇ પટેલના અકસ્માતને હત્યા ગણાવી છે. હાર્દિકના ટ્વિટ મુજબ તેનું કહેવું છે કે ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયું છે કે પંકજ પટેલની હત્યા કરવામાં આવી છે. નોંધનીય છે કે હળવદ તાલુકાના પાસ કન્વીનર પંકજ પટેલનું હળવદ પાસેના ગામમાં કારનું વૃક્ષ સાથે અથડાવાના કારણે અકસ્માત થતા મૃત્યુ નીપજ્યું હતું. પણ હાર્દિકે આ વાતને અકસ્માત ન ગણાવી તેને હત્યાનો પ્રયાસ થયો હોવાનું અને આ પાછળ રાજ્ય સરકારનો દોરી સંચાર હોવાની આશંકા વ્યક્ત કરી છે.

HARDIK PATEL

તો બીજી તરફ ફાયરિંગ કેસમાં હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલની નામ બહાર આવતા તેમની પણ ધરપકડ થવાની સંભાવના વધી છે. બનાવ મુજબ હાર્દિક પટેલની પિતરાઇ બહેનના લગ્નમાં ફાયરિંગ થયું હોવાનો વીડિયો પોલીસને મળતા પોલીસે આર્મ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે જે ગનથી ફાયરિંગ થઇ હતી તે હાર્દિકના પિતા ભરતભાઇ પટેલની છે. અને આ અંગે વધુ પુછપરછ માટે ભરતભાઇની પણ અટક થઇ શકે છે તેવી સંભાવના હાલ બનેલી છે.

English summary
Pass leader Hardik patel and his Father again in news. Know the reason here. Read here more.
Please Wait while comments are loading...