સ્વાઇન ફલૂ: વધુ 17 લોકોના એક જ દિવસમાં મોત થયા

Posted By:
Subscribe to Oneindia News

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે લોકોની મોત થવાનો આંકડો દિવસને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. સરકાર તરફથી મળેલા આંકડા મુજબ ગત 24 જ કલાકમાં 17 દર્દીઓની સ્વાઇન ફલૂના કારણે મોત થઇ છે. સાથે જ 234 નવા કેસ પણ જોવા મળ્યા છે. વધુમાં ગત 24 કલાકમાં વરસાદ પડતા વાતવરણ પણ વધુ ભેજ વાળું થઇ ગયું છે જેણે આ રોગનો ફેલાવો વધાર્યો છે. વધુમાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદીક અને પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. જે મચ્છરજન્ય રોગોનો ફેલાવા કરવામાં મદદરૂપ થાય તેમ છે.

swine flu Gujarat

ઉલ્લેખનીય છે કે હાલ સ્વાઇન ફ્લૂ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં શંકાસ્પદ કેસોમાં પણ સારવાર હેઠળ ખાસ ચોકસી રાખવામાં આવી રહી છે. વળી તેના ટેસ્ટ પણ વિના મૂલ્યે કરવામાં આવી રહ્યા છે. અને તેની દવા ટેમી ફ્લૂ પણ વિના મુલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમ છતાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. જે ચિંતાજનક વાત છે.

English summary
Swine flu: Within a day 17 more patient died in Gujarat. Read here this news in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.