For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે સ્વાઈન ફ્લૂના 27 હજારથી વધુ કેસો, મૃત્યુમાં ગુજરાત બીજા ક્રમે

ચાલુ વર્ષે 1 સપ્ટેમ્બર સુધી દેશમાં સ્વાઈન ફ્લૂ (H1N1) ના 27,000 થી વધુ કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં સૌથી વધુ 5,052 કેસ છે, ત્યારબાદ ગુજરાતમાં 4,832 કેસ છે.

|
Google Oneindia Gujarati News

ચાલુ વર્ષે 1 સપ્ટેમ્બર સુધી દેશમાં સ્વાઈન ફ્લૂ (H1N1) ના 27,000 થી વધુ કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં સૌથી વધુ 5,052 કેસ છે, ત્યારબાદ ગુજરાતમાં 4,832 કેસ છે. આ બંને રાજ્યોમાં સ્વાઇન ફ્લૂને કારણે અનુક્રમે 206 અને 149 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વખતે સ્વાઈન ફ્લૂના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે જ્યારે 2018 માં તે તામિલનાડુ (2,812), મહારાષ્ટ્ર (2,593) અને રાજસ્થાન (2,375) પછી ચોથા ક્રમે હતું. 20 ફેબ્રુઆરી 2019 ના રોજ એક અહેવાલમાં આરોગ્ય વિભાગે અહેવાલ આપ્યો હતો કે ગુજરાતમાં સ્વાઈન ફ્લૂને કારણે 74 લોકોનાં મોત થયાં છે. બાદમાં 1 સપ્ટેમ્બરના રોજ મૃત્યુના તાજેતરના આંકડા પ્રકાશમાં આવ્યા, જેમાં 149 લોકોના મોતની પુષ્ટિ કરી.

2018 ની તુલનામાં આ વખતે ગુજરાતમાં પ્રકોપ વધુ

2018 ની તુલનામાં આ વખતે ગુજરાતમાં પ્રકોપ વધુ

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે, ગુજરાત રાજસ્થાનથી પાછળ નથી. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કરતા વધુ જોવા મળ્યા હતા.

દર્દીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે

દર્દીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે

આ રોગને કારણે, જાન્યુઆરીમાં દેશમાં 170 થી વધુ લોકોના મોત થયા હતા. પાછલા વર્ષની તુલનામાં રાજસ્થાન અને ગુજરાતમાં તેમની સંખ્યા ચાલીસ ટકા વધુ રહી. જાન્યુઆરી 2019 સુધીમાં રાજસ્થાનમાં આ રોગને કારણે 75 લોકો અને ગુજરાતમાં 31 લોકોના મોત થયા છે.

દેશમાં વર્ષ 2018 માં 15,226 કેસ નોંધાયા હતા

દેશમાં વર્ષ 2018 માં 15,226 કેસ નોંધાયા હતા

સ્વાઇન ફ્લૂના કુલ દર્દીઓની વાત કરીએ તો, વર્ષ 2018 ની સરખામણીમાં વર્ષ 2019 માં ઘણો વધારો થયો છે. 2018 માં, આખા વર્ષમાં 15,226 કેસ હતા. જ્યારે, 2019 માં અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ફરી વધારો થયો છે. જે 27,505 પર પહોંચી ગઈ છે. તેમાંથી 1137 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સરકાર સ્વાઇન ફ્લૂને કાબૂમાં કરી શકી નહીં

સરકાર સ્વાઇન ફ્લૂને કાબૂમાં કરી શકી નહીં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં 10 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે દેશમાં સ્વાઇન ફ્લૂના 9000 થી વધુ પીડિતો છે. ત્યાં સુધીમાં 312 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ હોવા છતાં, આ રોગને કાબૂમાં કરી શકાયો નહીં અને સપ્ટેમ્બર સુધીમાં, મૃત્યુની સંખ્યા 1 હજારથી પણ વધુ થઇ ગઈ.

આ પણ વાંચો: ગુજરાતમાં ડેન્ગ્યુએ કોહરામ મચાવ્યો, 3 અઠવાડિયામાં 400 કરતા વધારે દર્દીઓ

English summary
More than 27,000 cases of swine flu this year, Gujarat ranks second in deaths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X