યુનેસ્કોએ સોપ્યું સર્ટિફિકેટ, અમદાવાદ બન્યું પહેલું હેરિટેજ સિટી

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ હવેથી દેશનું પહેલું હેરિટેજ શહેર બની ચૂક્યું છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં યુનેસ્કોના અધિકારીઓએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથમાં અમદાવાદને હેરિટેજ સિટીનું સર્ટિફિકેટ સોંપ્યું હતું. જે અંગે વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરતા તે વાતનો પણ ઇશારો આપ્યો હતો કે આ વાતનો લાભ આવનારી ચૂંટણીમાં પણ તેમની ભાજપ સરકાર લેશે. રૂપાણી જણાવ્યું કે અમદાવાદને હેરિટેજ સિટી બનાવવા માટે 2010માં આવેદન પત્ર ભરવામાં આવ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. નોંધનીય છે કે આ સાથે જ અમદાવાદ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું પહેલું હેરિટેજ શહેર બની ચૂક્યું છે.

heritage ahmedabad

નોંધનીય છે કે હેરિટેજ શહેરનું ટેગ મળતા જ અમદાવાદના પ્રવાસનને તેનાથી સીધો લાભ મળશે. ત્યારે આ સાથે જ સરકારની પણ જવાબદારી વધશે કે તે આ તમામ હેરિટેજ ઇમારતોની યોગ્ય દેખરેખ રાખે. તે વાત ભલે ચાલી હોય કે અમદાવાદને આજે હેરિટેજ શહેરનું ઉપનામ મળ્યું હોય પણ તે વસ્તુને પણ નકારી ના શકાય કે આમાંથી અનેક હેરિટેજ ઇમારતોની હાલત હાલ દયનીય છે. આમ પણ અમદાવાદને સ્માર્ટ સીટી તરીકે પણ વિકસાવવામાં આવી રહી છે ત્યારે જોવાનું તે રહે છે કે તેનાથી હેરિટેજ ઇમારતોને કોઇ રીતે લાભ થાય છે.

English summary
UNESCO certified Ahmadabad as world heritage city.Read here this news in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.