For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: એવા 6 નેતા જેમણે લાંચકેસમાં ખાધી જેલની હવા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાના ખરાબ દિવસો શરૂ થઇ ગયા છે. 18 વર્ષ જૂના આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જયલલિતાને 4 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સજાની સાથે-સાથે તેમના પર 100 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે જયલલિતા એકલી નથી જે ભ્રષ્ટ નેતાઓની યાદીમાં સામેલ છે જે ભ્રષ્ટાચાર કરી જેલ ગયા હોય. આ યાદીમાં 6 મોટા નેતાઓના નામ સામેલ છે.

જેલ જશે

જેલ જશે

બેગ્લોરની એક વિશેષ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિના મુદ્દે તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને દોષી ગણાવતાં તેમને 4 વર્ષની સજા સંભળાવી છે. 18 વર્ષ જૂના આ કેસમાં જયલલિતા પર 100 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ચારો ખાઇને ગયા જેલ

ચારો ખાઇને ગયા જેલ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને 3 ઓક્ટોબર 2013ના રોજ રાંચીની કોર્ટે 5 વર્ષની સજા અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમણે બહુચર્ચિત ચારા ગોટાળા હેઠળ દોષી ગણાવ્યા હતા.

MBBS સીટ ફાળવણી મુદ્દે જેલ

MBBS સીટ ફાળવણી મુદ્દે જેલ

કોંગ્રેસ સાંસદ રશીદ મસૂદને સીબીઆઇની વિશેષ કોર્ટે એમબીબીએસ સીટ ફાળવણીમાં ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી.

શિક્ષક ભરતી ગોટાળામાં ગયા જેલ

શિક્ષક ભરતી ગોટાળામાં ગયા જેલ

હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને શિક્ષક ભરતી ગોટાળાના દોષી ગણાવ્યા. દિલ્હીની એક કોર્ટે જાન્યુઆરી 2013માં તેમને દોષી ગણાવતાં તેમને 10 વર્ષની સજા સંભળાવી હતી.

ટેલીકોમ ગોટાળામાં દોષી

ટેલીકોમ ગોટાળામાં દોષી

પૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને 2011માં હરિયાણા ટેલીકોમ લિમિટેડ કંપનીને 30 કરોડ રૂપિયાના ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ આપવાના આરોપમાં 5 વર્ષની સજા સંભળાવી હતી.

ચારા ગોટાળામાં ગયા જેલ

ચારા ગોટાળામાં ગયા જેલ

બિહારના અંતિમ કોંગ્રેસી મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને 3 ઓક્ટોબરના રોજ ચારા ગોટાળાના મુદ્દે જેલ જવું પડ્યું. તેમને રાંચીની વિશેષ કોર્ટે સજા સંભળાવી હતી.

English summary
Tamil Nadu CM Jayalalithaa convicted and sentence 4 years jail. Ever since the Supreme Court judgment, former Bihar Chief Minister Lalu Prasad Yadav, former Union Health Minister Rasheed Masood and RJD leader Jagdish Sharma lost their membership of Parliament following conviction in corruption cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X