For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA વિરોધઃ કસ્ટડીમાં લેવાયા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, ટ્વિટર પર લખી આ વાત

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને દિલ્લી પોલિસે કસ્ટડીમાં લઈ લીધા, દિલ્લી પોલિસ ચંદ્રશેખર આઝાદને દરિયાગંજ પોલિસ સ્ટેશન લઈને પહોંચી.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા એક્ટના વિરોધમાં શુક્રવારે પણ દેશના ઘણા ભાગોમાં ઉગ્ર પ્રદર્શન ચાલુ રહ્યા. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના દરિયાગંજ વિસ્તારમાં એક વાર ફરીથી હિંસા ભડકી ગઈ. અહીં ઉપદ્રવી ભીડે વાહનમાં આગ લગાવી દીધી અને દિલ્લી ગેટ વિસ્તારમાં પત્થરમારો કર્યો. વળી, ઉત્તર પ્રદેશમાં કાનપુર સહિત ઘણા જિલ્લામાં પ્રદર્શન દરમિયાન વિવાદના કારણે 6 લોકોના મોત થઈ ગયા. રાજ્યમાં બધી શાળા-કોલેજો અને વિશ્વવિદ્યાલયો આજે બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

કસ્ટડીમાં લેવાયા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ

વળી, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને દિલ્લી પોલિસે કસ્ટડીમાં લઈ લીધા, દિલ્લી પોલિસ ચંદ્રશેખર આઝાદને દરિયાગંજ પોલિસ સ્ટેશન લઈને પહોંચી ત્યારબાદ તેમને મેડીકલ માટે લઈ જવામાં આવ્યા.

ચંદ્રશેખર આઝાદે કર્યુ આ ટ્વિટ

આ પહેલા ચંદ્રશેખરે પોતે જ ટ્વિટ કરીને કહ્યુ કે દિલ્લી ગેટથી પકડાયેલા બધા લોકોને મુક્ત કરી દેવામાં આવે તો તે પોતાની ધરપકડ આપવા મેટ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં શુક્રવારે દિલ્લીમાં થયેલા પ્રદર્શનમાં ચંદ્રશેખર પણ શામેલ હતા.

આ પણ વાંચોઃ Jharkhand Exit Polls: ભાજપને મોટો ઝટકો, ઝામુમો-કોંગ્રેસ ગઠબંધન રેસમાં આગળઆ પણ વાંચોઃ Jharkhand Exit Polls: ભાજપને મોટો ઝટકો, ઝામુમો-કોંગ્રેસ ગઠબંધન રેસમાં આગળ

પ્રદર્શન માર્ચમાં શામેલ હતા ચંદ્રશેખર આઝાદ

તમને જણાવી દઈએ કે ભઈમ આર્મીએ પોતાના પ્રમુખ ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં સંશોધિત નાગરિકતા કાયદા(સીએએ)ના વિરોધમાં શુક્રવારે જામા મસ્જિદ પાસે પ્રદર્શન માર્ચ કાઢી હતી. જો કે પોલિસે આઝાદને આ માર્ચની અનુમતિ નહોતી આપી. નનાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા ચંદ્રશેખર મસ્જિદની અંદર હતા. તેમણે કહ્યુ કે આપણે ત્યાગ કરવો પડશે જેથી આ કાયદો પાછો લેવામાં આવે. અમે હિંસાનું સમર્થન નથી કરતા, મારા સમર્થક હિંસામાં શામેલ નહોતા.

મોડી રાતે છોડવામાં આવ્યા 40 પ્રદર્શનકારીઓ

દિલ્લી ગેટ પરથી ધરપકડ કરાયેલ 40 પ્રદર્શનકારીઓને કોર્ટના આદેશ બાદ છોડી દેવામાં આવ્યા છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ આમ કરવામાં આવ્યુ છે. કોર્ટે પોલિસને આદેશ આપ્યો છે કે તે ધરપકડ કરાયેલ પ્રદર્શનકારીઓનો ઈલાજ કરાવે. એટલુ જ નહિ, કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે કસ્ટડીમાં લેવાયેલ સગીર પ્રદર્શનકારીઓના કેસ જુવેનાઈલ જસ્ટીસ લૉ હેઠળ ઉકેલવામાં આવે.

English summary
Bhim Army Chief Chandrashekhar Azad has been detained by Police from Jama Masjid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X