For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમને યુક્રેનીએ પોલેન્ડ જવા માટે ટ્રેનોમાં ચડવા ના દીધા, મારપીટ કરી...', ભારત પાછી આવેલી છાત્રાની આપવીતી

શિવશંકરીએ ભારત આવ્યા બાદ યુક્રેનમાં જ થઈ રહેલા હુમલા વચ્ચે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેના વિશે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

કરાઈકલઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વચ્ચે ભારતીય છાત્રોને ઑપરેશન ગંગા હેઠળ સરકાર ભારત લાવી રહી છે. યુક્રેનના ખાર્કિવમાં વીએન કારજિન ખાર્કિવ નેશનલ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતી શિવશંકરી સ્વદેશ પાછી આવી ગઈ છે. શિવશંકરી પોતાનો મેડિકલ ડિગ્રી કોર્સ પૂરો કરવાથી ત્રણ મહિના દૂર હતી. શિવશંકરીએ ભારત આવ્યા બાદ યુક્રેનમાં જ થઈ રહેલા હુમલા વચ્ચે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેના વિશે વાત કરી છે. 22 વર્ષીય શિવશંકરીએ જણાવ્યુ છે કે કેવી રીતે યુક્રેનીઓએ પોલેન્ડ જવા માટે ટ્રેનોમાં ચડવા ના દીધા અને જે ભારતીયોએ ટ્રેનમાં ચડવાની કોશિશ કરી તેમની સાથે યુક્રેનીઓએ મારપીટ પણ કરી છે. શિવશંકરી ભારતના કરાઈકલની રહેવાસી છે. કરાઈકલના બીજા પણ 4 છાત્રો હજુ યુક્રેનમાં જ છે. શિવશંકરી 5 માર્ચે ભારત આવી છે.

'ભારતીય છાત્રના મોત બાદ અમે વધુ ડરી ગયા હતા...'

'ભારતીય છાત્રના મોત બાદ અમે વધુ ડરી ગયા હતા...'

પોતાના મુશ્કેલ સમયને યાદ કરીને શિવશંકરીએ કહ્યુ, 'હું ભારતીય અને યુક્રેની છાત્રોના એક સમૂહ સાથે રહી. અમે જે અપાર્ટમેન્ટ બંકરમાં રોકાયા હતા તે વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યુ હતુ. તેમાં યોગ્ય તાળા નહોતા માટે અમે છોકરીઓએ વારાફતી ધ્યાન રાખ્યુ. તેમની પાસે વીજળી નહોતી. અમે બહાર ત્યારે આવ્યા જ્યારે તેમણે ગોળીબાર બંધ કરી દીધો અન મેટ્રો સ્ટેશનો પર અમા્રા ફોન ચાર્જ કરી દીધી. ભારતીય છાત્ર નવીનના મોત બાદ અમે ખૂબ ડરી ગયા હતા.'

'હું ઘણા દિવસો સુધી ભૂખી રહી...'

'હું ઘણા દિવસો સુધી ભૂખી રહી...'

શિવશંકરીએ કહ્યુ, 'હું ઘણા દિવસો સુધી ભૂખી રહી છુ. મે ભોજન માટે સંઘર્ષ કરીને પોતાનુ વજન ઘટાડ્યુ.' શિવશંકરી અને ઘણા અન્ય છાત્રો છેવટે 1 માર્ચે યુક્રેન-પોલેન્ડ સીમા પાસે લવિવિ માટે એક નિકાસી ટ્રેનમાં સવાર થવામાં સફળ રહ્યા. શિવશંકરીએ કહ્યુ, 'ખાર્કિવમાં યુક્રેનીઓ અમારા વર્ષના પ્રવાસ દરમિયાન અમારા માટે સારા હતા. પરંતુ જેવો શહેર પર હુમલો શરુ થયો, અમને લાગ્યુ કે તે નથી ઈચ્છતા કે અમને સુરક્ષા મળે. તે અમને કોઈ પણ જગ્યાએ છોડી દેવા માંગતા હતા.'

'યુક્રેની લોકોએ અમને ટ્રેનમાં ચડવા ના દીધા...'

'યુક્રેની લોકોએ અમને ટ્રેનમાં ચડવા ના દીધા...'

શિવશંકરીએ કહ્યુ, 'શહેરથી ભાગેલા યુક્રેની લોકોએ અમને ટ્રેનમાં ચડવા ના દીધા અને અમારા સાથી છાત્રો સાથે મારપીટ પણ શરુ કરી દીધી કારણકે એ સીટ લેવા માટે દોડી પડ્યા. આ ડરામણુ હતુ. અમે માંડ-માંડ યાત્રામાં બચી ગયા. યુક્રેન-પોલેન્ડ સીમા પાર કરવા અને વારસૉમાં પગ રાખ્યા બાદ અમને રાહત મળી હતી.'

'હું નથી ઈચ્છતી કે મારી બહેન પણ એ સહન કરે જે મે જોયુ છે...'

'હું નથી ઈચ્છતી કે મારી બહેન પણ એ સહન કરે જે મે જોયુ છે...'

શિવશંકરીના પિતા વી અંબાઝગન એક રિટાયર્ડ આરોગ્ય વિભાગના કર્મચારી છે જ્યારે તેની મા જયલક્ષ્મી એક સરકારી શિક્ષક છે. શિવશંકરીની બહેન પુડુચેરીના જિમપરમાં મેડિસિનનો અભ્યાસ કરી રહી છે. જ્યારે બીજી બહેન 11માં ધોરણમાં છે. શિવશંકરીએ જોર આપીને કહ્યુકે તે નથી ઈચ્છતી કે તેની બહેનોએ એ બધુ સહન કરવુ પડે જે તેણે સહન કર્યુ છે.

'ઘરના મકાન માલિકે કરી મદદ'

'ઘરના મકાન માલિકે કરી મદદ'

એમબીબીએસની છાત્રા ટી સરોજા જણાવે છે કે, 'મારા અપાર્ટમેન્ટના માલિકે પોતાના બાળકો સાથે એક બંકરમાં શરણ લીધી હતી. તે મને પોતાની સાથે લઈને ગયા હતા. તેમની પાસે પણ ખાવા-પીવાનો સ્ટૉક સીમિત હતો. પરંતુ તેમછતાં તેમણે મને ખાવાનુ આપ્યુ અને મારી સંભાળ લીધી.'

English summary
Fleeing Ukrainians didn't let take train to Poland Indian student says who study in Kharkiv
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X