મોદીને વડાપ્રધાન બનાવવા જેડીયૂ સાંસદના ઘરે મહાયજ્ઞ

બીજેપીના પૂર્વ સાંસદ શ્યામ બિહારીના જણાવ્યા અનુસાર જયનારાયણ નિષાદને આ અંગે જાણ કરી દેવામાં આવી હતી કે આ પૂજા નરેન્દ્ર મોદીને પ્રધામંત્રી બનાવવા માટે કરાવવામાં આવશે. અને તેમણે આ અંગે કોઇ આપત્તિ જતાવી ન્હોતી. બીજી બાજુ બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આજે દેશના લોકોમાં ગુસ્સો છે. લોકો પરિવર્તન ઇચ્છે છે અને તેઓ આ પરિવર્તનનો ભાગ બનવા માગે છે. જો લોક યજ્ઞ-પૂજા કરી રહ્યા છે તો તેમા કઇ ખોટુ નથી.
બીજી બાજું કેપ્ટન જયનારાયણ નિષાદના ઘરે થનારા યજ્ઞ અને પૂજા પર જેડીયૂના પ્રવક્તા સાબિર અલીનું કહેવું છે કે નિષાદની ઉંમર ઘણી થઇ ગઇ છે. માટે આજની તારીખમાં બિહારનું કોઇપણ રાજનૈતિક દળ તેમની તરફ ધ્યાન નથી આપતું. મને નથી લાગતું કે આ મામલે વધારે ચર્ચાને અવકાશ છે.
બીજેપી નેતા ગિરિરાજ સિંહનું કહેવું છે કે આજે દેશના યુવાઓમાં નરેન્દ્ર મોદીનું નામ ઝડપથી ઘર કરી રહ્યું છે. જનપ્રવાહની વિરુધ્ધ કોઇ રાજનૈતિક દળ ચાલતી શકતો નથી, અને જે લોકજુવાળની વિરુધ્ધ જવાની કોશિશ કરે છે તેને ભોગવવું પડે છે.












Click it and Unblock the Notifications
