ચિલીમાં 7.6 તીવ્રતાના ભૂકંપના ઝટકા, સુનામીની ચેતવણી

Subscribe to Oneindia News

ચિલીમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. દક્ષિણી ચિલી પ્યૂરિટો મોંટથી દક્ષિણ -પશ્ચિમમાં 225 કિલોમીટર દૂર અપતટવર્તી વિસ્તારમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપના જોરદાર ઝટકા બાદ સુનામીની ચેતવણી જારી કરી દેવામાં આવી છે.

earthquake

જો કે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ જાનમાલની કોઇ હાનિ થઇ નથી. સુનામીની ચેતવણી ભૂકંપના કેન્દ્રના 1000 કિલોમીટર વિસ્તાર માટે જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર 15 કિમી ઉંડાણમાં હતુ. ભૂકંપની તીવ્રતા પહેલા 7.6 બતાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે ત્યાં 6.4 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જો કે તેમાં જાનમાલનું કોઇ નુકશાન થયુ નહોતુ. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપ 90.8 કિમીના ઉંડાણમાં કેન્દ્રિત હતુ.

English summary
Earthquake of magnitude 7.6 hits 225 km southwest of Puerto Montt, Chile.
Please Wait while comments are loading...