Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અભય સિંહ ચૌટાલા

અભય સિંહ ચૌટાલા
મજબૂત રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવતા કુટુંબમાં જન્મેલા અભય સિંહ ચૌટાલાએ ચૌટાલા ગામ પંચાયતની સભ્યતા માટે ચૂંટણી લડી રાજકારણમાં પ્રવેશ કર્યો. ચૌટાલા પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર અને ભારતના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી ચૌધરી દેવી લાલના પ્રપૌત્ર છે.
By Shalini | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

અભય સિંહ ચૌટાલા જીવનચરિત્ર

મજબૂત રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવતા કુટુંબમાં જન્મેલા અભય સિંહ ચૌટાલાએ ચૌટાલા ગામ પંચાયતની સભ્યતા માટે ચૂંટણી લડી રાજકારણમાં પ્રવેશ કર્યો. ચૌટાલા પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર અને ભારતના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી ચૌધરી દેવી લાલના પ્રપૌત્ર છે. અભય ચૌટાલાએ કાંતા સાથે લગ્ન કર્યા અને તેમના બે દિકરા કરણ સિંહ ચૌટાલા અને અર્જુન સિંહ ચૌટાલા છે. 2000માં તેમણે રોરી વિધાનસભા મત વિસ્તારથી ચૂંટણી લડી અને જીત્યા. તેઓ 2005 દરમિયાન સિરસા જિલ્લાના જિલ્લા પરિષદના અધ્યક્ષ બન્યા. તેમણે 2009માં એલાનાબાદ રાજ્ય વિધાનસભા ક્ષેત્રથી ઉપચૂંટણી લડી. તેમણે માત્ર રાજકારણમાં જ નહિં, પણ રમત-ગમત ક્ષેત્રે પણ કામ કર્યુ છે. તેમણે ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ તરીકે કામ કર્યુ, પણ ભ્રષ્ટાચારના આરોપોને કારણે 2014માં રાજીનામુ આપવા તેઓ મજબૂર થયા. 13મી હરિયાણા વિધાનસભામાં અભય ચૌટાલા વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. તેઓ વિવાદિત ભાષાનો ઉપયોગ ન કરનારા યુવા નેતા અને સખત મહેનત અને પરિણામ-ઉન્મુખ કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

વધુ વાંચો

અભય સિંહ ચૌટાલા અંગત જીવન

આખું નામ અભય સિંહ ચૌટાલા
જન્મતારીખ 14 Feb 1963 (ઉમર 63)
જન્મસ્થળ ચૌટાલા
પાર્ટીનું નામ Indian National Lok Dal
ભણતર Graduate
વ્યવસાય કૃષિવિદ્
પિતાનું નામ ઓમ પ્રકાશ ચૌટાલા
માતાનું નામ સ્નેહ લતા ચૌટાલા
જીવનસાથીનું નામ કાંતા ચૌટાલા
સંતાન 2 પુત્ર
વેબસાઈટ NA

અભય સિંહ ચૌટાલા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹3.81 CRORE
સંપત્તિ
₹3.81 CRORE
જવાબદારીઓ
N/A

અભય સિંહ ચૌટાલા વિશે રસપ્રદ તથ્યો

અભય સિંહ ચૌટાલાએ ચૌધરી દેવીલાલ અને ઓમપ્રકાશના નેતૃત્વમાં તૈયાર કરેલા કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લીધો. તેઓ સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાનો અને સંગઠનોના પ્રચારમાં સક્રિય છે. તેઓ રચનાત્મક પ્રવૃતિઓમાં યુવાનોને એકત્રિત કરવા અને તેમને પ્રેરિત કરવાનું કામ કરે છે. તેઓ નેતા હોવાને નાતે ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને શિક્ષણના વિકાસને લઈ ચિંતાતૂર છે. તેઓ રમત-ગમત પ્રવૃતિઓ, ટુર્નામેન્ટ અને ચેમ્પિયનશિપનું આયોજન કરાવે છે. તેઓ ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે.

અભય સિંહ ચૌટાલા ની રાજકીય સમયરેખા

  • 2014 : હરિયાણા વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા.
  • 2014 : અભય સિંહ ચૌટાલા હરિયાણા વિધાનસભા ચૂંટણી(2014)માં ભારતીય રાષ્ટ્રીય લોક દળ(આઈએનએલડી)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા.
  • 2012 : અભય સિંહ ચૌટાલાને ભારતીય ઓલંપિક બોડીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
  • 2009 : તેમણે એલાનાબાદ રાજ્ય વિધાનસભા ક્ષેત્રથી ઉપચૂંટણી જીતી.
  • 2005 : તેઓ સિરસા જિલ્લાના જિલ્લા પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
  • 2000 : અભય સિંગ ચૌટાલાએ ગ્રામ પંચાયતની સભ્યતા માટે ચૂંટણી લડી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે રોરી વિધાનસભા ક્ષેત્રથી રાજ્ય વિધાનસભા ચૂંટણી લડી અને જીત્યા પણ.

અગાઉનો ઇતિહાસ

  • 2010: તેમને ઈન્ડિયન ઓલંપિક એસોસિએશનના ઉપાધ્યક્ષ, એશિયન બોક્સિંગ ફેડરેશનના ઉપાધ્યક્ષ અને કોમનવેલ્થ રમત આયોજન સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 2000: તેઓ હરિયાણાના બોક્સિંગ એસોસિએશન અને ભારતના ભારતીય બોક્સિંગ ફેડરેશનના પ્રમુખ બન્યા.
  • 1999: તેઓ ફરીથી હરિયાણા ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
  • 1992: તેઓ હરિયાણા રાજ્ય એથલેટિક એસોસિયેશનના આજીવન અધ્યક્ષ બન્યા.
  • 1991: ચૌટાલાને હરિયાણા ઓલમ્પિક સંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

અભય સિંહ ચૌટાલા ની સિદ્ધિઓ

જ્યારે તેમણે હરિયાણા વિધાનસભામાં રોરી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે, તેમણે પન્નીવાલા મોટા ખાતે જનનાયક ચૌધરી દેવીલાલ મેમોરિયલ કૉલેજ નામની ઇજનેરી કોલેજની સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ મહિલાઓ માટેની શ્રીમતી હરાકી દેવી મેમોરિયલ કૉલેજના સ્થાપક પણ છે, જ્યાં ગરીબ કન્યાઓને મફત બોર્ડિંગ, લોજિંગ અને ફીમાં છૂટછાટ આપવામાં આવે છે. તેઓ ગાંધી ગ્રામોત્થાન વિદ્યાપીઠ, સાંગરિયાના પ્રમુખ પણ હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+