• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી

જીવનચરિત્ર

ડૉ. સુબ્રમણ્યમ સ્વામી એક ભારતીય અર્થશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી અને રાજકારણી છે, જે ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં સંસદના સભ્ય તરીકે સેવા આપે છે. સ્વામીએ ભારતના આયોજન પંચના સભ્ય તરીકે સેવા આપી હતી અને ચંદ્ર શેખર સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી હતા. સ્વામી જનતા પક્ષના સ્થાપક સભ્યોમાંના એક હતા. 1990 થી 2013 સુધી તેમણે પક્ષના પ્રમુખ તરીકે કામ કર્યુ, ત્યાં સુધી જ્યારે તેનો ભાજપ સાથે વિલય થયો. તેઓ 1974 અને 1999 ની વચ્ચે પાંચ વખત લોકસભામાં ચૂંટાયા હતા.

અંગત જીવન

આખું નામ સુબ્રમણ્યમ સ્વામી
જન્મતારીખ 15 Sep 1939 (ઉમર 81)
જન્મસ્થળ માયલાપુર, ચેન્નઈ(તમિલનાડુ)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Doctorate
વ્યવસાય પ્રોફેસર, શિક્ષણશાસ્ત્રી, અર્થશાસ્ત્રી
પિતાનું નામ સીતારમન સુબ્રમણ્યન
માતાનું નામ પદ્માવતી
જીવનસાથીનું નામ રોકસાના
જીવનસાથીનો વ્યવસાય વકીલ, હાઉસ વાઈફ
દીકરી 2

સંપર્ક

કાયમી સરનામુ ડોર નં. 1, લાલ બહાદુર શાસ્ત્રી રોડ, બીબીકુલમ મદુરાઈ
હાલનું સરનામું એબી-14, પંડારા રોડ, નવી દિલ્હી -110003
સંપર્ક નંબર 09717794279/09810194279
ઈમેલ swamy39@gmail.com
વેબસાઈટ NIL
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

સુબ્રમણ્યમ સ્વામીએ વિશાળ 2 જી કૌભાંડને જાહેર કરવામાં મહત્વનો ભૂમિકા ભજવી હતી. તેમને એક વર્ષની અંદર ચાઇનીઝ ભાષા (વિશ્વની સૌથી અઘરી ભાષાઓમાંની એક) શીખવાનો પડકાર આપવામાં આવ્યો હતો. ડૉ. સ્વામીએ આ પડકાર સ્વીકારી 3 મહિનાની અંદર તેને શીખી બતાવી હતી. તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કાઢી મુકલામાં આવ્યા હતા, કારણ કે સ્વામીએ મુસ્લિમોને મતદાનથી વંચિત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો કે જ્યાં સુધી તેઓ યુનિવર્સિટીના હિંદુ વંશને સ્વીકારે. હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમના બે ઉનાળું અર્થશાસ્ત્ર અભ્યાસક્રમોને પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકમાંથી હટાવી દીધુ. તેમના વકીલ પત્ની રોક્સાન્નાએ તેમને કાયદાકીય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વામી કોચીમાંસ્કૂલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના અધ્યક્ષ છે. તેઓ 1963 માં સંયુક્ત રાષ્ટ્રના અર્થશાસ્ત્રી અને 1986 માં વિશ્વ બેંકના સલાહકાર હતા.

રાજકીય સમયરેખા

 • 2016
  તેઓ નિયુક્ત કેટેગરી હેઠળ રાજ્યસભાના સભ્ય બન્યા.
 • 2013
  2013 સુધીમાં જનતા પક્ષના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા બાદ, રાજનાથ સિંહ પક્ષના અધ્યક્ષ હતા ત્યારે તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સ્વામી જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક હતા અને 2013 સુધી તેના પ્રમુખ રહ્યા હતા.
 • 2012
  સુપ્રીમ કોર્ટે 2 જી કેસમાં પીએમપી વિરુદ્ધની સ્વામીની અરજી સ્વીકારી અને રાજાની સીબીઆઇ દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 15 મી મે, 2012 ના રોજ તેને જામીન મળી ગયા હતા. છેલ્લે, 21 ડિસેમ્બર 2017 ના રોજ, સીબીઆઈ ની વિશેષ અદાલતના ન્યાયાધીશે આરોપીઓ સહિત એ.રાજાને છોડી દીધા હતા.
 • 2008
  સુબ્રમણ્યમ સ્વામીએ 2 જી સ્પેક્ટ્રમ કેસના સંદર્ભમાં ટેલિકોમ પ્રધાન એ. રાજા સામે કાર્યવાહી કરવાની મંજૂરી મેળવવા વડા પ્રધાન મનમોહનસિંહને પાંચ પત્રો લખ્યા હતા.
 • 1998
  તેઓ મદુરાઈથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ટીએમસી (એમ)ના રામબાબુ.એ.જી.એસ.ને હરાવ્યા. ઉપરાંત તેઓ આધિનસ્થ વિધાન સમિતિ, સંરક્ષણ સમિતિ અને તેની પેટા-સમિતિના સભ્ય, લાઇબ્રેરી સમિતિના સભ્ય, નાગરિક ઉડ્ડયન માટે સલાહકાર સમિતિના સભ્ય બન્યા.
 • 1994
  ડૉ. સ્વામીએ 1994 થી 1996 ની વચ્ચે શ્રમ ધોરણ અને આંતરરાષ્ટ્રીય વેપાર પંચના ચેરમેન તરીકે સેવા આપી હતી.
 • 1990
  1990-1991 દરમિયાન સ્વામીએ ભારતના આયોજન પંચના સભ્ય અને વાણિજ્ય અને કાયદાના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી. 1990 માં, તેઓ જનતા પાર્ટીના કેન્દ્રીય સંસદીય બોર્ડના પ્રમુખ અને અધ્યક્ષ બન્યા.
 • 1988
  ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સભ્ય તરીકે ફરી ચૂંટાયા. તેમણે 1994 સુધી આ પોસ્ટ પર સેવા આપી.
 • 1980
  તેઓ જનતા પક્ષની ટિકિટથી મુંબઇ ઉત્તર-પૂર્વથી લોકસભામાં ફરીથી ચૂંટાયા હતા.
 • 1977
  તેઓ મુંબઇ ઉત્તર પૂર્વ મતદારક્ષેત્રમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે કૉંગ્રેસ પાર્ટીના કુલકર્ણી રાજારામ ઉર્ફ રાજા ગોપાલને હરાવ્યા હતા.
 • 1974
  તેઓ જન સંઘ પાર્ટીની ટિકિટ પર ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે આ પોસ્ટ પર બે વર્ષ સુધી સેવા આપી હતી
 • 1960s
  સુબ્રમણ્યમ સ્વામીએ 1960 ના દાયકાના અંતમાં સર્વોદય ચળવળમાં જોડાયા અને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.
 • સુબ્રમણ્યમ સ્વામી દેશની કટોકટી દરમિયાન જનતા દળના સ્થાપક સભ્યોમાંના એક બન્યા.

અગાઉનો ઇતિહાસ

 • 2011
  તેમણે 2011 સુધી હાર્વર્ડમાં ઉનાળું સત્રમાં અર્થશાસ્ત્રના અભ્યાસક્રમો પણ શીખવ્યાં.
 • 1980–82
  તેમણે આઇઆઇટી કાઉન્સિલના બોર્ડ ઓફ ગવર્નર તરીકે સેવા આપી હતી.
 • 1977–80
  તેમણે આઈઆઈટી, દિલ્હીના ગવર્નર બોર્ડ પર સેવા આપી હતી.
 • 1969
  સ્વામી ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલૉજી દિલ્હી જતા રહ્યા અને 1969 થી 1970 સધી તેઓ ત્યાં મેથેમેટિકલ ઇકોનોમિક્સના ફૂલ ટાઈમ પ્રોફેસર રહ્યા.
 • 1966
  હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે સ્વામી પારસી જાતિની એક ભારતીય મહિલા રૉકસાના મળ્યા હતા, જેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રમાં પીએચડીમાં અભ્યાસ કરતી હતી. જૂન 1966 માં બંને પરણી ગયા.
 • 1965
  સ્વામીએ હિન્દુ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધુ, જ્યાંથી તેમણે ગણિતમાં સ્નાતકની ઉપાધી મેળવી. ત્યારબાદ તેમણે કોલકત્તાના ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટથી સ્ટેટિસ્ટિક્સમાં માસ્ટર ડિગ્રી લીધી. પાછળથી તેમણે હેન્ડ્રિક એસ. હોઉથેકરની ભલામણ પર સંપૂર્ણ રોકફેલર સ્કોલરશિપ પર હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા, જ્યાં તેમણે 1965 માં અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યુ.
કુલ સંપત્તિ1.75 CRORE
સંપત્તિ1.75 CRORE
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X