સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. તેઓ સત્તારૂઢ ગઠબંધન, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની સંકલનકાર સમિતિના અધ્યક્ષ છે. શ્રીમતી ગાંધીનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ ઈટલીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ તેમણે વિદેશી ભાષાની શાળામાં પ્રવેશ લીધો જ્યાં તેઓએ અંગ્રેજી, ફ્રેન્ચ તેમજ રુસી ભાષાનો અભ્યાસ કર્યો. કેમ્બ્રિજમાં જયારે તેઓ અંગ્રેજી ભાષાનો કોર્સ કરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ. ૧૯૬૮ માં નવી દિલ્હી ખાતે તેમનાં લગ્ન સંપન્ન થયા. તેમને એક દિકરો રાહુલ અને દિકરી પ્રિયંકા તેમજ બે પૌત્રીઓ છે. શ્રીમતી ગાંધીના જીવનની વાત કરીએ તો તેઓએ એમનું મહત્તમ જીવન એક સામાન્ય વ્યક્તિની જેમ પરિવારની દેખભાળ કરવામાં વ્યતિત કર્યુ. તેઓ તેમનાં સાસુ ઈન્દિરા ગાંધીનાં અનેક અધિકૃત કાર્ય દરમિયાન એક સાથી તરીકે સતત સાથે રહ્યા છે.
૧૯૮૪ થી ૧૯૯૧ દરમિયાન જ્યારે તેમનાં પતિ પ્રધાનમંત્રી હતાં અને ત્યારબાદ જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા બન્યાં ત્યારે સોનિયા ગાંધી દેશ વિદેશના તેમનાં પ્રવાસ દરમિયાન તેઓની સાથે રહ્યા હતાં. તદ્ઉપરાંત સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશની સાંસદીય બેઠક અમેઠીમાં સ્વાસ્થ્ય શિબિર તેમજ અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું
મે, ૧૯૯૧માં તેમનાં પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ, તેઓએ બિન-સરકારી સંગઠન, રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને તે સંબંધિત વિચારસરણી યુક્ત રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ફોર કન્ટેમ્પરરી સ્ટડીઝની સ્થાપના કરી. તેઓએ અધ્યક્ષનાં રૂપે દરેક પ્રવૃત્તિમાં ખુદને એ રીતે વ્યસ્ત કર્યા છે કે તેમનાં પતિ રાજીવ ગાંધીના વારસાની યાદ અપાવે છે. તદુપરાંત તેઓ અનેક બિન સરકારી સંગઠનોનું પણ નેતૃત્વ કરી રહ્યા છે.
૧૯૯૮ માં લોકસભાની ચૂંટણી પૂર્વે, કોંગ્રેસ પાર્ટીનાં ક્રમાંક અને ફાઈલની વ્યાપક માંગના પ્રત્ત્યુત્તરમાં તેઓએ જાહેરજીવનમાં ફરીવાર પ્રવેશ કર્યો. તેઓએ પક્ષ તરફથી ખૂબ ઉત્સાહપૂર્વક અભિયાન ચલાવ્યું અને એપ્રિલ ૧૯૯૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ બન્યાં.
૧૯૯૯ માં પહેલી વાર શ્રીમતી ગાંધીની પસંદગી સંસદીય ક્ષેત્ર "અમેઠી" ના સાંસદ સભ્ય તરીકે થઈ, ત્યારબાદ તેઓ લોકસભામાં વિપક્ષનાં નેતા બન્યાં. ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓએ પક્ષનાં ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું જેના પરિણામ સ્વરૂપે સૌથી વધુ સીટો પ્રાપ્ત કરવામાં સફળતા મળી. જેના કારણે કોંગ્રેસ પક્ષ સંયુક્ત સરકાર (યુપીએ) રચવામાં સફળ રહી.આ ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશમાં રાયબરેલીના સંસદીય સભ્ય તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી.
કોંગ્રેસ પક્ષે સર્વ સંમતિથી સંસદનાં નેતા સ્વરૂપે તેઓની પસંદગી કરી અને તેઓ પ્રધાનમંત્રી તરીકે શપથ લે એવી આશા હતી. પરંતુ તેઓએ સંયુક્ત સરકારના નેતૃત્વ માટે પદ સ્વીકારવાનો ઈન્કાર કરતા ડો. મનમોહન સિંહની વરણી કરવામાં આવી. સોનિયા ગાંધી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના અધ્યક્ષ ઉપરાંત સાંસદમાં કોંગ્રેસ પક્ષના નેતા છે.
મે ૨૦૦૬ સુધી તેઓ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (એનએસી) ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એક એવો મંચ કે જેને સામાજિક- આર્થિક ક્ષેત્રો અંગે સરકારને સમયાંતરે ભલામણો કરી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન, મિડ ડે મીલ સ્કીમ, જવાહરલાલ નહેરુ શહેરી નવીનીકરણ મિશન અને રાષ્ટ્રીય પુનર્વાસ નીતિ, આ એ ભલામણો છે જેના પર અધિકૃત કાર્યવાહી કરવામાં આવી હતી.
| આખું નામ | સોનિયા ગાંધી |
| જન્મતારીખ | 09 Dec 1946 (ઉમર 79) |
| જન્મસ્થળ | વિસેંજા, ઈટલી |
| પાર્ટીનું નામ | Indian National Congress |
| ભણતર | Others |
| વ્યવસાય | રાજનીતિજ્ઞ |
| પિતાનું નામ | સ્ટીફનો માઈનો |
| માતાનું નામ | પાઓલા માઈનો |
| જીવનસાથીનું નામ | સ્વ.શ્રી રાજીવ ગાંધી |
| જીવનસાથીનો વ્યવસાય | પૂર્વ પ્રધાનમંત્રી |
| સંતાન | 1 પુત્ર 1 પુત્રી |
| ધર્મ | હિન્દુ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.