Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

માયાવતી

માયાવતી
આ દેશના રાજકારણ પર નજર નાખીએ તો માયાવતી સૌથી યોગ્ય નેતાઓમાંના એક છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને માયાવતીએ ઈતિહાસ સર્જયો છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

માયાવતી જીવનચરિત્ર

આ દેશના રાજકારણ પર નજર નાખીએ તો માયાવતી સૌથી યોગ્ય નેતાઓમાંના એક છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને માયાવતીએ ઈતિહાસ સર્જયો છે. તેઓ પહેલા દલિત મહિલા નેતા રહ્યા. 2012માં વિધાનસભા ચૂંટણીમાં ભારે હારનો સામનો કર્યા બાદ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ. તેણી બસપાની રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. વ્યવસાયે તેણી શિક્ષક છે અને રાજકારણમાં તેમની શરૂઆત ત્યારે થઈ જ્યારે બસપાના સંસ્થાપક કાશી રામે તેમનો સંપર્ક કર્યો. તેમણે માયાવતીને રાજકારણમાં શામેલ કરી અને 1995માં પોતાનું નેતૃત્વ તેમને સોંપી દીધુ. સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી રહ્યા બાદ માયાવતીને કુશળ શાસન અને કાયદાકીય વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે પ્રશંસા મળી. મુખ્યમંત્રી તરીકે તેમનો પહેલો અને બીજો કાર્યકાળ અચાનક ખતમ થઈ ગયો, જ્યારે કાર્યકાળના થોડાક મહિના સુધી કામ કર્યા બાદ તેમને રાજીનામા માટે મજબૂર થવું પડ્યુ. તેમનો ત્રીજો કાર્યકાળ એક વર્ષ સુધી ચાલ્યો અને તેમણે પૂર્ણ ચોથા કાર્યકાળ સુધી પદભાર સંભાળ્યો. આ દરમિયાન તેણીની સરકારે પાછલી મુલાયમ સિંહ સરકાર દરમિયાન ભરતી થયેલા પોલિસ અધિકારીઓની ભરતી પક્રિયામાં અનિયમિતતા પર કડક કાર્યવાહી શરૂ કરી. 1989માં બિઝનૌર મત વિસ્તારથી પોતાની પહેલી લોકસભા ચૂંટણી જીતી. 1994માં રાજ્યસભા માટે ચૂંટાયા. તેમણે 1998-2004માં અકબરપુર મત વિસ્તારથી લોકસભાના બીજા ત્રણ કાર્યકાળ પૂરાં કર્યા. 2014માં માયાવતીની પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં બીજેપીથી અલગ કરી દેવાયા. જ્યાં બસપા રાજ્યમાં તેઓ એકપણ સીટ હાંસલ કરી શક્યા નહિં. જો કે હાલનો ઘટનાક્રમ તેમનો ધીમો પણ ચોક્કસપણે રાજકીય મુશ્કેલીઓમાંથી બહાર નિકળવાનો માર્ગ મોકળો કરી રહ્યો છે. સપા સાથે તેમનું ગઠબંધન અને અલીગઢ અને મેરઠથી મહાપૌરની સીટ જીતવું એ પ્રવાહ બદલવાનો સંકેત છે.

વધુ વાંચો

માયાવતી અંગત જીવન

આખું નામ માયાવતી
જન્મતારીખ 15 Jan 1956 (ઉમર 70)
જન્મસ્થળ દિલ્હી
પાર્ટીનું નામ Bahujan Samaj Party
ભણતર NULL
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી પ્રભુદાસ
માતાનું નામ શ્રીમતિ રામરતિ
ધર્મ હિન્દુ

માયાવતી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹75.92 CRORE
સંપત્તિ
₹87.27 CRORE
જવાબદારીઓ
₹11.35 CRORE

માયાવતી વિશે રસપ્રદ તથ્યો

2007ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની બસપાએ બહુમત હાંસલ કર્યો. 2009માં બસપાએ ઉત્તર પ્રદેશ રાજ્યથી લોકસભામાં 20 સીટો જીતી. તેમને રાજ્યના અન્ય રાજનૈતિક દળ કરતા સૌથી વધુ (27.42%) મત મળ્યા. માયાવતી દલિત સમુદાય માટે એક મસિહા બની ગયા. લાખો દલિત સમર્થકો તેમને એક આઈકોન તરીકે જુએ છે અને તેમને "બહન-જી " (બહેન) રૂપે સંબોધિત કરે છે. 15 ડિસેમ્બર 2001એ દલિત નેતા કાશીરામે એક રેલીમાં તેમની રાજનૈતિક ઉત્તરાધિકારી તરીકે ઘોષણા કરી અને તેમની તથા બહુજન આંદોલનની પણ એકમાત્ર ઉત્તરાધિકારી પણ રહેશે.

માયાવતી ની રાજકીય સમયરેખા

  • 2018 : 2 જી એપ્રિલ 2018માં માયાવતીએ રાજ્યસભાથી રાજીનામું આપી દીધુ.
  • 2017 : માયાવતીની બહુજન સમાજ પાર્ટી ફરી વિધાનસભા ચૂંટણીમાં અસફળ રહી. પાર્ટીએ 403માંથી માત્ર 19 સીટો જીતી.
  • 2014 : માયાવતીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની મોટાભાગની સીટો જીતવા માટે પ્રયત્નો કર્યા પણ 2014માં લોકસભા ચૂંટણીમાં તેમણે એક મોટી હારનો સામનો કર્યો.
  • 2012 : ઉત્તર પ્રદેશથી હાર થયાના તરત પછી તેણી 3 જી એપ્રિલ 2012 એ રાજ્યસભા માટે ચૂંટાયા.
  • 2012 : તેણીએ 2014માં વિધાનસભાની ચુંટણી લડી નહિં. તેમની પાર્ટી સમાજવાદી પાર્ટી વિરુદ્ધ હારી ગઈ હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ.
  • 2007 : 2007માં વિધાનસભાની ચૂંટણીમાં માયાવતી સમાજવાદી પાર્ટીના આર એ ઉસ્માની વિરુદ્ધ શ્રીનગર સીટથી હારી ગયા. જો કે બસપાને બહુમત મળ્યો અને માયાવતી ફરી ઉત્તર પ્રદેશના મુુખ્યમંત્રી બન્યા. તેમણે 15 માર્ચ 2012 સુધી આ પદે કામ કર્યુ.
  • 2004 : જુલાઈ 2004માં તેણી રાજ્યસભા (બીજી વાર) માટે ચૂંટાયા હતા. તેમણે 5 જુલાઈ 2007 સુધી રાજ્યસભા સાંસદ રૂપે કાર્ય કર્યુ.
  • 2004 : તેમણે 58,269 મતના અંતરે અકબરપુરના સાસદ રૂપે પોતાના ચોથો કાર્યકાળ માટે જીત હાંસલ કરી. જો કે તેમણે 5 જુલાઈ 2004ના રોજ લોકસભામાં રાજીનામુ આપી દીધુ.
  • 2002 : 3મે 2002થી 29 ઓગસ્ટ 2003 :તેમણે મુખ્યમંત્રી તરીકે પોતાનો ત્રીજો અલ્પકાલીન કાર્યકાય પૂરોં કર્યો.
  • 1999 : તેમણે 53,389 મતના અંતરે વિજયી થઈ રામ પિયારે સુમનને હરાવી અકબરપુરમાં પોતાની સીટ જાળવી રાખી.
  • 1998 : તેણીએ અકબરપુર મત વિસ્તારથી પોતાના બીજા કાર્યકાળ માટે જીત હાંસલ કરી, જ્યાં તેમણે ડૉ. લલિત પ્રસાદ કન્નૌજિયાને 25, 179 મતે હરાવ્યા.
  • 1997 : તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પોતાના બીજા અલ્પકાળમાં (21 માર્ચથી 20 સપ્ટેમ્બર) સુધી કાર્ય કર્યુ.
  • 1996 : તેણી 1996-1998 સુધી હરૌરા ચૂંટણી વિસ્તારની ઉત્તર પ્રદેશની વિધાયક હતી, જ્યાં તેમણે 2515 મતના અંતરે જીત હાંસલ કરી હતી.
  • 1995 : તેણીને તેમની પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે થોડા સમય માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે સફળતાપૂર્વક કાર્ય કર્યુ હતુ. તેમણે આ પોસ્ટ પર 3 જૂનથી 18 ઓક્ટોબર 1995 સુધી પોતાની સેવા આપી.
  • 1994 : તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા.
  • 1989 : તેણીએ બિજનોર મતદાન ક્ષેત્રમાંથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા અને જીડીપીના મંગલ રામ પ્રેમીને 8879 મતોના માર્જિનથી હરાવ્યો.
  • 1984 : માયાવતી બીએસપીમાં જોડાયા અને કન્સિરા મેમના અનુયાયી બન્યા.

અગાઉનો ઇતિહાસ

  • 1977: માયાવતીએ 1976માં મેરઠ વિશ્વ વિદ્યાલયના વીએમએલજી કોલેજ, ગાજીયાબાદથી બીએડ કર્યુ. તેમણે 1977-1984 સુધી દિલ્હી પ્રશાસનમાં એક શિક્ષક તરીકે કામ કર્યુ. .

માયાવતી ની સિદ્ધિઓ

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી પી.વી નરસિમ્હા રાવે માયાવતીના કેરિયરને "લોકતંત્રનો ચમત્કાર" કહ્યો છે. તેમના ઉલ્લેખનીય જીવન દરમિયાન અનેક મુશ્કેલીઓથી ઘેરાયા બાદ તેઓ એક બળવાન નેતા તરીકે ફરી રાજકારણમાં શામેલ થવા તૈયાર છે અને દેશના સૌથી પ્રભાવશાળી નેતા બનવા તૈયાર છે. 2008 માં ફોબર્સે માયાવતીને દુનિયાની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની સૂચીમાં 59મું સ્થાન આપ્યુ છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+