Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રના ગૃહમંત્રી રાજ નાથ સિંહે ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. જેમણે પાછળથી આરએસએસ સાથેના જોડાણ સાથે સંબદ્ધતાનો ઉપયોગ કરતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા.
By Moumi Majumdar | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

રાજનાથ સિંહ જીવનચરિત્ર

ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રના ગૃહમંત્રી રાજ નાથ સિંહે ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. જેમણે પાછળથી આરએસએસ સાથેના જોડાણ સાથે સંબદ્ધતાનો ઉપયોગ કરતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા.
તેમણે 1977 ની વિધાનસભાની ચૂંટણીમાં મિર્જાપુર મતદારક્ષેત્રથી જેએનપી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમણે કોંગ્રેસના અઝહર ઇમામને હરાવ્યો હતો. તેઓ 1980 અને 1985 ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા. તેમણે બીજેપી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. પાર્ટીના કામ કર્યા બાદ 1988 માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં તેમની નિમણૂંક કરવામાં આવી. 1991 માં, તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ ભાજપ સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા. એપ્રિલ 1994 માં, તેઓ રાજ્યસભામાં ચૂંટાયા. 1997 માં, તેઓ ઉત્તર પ્રદેશમાં ભાજપના એકમના અધ્યક્ષ બન્યા અને 1999 માં તેઓ પરિવહન માટે કેન્દ્રીય કેબિનેટ પ્રધાન બન્યા. તેમના શાનદાર પ્રદર્શનથી તેઓ 2000 માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. 2005 માં તેેમને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2009 માં તેઓ ગાઝિયાબાદ મતદારક્ષેત્રમાંથી 15 મી લોકસભામાં ચૂંટાયા હતા. 2014 માં તેમણે લખનૌ મતવિસ્તારની 16 મી લોકસભાની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને જીત્યા હતા. હાલમાં તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપે છે.

વધુ વાંચો

રાજનાથ સિંહ અંગત જીવન

આખું નામ રાજનાથ સિંહ
જન્મતારીખ 10 Jul 1951 (ઉમર 74)
જન્મસ્થળ ગામ ભભોરા, જિલ્લો-ચંદૌલી (ઉત્તર પ્રદેશ)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય શિક્ષક
પિતાનું નામ શ્રી રામ બદન સિંહ
માતાનું નામ શ્રીમતિ ગુજરાતી દેવી
જીવનસાથીનું નામ શ્રીમતિ સાવિત્રી સિંહ
જીવનસાથીનો વ્યવસાય NA
સંતાન 2 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ

રાજનાથ સિંહ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹2.92 CRORE
સંપત્તિ
₹2.92 CRORE
જવાબદારીઓ
N/A

રાજનાથ સિંહ વિશે રસપ્રદ તથ્યો

તેમણે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે 'ભારત કે વીર' વેબ પોર્ટલ અને એપ્લીકેશનનું પ્રસારણ કર્યુ. અને તેમના દ્વારા શહીદોના પરિવારના કલ્યાણ માટે પહેલ કરી. 2013માં ભ્રષ્ટાચારના આરોપોને કારણે નિતિન ગડકરીના રાજીનામા બાદ રાજનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા.

રાજનાથ સિંહ ની રાજકીય સમયરેખા

  • 2014 : તેમણે લખનઉ મતવિસ્તાથી 16 મી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યાં અને કોંગ્રેસના ઉમેદવાર રીટા ભગુણા જોશીને 2,72,749 મતથી હરાવ્યા. મોદી સરકારમાં તેમને કેન્દ્રિય ગૃહ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2009 : તેમણે ગાઝિયાબાદ મતદારક્ષેત્રથી 15 મી લોકસભાની ચૂંટણી જીતી, તેમણે સુરેન્દ્ર પ્રકાશ ગોયલને 90,681 મતથી હરાવ્યા.
  • 2003 : તેઓ ભારત સરકારના કૃષિ વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી રહ્યા.
  • 2002 : તેમણે હૈદરગઢ મતદારક્ષેત્રમાંથી વિધાનસભાની ચૂંટણી લડી અને જીત્યાં, જેમાં તેમણે એસપીના અરવિંદ સિંહને 24,536 મતથી હરાવ્યા.
  • 2000 : તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
  • 1999 : તેઓ ભારત સરકારના સરફેસ ટ્રાન્સપોર્ટ વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા.
  • 1994 : તેઓ રાજ્યસભામાં ચૂંટાયા.
  • 1991 : તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના ભાજપ સરકારમાં પ્રથમ શિક્ષણમંત્રી બન્યા.
  • 1985 : 4189 મતોના માર્જિન દ્વારા કોંગ્રેસ ના રાફીમાન દ્વારા તેઓ બીજી વિધાનસભાની ચૂંટણી હારી ગયા.
  • 1980 : 1980 ની વિધાનસભા ચૂંટણી તેઓ હારી ગયા, જેમાં તેઓ બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમના અગાઉના હરીફ અઝહર ઇમામ દ્વારા તેઓ 11,660 મતોથી હાર્યા.
  • 1977 : મિર્જાપુર મતદારક્ષેત્રમાંથી જેએનપી ઉમેદવાર તરીકે તેમણે વિધાનસભાની ચૂંટણી લડી અને જીત્યાં પણ. તેમણે કોગ્રેસના અઝહર ઇમામને 12,755 મતથી હરાવ્યા.

રાજનાથ સિંહ ની સિદ્ધિઓ

2003 માં કૃષિ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કિશન કૉલ સેન્ટર અને ખેતી આવક વીમા યોજના શરૂ કરી હતી. તેમણે કૃષિ લોન પરનો વ્યાજદર ઘટાડ્યો હતો. ખેડૂત કમિશનની સ્થાપના કરી અને ખેતી આવક વીમા યોજના શરૂ કરી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+