• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
ગુલામ નબી આઝાદ

ગુલામ નબી આઝાદ

જીવનચરિત્ર

ગુલામ નબી આઝાદે 1973માં ભલસ્વામાં બ્લોક કોંગ્રેસ કમિટિના સચિવ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ પદ છોડી દીધુ અને પછી તેઓ યુવા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા. તેમણે 1980માં મહારાષ્ટ્રમાં વાશિમ મતવિસ્તારથી પોતાની પહેલી સંસદીય ચૂંટણી જીતી. તેમને 1982માં કાયદો, ન્યાય અને કંપની મામલાના મંત્રાલયમાં એક કેન્દ્રીય મંત્રી તરીકે કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ રાજકારણમાં ટોચે પહોંચી ગયા અને તેમણે રાજ્યમંત્રી તરીકે સરકારમાં કેટલીક વધુ મહત્વની ભૂમિકાઓ ભજવી અને તેના પરિણામ સ્વરૂપે 2005માં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2008માં તેમણે મુસલમાનો દ્વારા મોટા પાટે વિદ્રોહ બાદ એક હિંદુ તીર્થસ્થાનના નિર્માણ માટે ભૂમિ હસ્તાંતરણને રદ કરવા માટે તીવ્ર રીતે કામ કર્યુ. એક હિંદુ વિરોધની શરૂઆત કરી જેમાં સાત લોકોના જીવ ગયા. આઝાદના રાજીનામાથી આ ઘટનાનો અંત આવ્યો. તેઓ વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય તરીકે પોતાના પાંચમા કાર્યકાળમાં કાર્યરત છે.

અંગત જીવન

આખું નામ ગુલામ નબી આઝાદ
જન્મતારીખ 07 Mar 1949 (ઉમર 71)
જન્મસ્થળ ગામ સોતી, ભદરવાહ, જિલ્લો ડોડા(જમ્મુ અને કશ્મીર)
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર NULL
વ્યવસાય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી રહમતુલ્લા
માતાનું નામ શ્રીમતિ બાસા બેગમ
જીવનસાથીનું નામ શ્રીમતિ શમીમ દેવ આઝાદ
જીવનસાથીનો વ્યવસાય સમાજ સેવા
દીકરા 1
દીકરી 1

સંપર્ક

કાયમી સરનામુ બંગલો નં. 2, પનામા ચોક, ગાંધી નગર, જમ્મુ.180004 હા.નં. 9, હૈદરપોરા બાયપાસ, શ્રી નગર, જમ્મુ અને કશ્મીર
હાલનું સરનામું 5, સાઉથ એવન્યુ લેન, નવી દિલ્હી-110011
સંપર્ક નંબર 23792052, 23792944,23013292
ઈમેલ azadg@sansad.nic.in

રસપ્રદ તથ્યો

આઝાદ જમ્મુ-કશ્મીરમાં કોંગ્રેસના ત્રીજા મુખ્યમંત્રી છે.

રાજકીય સમયરેખા

 • 2015
  તેઓ પાંચમાં કાર્યકાળ માટે ફરી રાજ્યસભામાં ચૂંટાયા.
 • 2014
  કેન્દ્રિય જળ સંશાધન મંત્રી(વાધારાના પ્રભારી)
 • 2014
  રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા.
 • 2009
  તેઓ ચોથા કાર્યકાળ માટે રાજ્યસભામાં ફરીથી ચૂંટાયા. પછી તેઓ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી તરીકે નિયુક્ત થયા.
 • 2008
  તેઓ ભદ્રવાહથી 29436 મતના અંતરે દયા કૃષ્ણને હરાવી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે ફરીથી ચુંટાયા.
 • 2006
  જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાજ્યના ઇતિહાસમાં સૌથી વધારે મતો સાથે ચૂંટાયા હતા.
 • 2005
  તેમણે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
 • 2004
  તેઓ સંસદીય કાર્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી તરીકે ચૂંટાયા.
 • 2002
  તેઓ ત્રીજા કાર્યકાળ માટે રાજ્યસભામાં ફરીથી ચૂંટાયા હતા.
 • 2000
  વકફ બોર્ડ પર કાયાન્વિત જે.પી.સીના સભ્ય
 • 1999
  વાહનવ્યવહાર, પર્યટન અને સાંસ્કૃતિક સંબંધિત સમિતિના સભ્ય.
 • 1998
  ઉર્જા સંબંધિત સમિતિના સભ્ય, રાજઘાટ સમાધિ સમિતિના સભ્ય.
 • 1996
  તેઓ બીજા કાર્યકાળ માટે રાજ્યસભામાં ફરી ચૂંટાયા.
 • 1993
  સંસદીય કાર્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને પર્યટન મંત્રી.
 • 1991
  સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન.
 • 1990
  રાજ્યસભા માટે ચૂંટાયા.
 • 1986
  ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક પૂરવઠા વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી.
 • 1985
  આઠમી લોકસભાના સભ્ય, બીજા કાર્યકાળ માટે
 • 1983
  માહિતી અને પ્રસારણ વિભાગમાં કેન્દ્રીય ઉપમંત્રી તરીકે કામ કર્યુ.
 • 1982
  તેમને કાયદો, ન્યાય અને કંપની મામલાના મંત્રાલયમાં કેન્દ્રીય ઉપમંત્રી તરીકે નિયુક્ત કરાયા.
 • 1980
  મહારાષ્ટ્રમાં વાશિમ મતવિસ્તારથી સાતમી લોકસભાના સભ્ય બન્યા. જેમાં તેમણે જેએનપી ના એડી પ્રતાપસિંહ રામસિંગને હરાવ્યા.
 • 1980
  સાર્વજનિક ઉપક્રોમની સમિતિના સભ્ય, રક્ષા મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય.
કુલ સંપત્તિN/A
સંપત્તિN/A
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X