• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

જીવનચરિત્ર

રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પૌત્ર છે. તેમની દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ માર્યા ગયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક નાની બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે. રાહુલે 2004 માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું. હાલમાં, તેઓ અમેઠી લોકસભા મતદારક્ષેત્રમાંથી સંસદના સભ્ય છે.

અંગત જીવન

આખું નામ રાહુલ ગાંધી
જન્મતારીખ 19 Jun 1970 (ઉમર 50)
જન્મસ્થળ દિલ્હી
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Post Graduate
વ્યવસાય રાજકારણી
પિતાનું નામ રાજીવ ગાંધી
માતાનું નામ સોનિયા ગાંધી

સંપર્ક

કાયમી સરનામુ 12, તુગલક લેન, નવી દિલ્હી
સંપર્ક નંબર 8004051011
ઈમેલ amethi.inc@gmail.com
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

1991 માં રાજીવ ગાંધીની હત્યા બાદ, તેઓ સુરક્ષાની ચિંતાના કારણોસર ફ્લોરિડામાં રોલીન કોલેજ જતા રહ્યા, જ્યાં તેમણે બીએ પૂર્ણ કર્યુ. રોલિનમાં તેમના અભ્યાસ દરમિયાન, તેમનું ખોટું નામ રાઉલ વીંચી હતું. જેથી તે તેમની ઓળખ છુપાવી શકે. સામાજિક મોરચે તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશન, જવાહરલાલ નેહરુ મેમોરિયલ ફંડ, સંજય ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સિવાય તેઓ એક બિન-નફાકારક આંખની સારવાર માટેનું સેન્ટર ચલાવે છે.
2009 લોકસભા ચૂંટણીઓ દરમિયાન તેમણે સળંગ 6 અઠવાડિયા સુધી દેશભરમાં 125 રેલીઓ યોજી.

રાજકીય સમયરેખા

 • 2018
  વિધાનસભા ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધીએ કર્ણાટકના તમામ 30 જિલ્લાઓમાં મુસાફરી કરી હતી. છેવટે, કોંગ્રેસને 224 માંથી 80 બેઠકો મળી અને રાજ્યમાં ગઠબંધન સરકારની રચના માટે જેડીએસને ટેકો આપ્યો.
 • 2014
  16 મી લોકસભામાં રાહુલ ફરીથી ચૂંટાયા હતા. પાછળથી, તેમને વિદેશી બાબતોની સ્થાયી સમિતિના સભ્ય અને સ્થાયી સલાહકાર સમિતિ, ફાઇનાન્સ અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 • 2013
  રાહુલને જાન્યુઆરી 2013 માં કૉંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટના પદ પર બઢતી આપવામાં આવી હતી.
 • 2013
  ઉત્તર પ્રદેશમાં નિષ્ફળતા પછી, રાહુલને ચૂંટણી ઝુંબેશના વડા બનાવવામાં આવ્યા નહિ.
 • 2012
  2012 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. તેમને 2 મહિનામાં 200 રેલીઓ સંબોધી છે. છેલ્લે, કોંગ્રેસે 28 બેઠકો જીતી.
 • 2011
  ભટ્ટા પારસૌલ ગામમાં ખેડૂતોના આંદોલનમાં રાહુલ ગાંધીએ સક્રિય રીતે ભાગ લીધો. આ આંદોલન હાઇવે પ્રોજેક્ટના જમીન સંપાદન માટે વધુ વળતરની માંગણી માટેનું હતું. યુપી પોલીસે તેમની ધરપકડ કરી. પોલીસે વિરોધ સ્થળ પરથી હટાવી લીધા અને બાદમાં જામીન આપી અને તેમને દિલ્હી-યુપી સરહદ પર છોડી દીધી હતા.
 • 2009
  15 મી લોકસભા માટે એ જ વિસ્તારમાંથી ફરીથી ચૂંટાયા, તેમણે 370000 કરતા વધુ મતોથી તેમના નજીકના પ્રતિસ્પર્ધીને હરાવ્યો. 2009 માં કૉંગ્રેસે 21 લોકસભાની બેઠકો જીતી હતી જેનો શ્રેય રાહુલને ગયો હતો.
 • 2009
  31 ઓગસ્ટ, 2009 ના રોજ માનવ સંસાધન વિકાસની સ્થાયી સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
 • 2007 - 2009
  તેમણે માનવ સંસાધન વિકાસની સ્થાયી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
 • 2007
  રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2007 માટે કૉંગ્રેસની ઝુંબેશની આગેવાની લીધી પરંતુ નિષ્ફળ રહ્યા. કૉંગ્રેસે 403 બેઠકોમાંથી માત્ર 22 બેઠક જીતી હતી.
 • 2007
  24 સપ્ટેમ્બર, 2007 ના રોજ, રાહુલને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, તેમને ભારતીય યુવા કોંગ્રેસના અને એનએસયુઆઈના પ્રભારી મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 • 2004 - 2006
  તેમને હોમ અફેર્સની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 • 2004
  રાહુલે તેમની પ્રથમ લોકસભાની ચૂંટણી અમેઠીથી લડ્યા હતા અને 1 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી. 14 મી લોકસભામાં તેઓ સંસદસભ્ય બન્યા.

અગાઉનો ઇતિહાસ

 • 2002
  તેમને મુંબઇ સ્થિત ટેક્નોલૉજી આઉટસોર્સિંગ કંપની બેકપ્સ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 • 1996
  રાજકારણ પહેલા, રાહુલ ગાંધીએ લંડનમાં મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની મોનિટર ગ્રૂપમાં કામ કર્યું હતું.
કુલ સંપત્તિ15.17 CRORE
સંપત્તિ15.89 CRORE
જવાબદારીઓ72.02 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X