Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એમ. કે. સ્ટાલીન

એમ. કે. સ્ટાલીન
એમ. કે સ્ટાલિન તમિલનાડુના દિગ્ગજ નેતાઓમાંના એક છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

એમ. કે. સ્ટાલીન જીવનચરિત્ર

એમ.કે સ્ટાલિન તમિલનાડુના દિગ્ગજ નેતાઓમાંના એક છે. તેમનું આખુ નામ મુથુવેલ કરુણાનીધી સ્ટાલિન છે. સ્ટાલિનનો જન્મ 1 માર્ચ 1953ના રોજ તમિલનાડુના પ્રમુખ દ્રવિડ નેતા અને તમિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી કલૈગનર એમ.કરુણાનીધી અને તેમની બીજી પત્ની દાયલુ અમ્મલના ઘરે તમિલનાડુમાં થયો હતો. સ્ટાલિનને કરુણાનીધીના ઉત્તરાધિકારી તરીકે નામિત કરવામાં આવ્યા. એમ.કે સ્ટેલિન દ્રમુક પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ છે.

વધુ વાંચો

એમ. કે. સ્ટાલીન અંગત જીવન

આખું નામ એમ. કે. સ્ટાલીન
જન્મતારીખ 01 Mar 1953 (ઉમર 73)
જન્મસ્થળ ચેન્નઈ
પાર્ટીનું નામ Dravida Munetra Kazhagam
ભણતર Graduate
વ્યવસાય સામાજીક સેવા, રાજનેતા
પિતાનું નામ એમ, કરુણાનીધી
માતાનું નામ દયાલુ અમ્મલ
જીવનસાથીનું નામ દુર્ગા સ્ટાલીન
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://www.mkstalin.in/

એમ. કે. સ્ટાલીન કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹8.89 CRORE
સંપત્તિ
₹8.89 CRORE
જવાબદારીઓ
N/A

એમ. કે. સ્ટાલીન વિશે રસપ્રદ તથ્યો

એમ.કે. સ્ટાલિન રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. તેમની મનપસંદ રમતો ક્રિકેટ, બેડમિંટન અને ચેસ છે.

એમ. કે. સ્ટાલીન ની રાજકીય સમયરેખા

  • 2018 : પાર્ટીના અધ્યક્ષ એમ કરૂણાનીધીના નિધન બાદ પાર્ટીની જનરલ કાઉન્સિલ દ્વારા સ્ટાલિનને દ્રમુક પાર્ટીના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા.
  • 2017 : તેમને પાર્ટીના જનરલ કાઉન્સિલ દ્વારા તેમની પાર્ટી ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.
  • 2016 : તેઓ ફરી એકવાર ચેન્નઈના કોલાથુર મતદારક્ષેત્રથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તમિલનાડુ વિધાનના વિરોધ પક્ષના નેતા બન્યા હતા, જે તમિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં સૌથી મજબૂત વિરોધ પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે.
  • 2011 : તેમના અગાઉના મતદારક્ષેત્ર થાઉઝન્ડ લાઈટ્સથી સતત ચાર વખત વિજયી થવા છતાં, તેઓ આ વખતે ચેન્નાઈના કોલાથુર મતદારક્ષેત્રમાં ગયા અને ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
  • 2009 : તેમને રાજ્યના ઉપ મુખ્યમંત્રી તરીકે પદોન્નત કરવામાં આવ્યા. તેઓ તમિલનાડુના પહેલા ઉપમુખ્યમંત્રી બન્યા.
  • 2008 : પાર્ટીના જનરલ કાઉન્સિલ દ્વારા તેઓ ડીએમકેના ખજાનચી તરીકે ચૂંટાયા હતા.
  • 2006 : તેઓ ચોથી વાર ચેન્નઈના થાઉઝેન્ડ લાઈટ્સ મત વિસ્તારથી ધારાસભ્ય ચૂંયાયા. તે રાજ્યના નગરપાલિકા વહીવટ અને ગ્રામીણ વિકાસ મંત્રી બન્યા.
  • 2003 : તેમણે પાર્ટીના જનરલ કાઉન્સિલ દ્વારા પોતાની પાર્ટી દ્રમુકના ઉપ મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
  • 2001 : તેઓ સતત ફરી વખત ચેન્નઈના મેયર ચૂંટાયા.
  • 2001 : તેઓ ત્રીજી વાર થાઉઝન્ડ લાઈટ્સ મતવિસ્તાર, ચેન્નાઈથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 1996 : તેઓ ચેન્નઈના મેયર તરીકે ચૂંટાયા . તેઓ પ્રત્યક્ષ રીતે આ શહેરના પહેલા મેયર બન્યા.
  • 1996 : ચેન્નાઈ થાઉઝન્ડ લાઈટ્સ મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા.
  • 1991 : થાઉઝન્ડ લાઈટ્સ મતવિસ્તારથી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા.
  • 1989 : તેઓ ચેન્નાઈમાં થાઉઝન્ડ લાઈટ્સ મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે એઆઈએનડીએમકેના થમ્બીદુરાઈ સામે મોટા માર્જિનથી જીત મેળવી અને તમિળનાડુ વિધાનસભામાં પ્રવેશ કર્યો.
  • 1984 : તેમને પાર્ટીના યુવા શાખાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તેમણે થાઉઝેન્ડ લાઈટ્લ મત વિસ્તારથી વિધાનસભા ચૂંટણી લડી અને તેઓ હારી ગયા.
  • 1976 : કટોકટી દરમિયાન મીસા અધિનિયમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી અને પોલીસ દ્વારા તેમની સાથે ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો.
  • 1973 : તેઓ દ્રવિડ મુનેત્ર કડગમ(ડીએમકે)ની જનરલ કમિટિ માટે ચૂંટાયા હતા.
  • 1967 : 14 વર્ષની ઉંમરમાં એમ.કે સ્ટાલિનના રાજનૈતિક કેરિયરની શરૂઆત થઈ, તેમણે 1967માં પોતાની પાર્ટી ડીએમકે માટે ચૂંટણી પ્રચાર કર્યો.

એમ. કે. સ્ટાલીન ની સિદ્ધિઓ

સ્ટાલિન જ્યારે શહેરના મેયર હતા ત્યારે તેમણે પ્લસ-ટુ પાસિંગ પરસેન્ટેજ 55થી વધારી 72 કર્યો અને ચેન્નઈમાં કોર્પોરેશન સ્કૂલના ધોરણ વિશે સામાન્ય માનસ બદલ્યો,
તેમણે કુલ 94.5 કરોડના ખર્ચે નવ ફ્લાયઓવર્સનું નિર્માણ કર્યું છે અને 4.92 કરોડના ખર્ચે શહેરમાં રોડ ટ્રાફિક ઘટાડવા માટે ખરચ્યા અનેતેમણે જાપાનની નાણાકીય સહાયથી સફળતાપૂર્વક હોજેનિકલ
વૉટર પ્લાનનું સંચાલન કર્યું છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+