Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમિત શાહ

અમિત શાહ
2014ની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતનો શ્રેય અમિત શાહને આપવામાં આવે છે. તમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં શાનદાર જીત માટે પ્રેરિત કર્યા હતા.
By Rashmi | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

અમિત શાહ જીવનચરિત્ર

2014ની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતનો શ્રેય અમિત શાહને આપવામાં આવે છે. તમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં શાનદાર જીત માટે પ્રેરિત કર્યા હતા. સરખેજના ધારાસભ્ય તરીકે ચાર
કાર્યકાળ આપનારા શાહને મોદીના સૌથી વિશ્વાસપાત્ર સહયોગી માનવામાં આવે છે અને ગુજરાતના
મુખ્યમંત્રી તરીકે મોદીના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્ય સરકારમાં અનેક પ્રમુખ વિભાગો સંભાળ્યા હતા. શાજ એક સમૃદ્ધ વેપાર સામ્રાજ્ય, પીવીસી પાઈપલાઈનોના માલિક છે. અમદાવાદમાં પોતાના કૉલેજ દરમિયાન એર આરએસએસ સ્વંયસેવક બન્યા હતા. આરએસએસમાં તેમના કાર્યકાળ દરમિયાન 1982માં તેઓ મોદીને મળ્યા. અમિત શાહે પોતાની રાજનૈતિક જીવનની
શરૂઆત આરએસએસ વિદ્યાર્થી સંગઠનના નેતા તરીકે કરી અને 1986માં બીજેપીમાં શામેલ

વધુ વાંચો

અમિત શાહ અંગત જીવન

આખું નામ અમિત શાહ
જન્મતારીખ 22 Oct 1964 (ઉમર 61)
જન્મસ્થળ મુંબઈ (મહારાષ્ટ્ર)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર NULL
વ્યવસાય કૃષિવિદ્દ, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ અનિલ ચંદ્ર શાહ
માતાનું નામ શ્રીમતિ કુસુમબેન શાહ
જીવનસાથીનું નામ સોનલ બેન શાહ
જીવનસાથીનો વ્યવસાય સામાજીક કાર્યકર્તા
સંતાન 1 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://amitshah.co.in

અમિત શાહ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹65.25 CRORE
સંપત્તિ
₹65.67 CRORE
જવાબદારીઓ
₹42.1 LAKHS

અમિત શાહ વિશે રસપ્રદ તથ્યો

અમિતશાહની રમતોમાં ખાસ રૂચી રહી છે. તેઓ 2006માં ગુજરાત ચેસ સંઘના અધ્યક્ષ, 2009માં કેન્દ્રિય ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને 2014માં ગુજરાત રાજ્ય ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યા. તેમણે 2009માં ગુજરાત રાજ્ય ક્રિકેટ સંઘના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યુ છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સરકારી શાળાઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચેસની શરૂઆત કરી. તેમના વિદ્યાર્થી કાળમાં જોઈએ તો તેમણે અનેક તકે મંચ પ્રસ્તુતી કરી છે.

અમિત શાહ ની રાજકીય સમયરેખા

  • 2019 : તેમણે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરથી ચૂંટણી લડી. તેમણે એલ કે અડવાણીના મતવિસ્તારથી જીતનો દાવો રજૂ કર્યો.
  • 2017 : તેઓ રાજ્ય સભામાં ચૂંટાયા હતા.
  • 2014 : અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.
  • 2013 : તેમને ગુજરાત સરકારના બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમવામાં આવ્યા.
  • 2012 : 2012 ની વિધાનસભાની ચૂંટણીઓમાં, અમિત શાહે નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કોંગ્રેસ પક્ષના ડૉ. જીતુભાઈ બી. પટેલને હરાવ્યા હતા. આ વખતે તેણે 60,000 થી વધુ મતોથી જીત મેળવી હતી.
  • 2007 : સરખેજના મતદારોએ ફરીથી અમિત શાહને 2,32,832 મતોના માર્જિનથી વિજય આપ્યો. આ વખતે તેમણે કોંગ્રેસ પાર્ટીના શશીકાંત વી. પટેલ (ભુરાભાઈ) ને હરાવ્યો. તેમને ફરીથી રાજ્ય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા અને તેમને ઘર, પરિવહન, પ્રતિબંધ, સંસદીય બાબતો, કાયદો અને ઉત્પાદન શુલ્ક જેવા પ્રમુખ વિભાગોની જવાબદારી આપવામાં આવી હતી.
  • 2002 : અમિત શાહ ફરીથી સરખેજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા અને જીત્યાં. તેમણે 1,58,036 મતના માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ વિઠ્ઠલભાઈ પટેલને પરાજય આપ્યો હતો. અમિત શાહને ગૃહ, ટ્રાન્સપોર્ટ અને નિષેધના મુખ્ય મંત્રાલયો આપવામાં આવ્યા.
  • 2001 : તેઓ બીજેપીના રાષ્ટ્રીય સંયોજક સહકારિતા પ્રચારક બન્યા. અમિત શાહને ગૌરવ યાત્રાના સહ-આયોજક બનાવવામાં આવ્યા હતા.
  • 2000 : અમિત શાહ અમદાવાદ જીલ્લા સહકારી બેંકના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
  • 1999 : તેઓ બીજેપી, ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ બન્યા.
  • 1998 : અમિત શાહ એજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ફરીથી ચૂંટાયા. તેમણે કોંગ્રેસ પાર્ટીના પ્રધાનુભાઈ કનુભાઇ પટેલને હરાવ્યો. પક્ષના મોરચે, તે જ વર્ષે બીજેપી રાજ્યના રાજ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 1997 : તેમણે સરખેજ વિધાનસભા બેઠક પરથી સફળતાપૂર્વક ઉપચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા. તેમણે આશરે 25,000 મતોના માર્જિનથી બેઠક જીતી મેળવી.
  • 1997 : તેઓ ભારતીય જનતા યુવા મોરચાના ખજાનચી બન્યા.
  • 1995 : તેઓ ગુજરાત રાજ્ય નાણા નગર નિગમના અધ્યક્ષ બન્યા.
  • 1989 : તેમને અમદાવાદ શહેર ગુજરાતના બી.જે.પી.ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 1987 : તેમને ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 1982 : તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાતના સંયુક્ત સચિવ બન્યા.
  • 1980 : અમિત શાહ આરએસએસમાં જોડાયા અને ચાર વર્ષથી સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થી સંઘ માટે કામ કર્યું.

અમિત શાહ ની સિદ્ધિઓ

આ પહેલા વર્ષના માત્ર 35,00 શ્રમિકો ટ્રેનિંગ કેમ્પમાં પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લીધો હતો. અમિત શાહના માર્ગદર્શન બાદ 2015માં શિબિરોમાં 7,25000 થી વધુ કાર્યકરો શામેલ થયા. અમિતશાહના નેતૃત્વમાં ભાજપની સભ્યતા 3 કરોડથી વધી 11 કરોડથી વધુ થઈ ગઈ.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+