Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નારા ચંદ્રબાબુ નાયડુ

નારા ચંદ્રબાબુ નાયડુ
નારા ચંદ્ર બાબુ નાયડુ આંધ્રપ્રદેશ ના વર્તમાન મુખ્યમંત્રી અને સાથે તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં પણ ફરજ બજાવે છે.

એમણે ચિત્તૂર જિલ્લાના તિરુપતિ નજીક ચંદ્રગિરીમાં એક યુવા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો .
By Rashmi | Monday, April 29, 2019, 03:21:19 PM [IST]

નારા ચંદ્રબાબુ નાયડુ જીવનચરિત્ર

નારા ચંદ્ર બાબુ નાયડુ આંધ્રપ્રદેશ ના વર્તમાન મુખ્યમંત્રી અને સાથે તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં પણ ફરજ બજાવે છે.

એમણે ચિત્તૂર જિલ્લાના તિરુપતિ નજીક ચંદ્રગિરીમાં એક યુવા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો .કટોકટી પછી, તેઓ 1978 માં કોંગ્રેસમાં જોડાયા.1980 માં તેઓ એન.ટી.આર.ના દીકરી સાથે લગ્નગ્રંથિથી જોડાયા.એન.ટી.આર. એક પ્રસિદ્ધ અભિનેતા અને ટી.ડી.પી.ના સંસ્થાપક હતા. 1983 ની વિધાનસભા ચૂંટણીઓમાં ટી.ડી.પી. ઉમેદવાર સામે હાર મેળવ્યા બાદ, તેઓ કોંગ્રેસ છોડીને ટી.ડી.પી.માં જોડાયા.

1995 માં તત્કાલીન મુખ્યમંત્રી એન ટી રામારાવ-એમના સસુરની સામે સત્તાપરિવર્તન થયુ - અને એમને હરાવી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તેમણે ગાદી સંભાળી.

તેમણે 2004 સુધી મુખ્યમંત્રી તરીકે શાસન કર્યુ, તેમ છતાંય , રાજ્યમાં પોતાની સત્તા જાળવી રાખવામાં તેઓ નિષ્ફળ રહ્યા.

2014 માં એમને ટી.ડી.પી.ની ઈચ્છાને કારણે ફરીથી ચૂંટવામાં આવ્યા અને ભાજપે 175 સીટોમાંથી 102 સીટો પર કબ્જો કર્યો. તેઓ

આંધ્રપ્રદેશના સંયુક્ત રાજ્યના સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનાર મુખ્યમંત્રી છે. તેઓ સૌથી લાંબા સમય સુધી વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

વધુ વાંચો

નારા ચંદ્રબાબુ નાયડુ અંગત જીવન

આખું નામ નારા ચંદ્રબાબુ નાયડુ
જન્મતારીખ 20 Apr 1950 (ઉમર 75)
જન્મસ્થળ ચિત્તૂર,આંધ્રપ્રદેશ
પાર્ટીનું નામ Telugu Desam
ભણતર Post Graduate
વ્યવસાય રાજકારણી તથા સામાજિક કાર્યકર્તા
પિતાનું નામ એન.ખર્જુરા નાયડુ
માતાનું નામ અમનમ્મા
જીવનસાથીનું નામ નારા ભુવનેશ્વરી
જીવનસાથીનો વ્યવસાય વ્યાપાર
સંતાન 1 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ https://ncbn.in/

નારા ચંદ્રબાબુ નાયડુ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹921.46 CRORE
સંપત્તિ
₹931.84 CRORE
જવાબદારીઓ
₹10.38 CRORE

નારા ચંદ્રબાબુ નાયડુ વિશે રસપ્રદ તથ્યો

28 વર્ષની વયે ચંદ્રબાબુ નાયડુ રાજ્યના સૌથી નાની વયના વિધાનસભા સદસ્ય અને મંત્રી તરીકે ચૂંટાયા. નાયડુના નેતૃત્વવાળી તેલુગુ દેશમ પાર્ટીએ વિધાનસભાની 294 માંથી 185 સીટો અને 1999 ની લોકસભાની ચુંટણીમાં 42 માંથી 29 સીટો જીતીને રાજ્યની વિધાનસભામાં બહુમતી મેળવી, જેને કારણે ભાજપની નેતૃત્વવાળી રાજગ ગઠબંધન સરકારમાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ. 2003 માં તેઓ લેન્ડમાઈન હુમલામાં થયેલ એમની હત્યાના પ્રયાસમાં હેમખેમ ઉગરી ગયા. પણ તેમણે કોલરબોન અને હેરલાઈન ફ્રેક્ચરનો સામનો કરવો પડ્યો.

પોતાના બાળપણના સમયે, 9માં ધોરણ સુધી દરરોજ 11 કિમી પગપાળા ચાલીને શાળાએ ભણવા જતા હતા.
1992 માં એમણે હેરીટેજ ગ્રૂપની સ્થાપના કરી જે હાલ દક્ષિણ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ડેરી ઉદ્યોગમાંની એક કંપની બની ગઈ છે.

નારા ચંદ્રબાબુ નાયડુ ની રાજકીય સમયરેખા

  • 2014 : તેલંગાણા રાજ્ય સંયુક્ત આંધ્રપ્રદેશમાંથી બહાર થયા બાદ, તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા. એમણે 8 જૂન 2014 માં આંધ્રપ્રદેશના નવરચિત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
  • 2009 : તેઓ ફરી કુપ્પમથી ચૂંટાયા. એમણે કોંગ્રેસ પાર્ટીના એમ સુબ્રમણ્યમ રેડ્ડીને હરાવ્યા.
  • 2004 : ચંદ્ર બાબુએ ફરી કુપ્પમથી જીત મેળવી. જોકે, 2004 ની વિધાનસભા ચૂંટણીઓમાં ટી.ડી.પી.ની હાર થઈ અને તેમણે સી.એમ. પદેથી રાજીનામું આપી દીધું. એમને આંધ્રપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ સૌથી લાંબા સમય સુધી વિપક્ષના નેતા રહ્યા.
  • 1999 : એન.ચંદ્ર બાબુ નાયડુએ ફરી કુપ્પમથી વિધાનસભા ચૂંટણી જીતી. એમણે કોંગ્રેસના એમ.સુબ્રમણ્ય રેડ્ડીને 65687 મતોના અંતરથી હરાવ્યા.તેઓ રાજ્યના સીએમ તરીકે ચાલુ રહ્યા.
  • 1995 : ચંદ્રબાબુ નાયડુએ 1 સપ્ટેમ્બર 1995 ના રોજ આંધ્રપ્રદેશના 13માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા.
  • 1994 : એમણે કુપ્પમથી વિધાનસભા ચૂંટણી લડી અને આર ગોપીનાથની સામે 56588 મતોના અંતરથી જીત હાંસલ કરી.
  • 1989 : એમણે કુપ્પમ વિધાનસભા સીટ પરથી ફરીથી ચૂંટણી લડી અને કોંગ્રેસના બી.આર. દોરાસ્વામી નાયડુ ના વિરુદ્ધ 6918 મતોથી જીત નોંધાવી. આ પછી તે 1989-1994 સુધી ટી.ડી.પી. માટે પાર્ટી સમન્વયકના રૂપમાં કાર્ય કરતા રહ્યા.
  • 1985 : ચંદ્રબાબુ નાયડુ ટી.ડી.પી.માં અગ્રણી નેતા હતા પરંતુ તેઓ વિધાનસભા ચૂંટણી લડ્યા નહિ.
  • 1984 : નાયડુને પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એના પછી, તેમણે ટી.ડી.પી. માં એક મહત્વપૂર્ણ ભુમિકા ભજવવાનું શરૂ કર્યુ. એમણે એન.ટી.આર.ને મુખ્યમંત્રી પદથી હટાવવાના કોંગ્રેસના પ્રયાસોને નિષ્ફળ કરી નાખ્યા. ત્યારબાદ નાયડુએ એન.ટી.આર.નો વિશ્વાસ સંપાદિત કર્યો પરંતુ 1984-1989 સુધી એમને કોઈ પોર્ટફોલિયો રાખ્યો નહોતો.
  • 1983 : નાયડુને ચંદ્રગિરીમાં ટી.ડી.પી. ના ઉમેદવાર વેંકટરામ નાયડુ મેદસાનીએ અંદાજે 19000 મતો થી હરાવ્યા. નાયડુ ટૂંક જ સમયમાં ટી.ડી.પી. માં શામેલ થઈ ગયા.
  • 1980 : નાયડુ એન. ટી. રામારાવના સંપર્કમાં આવ્યા, જેમને લોકપ્રિય રૂપે એન.ટી.આર. તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક નવી દિશા તરફ વધવા લાગ્યા. 1982 માં એન.ટી.આરે. તેલુગુ દેશમ પાર્ટીનું(ટી.ડી.પી.) ગઠન કર્યુ,પરંતુ નાયડુ કોંગ્રેસ(આઈ)માં રહ્યા.
  • 1978 : 28 વર્ષની વયે, તેમને કોંગ્રેસની ટિકિટ પર ચંદ્રગિરી નિર્વાચન ક્ષેત્ર માટે આંધ્રપ્રદેશ વિધાનસભા(એમએલએ)ના સદસ્ય તરીકે ચૂંટવામાં આવ્યા. તેમણે જેએનપી ના કોંગારા પટ્ટાભિ રામ ચૌધરીને આશરે 2500 મતોથી હરાવ્યા. આ સિવાય,તેમને ટેકનિકલ શિક્ષણ અને છાયાંકન મંત્રી/સિનેમેટોગ્રાફર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ કેબિનેટમાં સૌથી ઓછી વયના મંત્રી રહી ચૂક્યા છે.
  • 1975 : તેઓ યુવા કોંગ્રેસ અધ્યક્ષ, સંજય ગાંધી અને નારલા સાઈકરણના નિકટના સમર્થક બની ગયા.
  • 1973 : ચંદ્રબાબુ નાયડુએ એનજી રંગાના આર્થિક વિચારો પર પીએચડીનો અભ્યાસ છોડી દીધો અને ચિત્તૂર જિલ્લાના તિરુપતિ નજીક ચંદ્રગિરીમાં યુવા કોંગ્રેસના ઝંડા હેઠળ વિદ્યાર્થી નેતાના રૂપમાં રાજનીતિમાં શામેલ થઈ ગયા.

નારા ચંદ્રબાબુ નાયડુ ની સિદ્ધિઓ

નાયડુએ ઇન્ડિયા ટુડેના મિલેનિયમના આઈટી ઇન્ડિયન,ધી ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા બિઝનેસ પર્સન ઓફ ધ યર, ટાઈમ એશિયાથી સાઉથ એશિયન ઓફ ધ યર અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડ્રિમ કેબિનેટમાં સભ્યપદ સહિત અન્ય ઘણા પુરસ્કાર જીત્યા છે. તેમને મે 2017 માં 'ટ્રાન્સફોર્મેટીવ મુખ્યમંત્રી એવોર્ડ' થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+