• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

જીવનચરિત્ર

નરેન્દ્ર દામોદર દાસ મોદી ભારતના 14માં પ્રધાનમંત્રી છે, તેમણે 2014માં ભારતીય જનતા પાર્ટીની પ્રભાવશાળી જીતનું નેતૃત્વ કર્યુ. મોદી વિશેની એક રસપ્રદ વાત એ છે કે તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ રીતે તેઓ પહેલી વાર સાંસદ તરીકે ભારતના પ્રધાનમંત્રી બન્યા. 2014માં બીજેપીએ બહુમતીથી જીતનો શ્રેય મોદીને આપવામાં આવે છે અને આ 1984 બાદ પહેલી વાર થયુ છે. મોદીનો જન્મ વડનગરમાં એક ગુજરાતી પરિવારમાં થયો છે. બાળપણમાં તેઓ પોતાના પિતા સાથે ચાના સ્ટોલ પર મદદ કરતા હતા અને ત્યાર બાદ તેમણે પોતાનો પણ ચાનો સ્ટોલ ચલાવ્યો. મોદી 8 વર્ષની ઉંમરમાં જ આરએસએસના સંપર્કમાં આવ્યા અને આ સંગઠન સાથે તેમની લાંબી સફળ રહી. મોદી 1985માં બીજેપીમાં શામેલ થઈ ગયા. આરએસએસ સાથે લાંબા સમય સુધી રહ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. તેમના રાજનૈતિક પ્રવાસને વેગ ત્યારે મળ્યો જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ચૂંટાયા.

અંગત જીવન

આખું નામ નરેન્દ્ર મોદી
જન્મતારીખ 17 Sep 1950 (ઉમર 70)
જન્મસ્થળ વડનગર, મહેસાણા(ગુજરાત)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ દામોદરદાસ મૂલચંદદાસ મોદી
માતાનું નામ શ્રીમતિ હીરાબેન દામોદરદાસ મોદી
જીવનસાથીનું નામ શ્રીમતિ જશોદાબેન મોદી
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી

સંપર્ક

કાયમી સરનામુ સી-1, સોમેશ્વર ટેનામેન્ટ રાણીપ, અમદાવાદ,ગુજરાત - 382 480
હાલનું સરનામું 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી - 110 011
સંપર્ક નંબર 079-23232611
વેબસાઈટ http://www.narendramodi.in
સોશ્યિલ હેન્ડલ

રસપ્રદ તથ્યો

મોદી જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(એસએસએસ)ના સંપર્કમાં આવ્યા. વર્ષ 1970માં 20 વર્ષની ઉંમરે તેઓ આરએસએસના એક પ્રભાવી નેતા બની ગયા અને 1971માં મોદી ઔપચારિક રીતે આસએસએસમાં શામેલ થઈ ગયા.

રાજકીય સમયરેખા

 • 2019
  બહુમતે લોકસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી બીજા પાંચ વર્ષની ટર્મ માટે વડાપ્રધાન પદે બિરાજમાન થયા.
 • 2014
  નરેન્દ્ર મોદી ભારતના 14માં અને વર્તમાન વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. 26 મી મે, 2014 ના રોજ મોદીએ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ બ્રિટીશ સામ્રાજ્યથી ભારતની સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ વડા પ્રધાન બન્યા હતા.
 • 2012
  મોદી ફરીથી મણિનગરથી ચૂંટાયા. આ વખતે તેણે ભટ્ટ શ્વેતા સંજીવને 34,097 મતોથી હરાવ્યા. તેમણે ફરીથી મુખ્યમંત્રી (ચોથી મુદત) તરીકે શપથ લીધા. પાછળથી તેમણે 2014 માં એસેમ્બલીથી રાજીનામું આપ્યું.
 • 2007
  23, ડિસેમ્બર 2007 ના રોજ, મોદીએ પોતાનો ત્રીજો કાર્યકાળની શરૂ કર્યો જે 20 ડિસેમ્બર 2012 ના રોજ પૂર્ણ થયો. આ વખતે ફરીથી તેમણે મણિનગરથી જીત મેળવી. તેમણે કોંગ્રેસના દિનશા પટેલને હરાવ્યા.
 • 2002
  તેઓ મણિનગરથી ચૂંટણી લડ્યા અને વિધાનસભા ચૂંટણી જીતી. તેમણે 38,256 મતથી કૉંગ્રેસના ઓઝા યાતિનભાઈ નરેન્દ્રકુમારને હરાવ્યા હતા. તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત ચૂંટવામાં આવ્યા.
 • 2001
  કેશુભાઇ પટેલની સ્વાસ્થ્ય બગડ્યુ અને ભાજપે પેટા-ચૂંટણીમાં કેટલીક રાજ્ય વિધાનસભાની બેઠકો ગુમાવી હતી. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વમાં પટેલની જગ્યાએ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું. 7 ઓક્ટોબર 2001 ના રોજ, મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 24 ફેબ્રુઆરી 2002 ના રોજ, તેમણે રાજકોટ - બીજા મતવિસ્તારની ચૂંટણીમાં જીતી મેળવી. તેમણે કોંગ્રેસના અશ્વિન મહેતાને 14,728 મતોથી હરાવ્યા હતા. આ તેમનો પહેલો અને ખૂબ ટૂંકા ગાળો હતો.
 • 1995
  તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે ચૂંટાયા અને નવી દિલ્હી સ્થાનાંતરિત થયા. તેમણે હરિયાણા અને હિમાચલ પ્રદેશની ચૂંટણી ઝુંબેશની આગેવાની લીધી હતી. 1996 માં મોદીને ભાજપના મહાસચિવ (સંસ્થા) નુ પદ સોંપાયુ.
 • 1990
  મોદીએ 1990માં લાલકૃષ્ણ અડવાણીની રામ રથ યાત્રા અને 1991માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રા આયોજીત કરવામાં મદદ કરી.
 • 1987
  મોદીને ભાજપના ગુજરાત એકમના આયોજન સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
 • 1986
  એલ.કે અડવાણી બાદ મોદી ભાજપના અધ્યક્ષ બન્યા. આ સમયે આરએસએસએ બીજેપીની અંદર પોતાના સભ્યોને મહત્વના પદો પર મુકવાનો નિર્ણય કર્યો.
 • 1985
  મોદીને આરએસેસ દ્વારા બીજેપીને સોંપવામાં આવ્યા. 1987માં મોદીને અમદાવાદ નગરપાલિકા ચૂંટણીમાં જુંબેશમાં મદદ કરી અને આ ચૂંટણીમાં બીજેપીએ જીત મેળવી.
 • 1979
  તેઓ દિલ્હીમાં આરએસએસ સાથે કામ કરવા ગયા. જ્યાં તેમને કટોકટીના ઇતિહાસના વિશે આરએસએસના સંસ્કરણના શોધ અને લેખનનું કામ સોંપવામાં આવ્યું હતું.
 • 1978
  તેઓ આરએસએસના સંભાગ પ્રચારક બન્યા. સુરત અને વડોદરામાં થનારા સંઘના કાર્યક્રમોમાં આગળ ચાલી ભાગ લીધો.
 • 1975
  આસએસએસ દ્વારા નરેન્દ્ર મોદીને " ગુજરાત લોક સંઘ સમિતિ" ના મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઈમરજન્સી દરમિયાન ઘરપકડથી બચવા માટે તેમણે અંડરગ્રાઉન્ડ થવું પડ્યુ. તેઓ સરકારનો વિરોધ કરનારી પૈમ્ફેલ્ટની પ્રિન્ટિંગમાં શામેલ હતા.

અગાઉનો ઇતિહાસ

 • 1967
  1967માં તેમણે વડનગરમાં પોતાની ઉચ્ચ માધ્યમિક શિક્ષા પૂરીં કરી. કૌટુંબિક તનાવને કારણે તેમણે પોતાનું ઘર છોડી દીધુ. મોદીએ ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતની યાત્રામાં બે વર્ષ વિતાયા.
 • 1960s
  મોદીએ બાળપણમાં વડનગર રેલ્વે સ્ટેશન પર ચા વેંચવામાં પોતાના પિતાની મદદ કરી હતા. પછી તેમણે બસ સ્ટેન્ડ પાસે પોતાના ભાઈ સાથે એક ચાનો સ્ટોલ શરૂ કર્યો.
કુલ સંપત્તિ2.51 CRORE
સંપત્તિ2.51 CRORE
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

આલ્બમ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X