Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસનું આખુ નામ દેવેન્દ્ર ગંગાધર ફડણવીસ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય રાજનેતા છે.
By Rashmi | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

દેવેન્દ્ર ફડણવીસ જીવનચરિત્ર

દેવેન્દ્ર ફડણવીસનું આખુ નામ દેવેન્દ્ર ગંગાધર ફડણવીસ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય રાજનેતા છે. તેઓ મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી છે. 22 જુલાઈ 1970ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં
બ્રાહ્મણ કુટુંબમાં ફડણવીસનો જન્મ થયો હતો. તેઓ 44 વર્ષની ઉંમરમાં શરદ પવાર બાદ મહારાષ્ટ્રના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બન્યા. તેમણે 31 ઓક્ટોબર 2014ના રોજ મુંબઈના વાનખેડેે સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદે શપથ લીધા. ફડણવીસે નાગપુરની સરકારી લૉ કૉલેજમાં એડમિશન લીધુ અને 1992માં સ્નાતકની ઉપાધી મેળવી અને બિઝનસ મેનેજમેન્ટમાં એમએની ડીગ્રી અને ડીએસઈ, બર્લિનથીપ્રોજેક્ટ મેન્જમેન્ટમાં ડિપ્લોમાં કર્યો છે. દેવેન્દ્રએ 2006માં અમૃતા રાનાડે સાથે લગ્ન કર્યા. તેઓ નાગપુરમાં એક્સિસ બેંકના એસોસિએટ ઉપાધ્યક્ષ છે. બંનેને એક 5 વર્ષની દિકરી છે, જેનું નામ દિવિઝા ફડણવીસ છે.

વધુ વાંચો

દેવેન્દ્ર ફડણવીસ અંગત જીવન

આખું નામ દેવેન્દ્ર ફડણવીસ
જન્મતારીખ 22 Jul 1970 (ઉમર 55)
જન્મસ્થળ 22 જુલાઈ, 1970
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ ગંગાધર ફડણવીસ
માતાનું નામ સરિતા ફડણવીસ
જીવનસાથીનું નામ અમૃતા રાનાડે
જીવનસાથીનો વ્યવસાય એક્સિસ બેન્કના એસોસિયેટ વાઇસ પ્રેસિડન્ટ
સંતાન 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://www.devendrafadnavis.in

દેવેન્દ્ર ફડણવીસ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹12.65 CRORE
સંપત્તિ
₹13.27 CRORE
જવાબદારીઓ
₹62 LAKHS

દેવેન્દ્ર ફડણવીસ વિશે રસપ્રદ તથ્યો

દેવેન્દ્ર ફડણવીસ કાયદાની ડિગ્રી ધારક છે પરંતુ તેઓ કાયદાની પ્રેક્ટિસ કરતા નથી. તેઓ એબીવીપીના સક્રિય સભ્ય હતા અને યુવાનોને સમાજના પુનઃનિર્માણ માટે પ્રેરિત કરતા હતા. તેઓ દિવાલો પેઇન્ટ કરતા અને તેમના પર રાજકારણીઓના પોસ્ટરો લગાવતા હતા. દેવેન્દ્ર ફડણવીસે આરએસએસ શાખામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી.22 વર્ષની વયે તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા.

દેવેન્દ્ર ફડણવીસ ની રાજકીય સમયરેખા

  • 2014 : ફડણવીસે તેમની નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક જાળવી રાખી. આ વખતે તેમણે પ્રફુલ્લા વિનોદ ગુદાધી (પાટિલ) ને હરાવ્યો. બીજેપીની વિશાળ જીત પછી, ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે 31 ઓક્ટોબર 2014 ના રોજ શપથ લીધા.
  • 2013 : ફડણવીસને બીજેપી મહારાષ્ટ્રના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2010 : તેઓ મહારાષ્ટ્ર બીજેપીના મહાસચિવ તરીકે નિયુક્ત થયા.
  • 2009 : દેવેન્દ્ર ફડનવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમથી ચૂંટણી લડી અને ફરીથી વિધાનસભાની ચૂંટણી જીતી. તેમણે કોંગ્રેસના વિકાસ પાંડુરંગ ઠાકરેને હરાવ્યા.
  • 2004 : ફડણવીસે પશ્ચિમ નાગપુરની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દેશમુખ રણજીતબાબુને 17,610 મતથી હરાવી જીત મેળવી.
  • 2001 : તેઓ BJYM ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.
  • 1999 : તેઓ નાગપુર વેસ્ટના મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે કૉંગ્રેસના અશોક ધવાડ સામે 9087 મતોથી વિજય મેળવી.
  • 1997 : તેમને ફરીથી નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે નિયુક્ત કરાયા.
  • 1992 : 22 વર્ષની વયે તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા.
  • 1990 : તેઓ બીજેવાયએમ માટે નાગપુરના પદાધિકારી બન્યા.
  • 1986 to 1989 : કોલેજના દિવસો દરમ્યાન ફડણવીસ એબીવીપીનો સક્રિય સભ્ય હતા. પછી તેઓ બીજેપીમાં જોડાયા અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના રામ નગર વાર્ડના કલેક્ટર તરીકે શરૂઆત કરી. પાછળથી, તેઓ માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ નાગપુરના સૌથી નાના મેયર બન્યા.

અગાઉનો ઇતિહાસ

  • 2014: 31 ઓકટોબર 2014 ના રોજ ફડણવીસે મહારાષ્ટ્ર બીજેપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2001: તેઓ BJYM રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.
  • 1999: તેઓ 2014 સુધી સતત ત્રણ કાર્યકાળ માટે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
  • 1997: તેમણે ફરીથી નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે નિયુક્ત થયા.
  • 1992: 22 વર્ષની વયે તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા.
  • 1990: તેઓ બીજેવાયએમ માટે નાગપુરના પદાધિકારી બન્યા.

દેવેન્દ્ર ફડણવીસ ની સિદ્ધિઓ

તેઓ પોતાની બૌદ્ધિક કુશળતા અને વ્યાવસાયિક પ્રામાણિકતા માટે જાણીતા છે.
2002-03માં રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને સર્વશ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર એનાયત કરાયો હતો.
પુણેના મુકતચંદ દ્વારા સ્વ. પ્રમોદજી મહાજનની યાદમાં તેમને શ્રેષ્ઠ સાંસદ એવોર્ડ મળ્યો હતો. નાસિકાના પ્રુણવાદ પરિવાર દ્વારા રાજયોગી નેતા એવોર્ડ એનાયત થયો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+