Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણ
શિવરાજ સિંહ ચૌહાણ વર્તમાનમાં મધ્યપ્રેદશના પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક છે.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

શિવરાજ સિંહ ચૌહાણ જીવનચરિત્ર

શિવરાજ સિંહ ચૌહાણ વર્તમાનમાં મધ્યપ્રેદશના પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેમણે રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકર્તા તરીકે પોતાની સેવા શરૂ કરી. તેઓ 13 વર્ષની ઉંમરમાં 1972માં એરએસએસમાં શામેલ થઈ ગયા. ત્યારથી લઈ આજ સુધી તેઓ અલગ-અલગ સ્વરૂપે પોતાની સેવા આપતા રહ્યા છે. તેઓ મધ્ય પ્રદેશની વિદિશા લોકસભાની સીટથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. વર્તમાનમાં શિવરાજ સિંહોર જિલ્લાના બુધની વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે. શિવરાજ સિંહ ભાજપના પહેલા એબીવીપીમાં અલગ અલગ પદો પર રહી ચૂક્યા છે. સ્ત્રી શસક્તિકરણ ક્ષેત્રે સૌથી વધુ યોજના
ચાલવનારા મધ્યપ્રદેશના એક માત્ર સીએમ છે. શિવરાજના કાર્યકાળમાં ગાંવ કી બેટી યોજના, જનની સુરક્ષા અને જનની પ્રસવ યોજના, સ્વાગતમ લક્ષ્મી યોજના, ઉષા કિરણ યોજના, તેજસ્વીની, વન સ્ટોપ ક્રાઈસિસ સેંટર, લાડો અભિયાન, પ્રમુખ છે. શિવરાજ બાળપણથી જ તરવાનો શોખ ધરાવે છે. બાળપણમાં તેમણે નર્મદા નદીમાં પોતાનો ઘણ સમય વિતાવ્યો છે. આ જ કારણે તેમનો નર્મદા પ્રત્યે લગાવ વધુ છે.

વધુ વાંચો

શિવરાજ સિંહ ચૌહાણ અંગત જીવન

આખું નામ શિવરાજ સિંહ ચૌહાણ
જન્મતારીખ 05 Mar 1959 (ઉમર 67)
જન્મસ્થળ સિહોર, મધ્યપ્રદેશ
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Post Graduate
વ્યવસાય ખેડૂત
પિતાનું નામ પ્રેમ સિંહ ચૌહાણ
માતાનું નામ સુંદરબાઈ ચૌહાણ
જીવનસાથીનું નામ સુધના સિંહ ચૌહાણ
સંતાન 2 પુત્ર
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://www.shivrajsinghchouhan.org/

શિવરાજ સિંહ ચૌહાણ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹8.34 CRORE
સંપત્તિ
₹8.99 CRORE
જવાબદારીઓ
₹64.12 LAKHS

શિવરાજ સિંહ ચૌહાણ વિશે રસપ્રદ તથ્યો

શિવરાજ સૌથી યુવા આસએસએસ સ્વયંસેવક છે. 1975માં કટોકટી દરમિયાન તેમને કેદ કરવામાં
આવ્યા હતા. 1988માં તેમણે કોંગ્રેસ સરકારને ચેલેન્જ કરી કે ભોપાલમાં 7 ઓક્ટોબરની રેલી પર સત્તારૂઢ દળ વિરુદ્ધ ઓછામાં ઓછા 40 હજાર લોકો તેમની સાથે ઉભા રહેશે. જિલ્લા વહીવટની તમામ વ્યવસ્થા છતાં લગભગ 1 લાખ લોકો ભોપાલ પહોંચ્યાા, જેથી તેમનું સમર્થન કરી શકે. કબડ્ડી, ક્રિકેટ અને વૉલીબોલ તેમની ગમતી રમતો છે. તેઓ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ ખેલ સંસ્થાનો સાથે જોડાયેલા છે.

શિવરાજ સિંહ ચૌહાણ ની રાજકીય સમયરેખા

  • 2013 : તેમણે મધ્યપ્રદેશમાં ત્રીજી વખત જીત મેળવી અને ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. તેઓ રાજ્યના સૌથી લાંબી સેવા આપનારા મુખ્યમંત્રી છે.
  • 2008 : તેમણે ભાજપન વિધાનસભાની ચૂંટણીઓમાં સતત બીજી વખત જીત મેળવી. 12 ડિસેમ્બર 2008 ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ સંભાળ્યુ.
  • 2006 : તેમણે 1990માં રાજકારણ ક્ષેત્રે પોતાની યાત્રા શરૂ કરતા બુધની વિધાનસભામાં ઉપચૂંટણી જીતી.
  • 2005 : 2005માં બીજેપી મધ્યપ્રદેશના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 29 નવેમ્બર 2005માં તેમને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2004 : શિવરાજ સિંહે સતત 5 મી વખત 14 મી લોકસભામાં જીત મેળવી. તેઓ કૃષિ સમિતિના સભ્ય હતા; નફા કચેરીઓ પર સંયુક્ત સમિતિના સભ્ય બન્યા. તેમણે લોકસભાની હાઉસિંગ કમિટિની આગેવાની લીધી.
  • 1999 : તેમણે વિદિશા લોકસભા સીટથી ચોથીવાર જીત મેળવી. તેઓ હાઉસ કમિટિ (લોકસભા) અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ બન્યા.
  • 1998 : તેઓ 12મી લોકસભામાં ફરીથી ચૂંટાયા. તેમને શહેરી અને ગ્રામીણ વિકાસ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. 1898-99માં તેઓ ગ્રામીણ અને રોજગાર મંત્રાલયના ઉપ સમિતિના સભ્ય બન્યા.
  • 1996 : એકવાર ફરી તેઓ 11મી લોકસભામાં ફરીથી ચૂંટાયા. આ સમય દરમિયાન તેઓ શહેરી અને ગ્રામીણ વિકાસ, માનવ સંસાધન વિકાસ, હિંદી સલાહકાર સમિતિ અને શ્રમ કલ્યાણ પર વિવિધ લોકસભા સમિતિઓના સક્રિય સભ્ય રહ્યા.
  • 1992 : તેઓ ભારતીય જનતા યુવા મોર્ચાના મહાસચિવ બન્યા.
  • 1991 : અટલ બિહારી વાજપેયીએ વિદિશા સંસદીય સીટથી રાજીનામુ આપી દીધુ. શિવરાજ સિંહ ચૌહાણના બીજેપી ઉમેદવાર બનાવવામાં આવ્યા અને આ સીટ જીતી ઓછી ઉંમરના સાંસદોની સૂચીમાં શામેલ થઈ ગયા.
  • 1990 : 31, વર્ષની ઉંમરમાં શિવરાજ બુધની મત વિસ્તારથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેમણે 22,000થી વધુના મતે કોંગ્રેસના પ્રતિદ્વન્દિને હરાવ્યા.
  • 1988 : તેઓ બીજેપીના મધ્યપ્રદેશના યુવા મોર્ચાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
  • 1984 : શિવરાજ સિંહ ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના યુવા મોર્ચાથી પાર્ટીમાં શામેલ થયા અને વર્ષ દરમિયાનમાં જ તેઓ સંયુક્ત સચિવ બની ગયા.

અગાઉનો ઇતિહાસ

  • 1978: તેઓ એબીવીપી, મધ્યપ્રદેશના સંયુક્ત સચિવ બન્યા. 1980માં તેમણે મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા અને ફરી 1982માં રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય બન્યા.
  • 1977: શિવરાજ સ્વયંસેવક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) માં જોડાયા. ત્યારે તેઓ સૌથી યુવાન સ્વયંસેવક હતા. તે પછી તેઓ અખિલ ભારતીય વિદ્યાલય પરિષદ (એ.બી.વી.પી.), ભોપાલના આયોજન સચિવ બન્યા.
  • 1975: 16 વર્ષની ઉંમરમાં તેમણે મૉડલ હાયર સેકન્ડરી સ્કૂલ સ્ટુડન્ટ યિનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.

શિવરાજ સિંહ ચૌહાણ ની સિદ્ધિઓ

13 ડિસેમ્બર 2016 ના રોજ તેમને સુર્યોદય માનવતા સેવા સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
2003 પહેલાં મધ્યપ્રદેશ નબળું રાજ્ય માનવામાં આવતું હતું. શિવરાજની આગેવાની હેઠળ, રાજ્યમાં પ્રભાવશાળી જીડીપી વૃદ્ધિ જોવા મળી છે. 2014-15માં રાજ્યનો વૃદ્ધિદર 10.19% નોંધાયો હતો.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+