Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ
કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ(કેસીઆર) તેલંગાણાના પહેલા મુખ્યમંત્રી છે. જે તેલંગાના રાજ્ય આંધ્ર પ્રદેશથી અલગ થયા બાદ સત્તામાં આવ્યા.
By Rashmi | Thursday, May 30, 2019, 02:48:00 PM [IST]

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ જીવનચરિત્ર

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ(કેસીઆર) તેલંગાણાના પહેલા મુખ્યમંત્રી છે. જે તેલંગાના રાજ્ય આંધ્ર પ્રદેશથી અલગ થયા બાદ સત્તામાં આવ્યા. તેઓ ક્ષેત્રીય રાજનૈતિક દળ તેલંગાના રાષ્ટ્ર સમિતિના નેતા અને અધ્યક્ષ છે. તેઓ સિદ્દીપેટ જિલ્લાના ગજવેલ મત વિસ્તારના ધારાસભ્ય છે. આ પહેેલા તેમણે સિદ્દીપેટથી આંધ્ર પ્રદેશના ધારાસભ્ય અને વિધાયક અને મહેબૂબા, કરીમ નગર અને મેદકના સાંસદ તરીકે કામ કર્યુ. ઉસ્માનિય વિશ્વવિદ્યાલય હૈદરાબાદથી સાહિત્યમાં એમએ પૂરું કર્યા બાદ તેમણે
યુવા કોંગ્રેસ સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો. આ સમય દરમિયાન કોંગ્રેસ ખરાબ સ્થિતિમાં હતી, જો કે તેઓ સંજય ગાધી સાથે ઉભા હતા અને તેમનો સાથ જાળવી રાખ્યો. 1983માં તેઓ ટીડીપીમાં શામેલ થઈ ગયા અને પછી 2001માં તેમણે ટીડીપીમાંથી રાજીનામુ આપી દીધુ અને અલગ રાજ્યની માંગ સાથે લોકો માટે ઉભા થયા. તેમનું માનવું હતુ કે એક અલગ રાજ્ય એકમાત્ર સમાધાન છે. 2001માં તેમણે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ) પાર્ટીનું ગઠન કર્યુ. ઓગસ્ટ 2006માં તેમણે તેલંગાણાને કારણે કેન્દ્રિય મંત્રીમંડળથી રાજીનામુ આપી દીધુ અને નવી દિલ્હીમાં જંતર-મંતરમાં ભુખ હડતાળ પર બેઠા. 29 નવેમ્બર 2009માં તેઓ ફરીથી ભુખ હડતાળ પર ઉતર્યા. પછી સરકાર દ્વારા ભારતને એક અલગ રાજ્ય તેલંગાણાની ગઠન પ્રક્રિયા શરૂ કરાશે, તેવી ઘોષણા બાદ તેમણે 9 ડિસેમ્બર 2009માં ભુખ હડતાળ ખતમ કરી દીધી.

વધુ વાંચો

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ અંગત જીવન

આખું નામ કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ
જન્મતારીખ 17 Feb 1954 (ઉમર 72)
જન્મસ્થળ સિદ્ધિપેટા, તેલંગાના
પાર્ટીનું નામ Bharat Rashtra Samithi
ભણતર Graduate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ રાઘવાર રાવ
માતાનું નામ વેંકટમ્મા
જીવનસાથીનું નામ શોભા
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.28 CRORE
સંપત્તિ
₹15.16 CRORE
જવાબદારીઓ
₹7.88 CRORE

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ વિશે રસપ્રદ તથ્યો

ચંદ્રશેખર રાવે પોતાના સામાજીક કાર્યો દરમિયાન નબળા અને ગરીબોના ઉત્થાન માટે પ્રયત્નો કર્યા. તેમણે નીચેના કેટલાક મહત્વના કામ કર્યા..
1)2004માં કરીમનગરમાં લગભગ એક કરોડ રૂપિયાનું વૃક્ષારોપણ કર્યુ.
2)મુસ્લિમ અલ્પસંખ્યકો માટે અનેક ઘરોનુું નિર્માણ કરાવ્યુ.
3)સિદ્દીપેટ મત વિસ્તારથી પૂર પ્રભાવિત 145 નિવાસિયોને પેયજળની પૂર્તિ કરાવી, પોતાના નવરાશના સમયમાં તેઓ બેડમિંટન રમે છે. રાવ, જ્યોતિષ, અંક વિજ્ઞાન અને વાસ્તુમાં વિશ્વાસ ધરાવે છે. મહત્વના કામ કે ઉદ્ઘાટન માટે સમય નક્કી કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લે છે. નબર 6 તેમનો ભાગ્યશાળી નંબર ગણાય છે.

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ ની રાજકીય સમયરેખા

  • 2018 : 6 સપ્ટેમ્બર 2018 ના રોજ, તેમણે રાજ્યમાં ટીઆરએસ સરકાર ભંગ કરી દીધી અને મુખ્યમંત્રી પદ થી રાજીનામું આપ્યું. ત્યારબાદ રાજયમાં રાષ્ટ્રપતિ શાસનને અમલમાં મૂકવામાં આવ્યું.
  • 2014 : આંધ્રપ્રદેશથી તેલંગણાને અલગ કર્યા પછી, તેમણે ગજવેલ અને મેદકની વિધાનસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક ચૂંટણી લડી. આ ઉપરાંત તેઓ 16 મી લોકસભાની ચૂંટણીમાં પણ લોકસભામાં ચૂંટાયા હતા. પરંતુ તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું અને તેલંગણાના મુખ્ય પ્રધાન બન્યા.
  • 2009 : તેઓ 2016 સુધીમાં દેવારકોન્ડા વિઠ્ઠલ રાવ (આઈએનસી) ને હરાવી મહબૂબનગરથી લોકસભામાં ચૂંટાયા હતા. તે ઉપરાંત, તેઓ તેલંગાણા રાષ્ટ્ર સંમિતિ સંસદીય દળ, લોકસભાના નેતા બન્યા. ઊર્જા અને નિયમો પરની સ્થાયી સમિતિના સભ્ય.
  • 2008 : 3 માર્ચ 2008 ના રોજ લોકસભામાંથી રાજીનામું આપ્યું.
  • 2006 : તેમણે 23 સપ્ટેમ્બર, 2006 ના રોજ લોકસભામાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ 7 ડિસેમ્બરે 2006 ની સમાન બેઠક પરથી ઉપચૂંટણીમાં 14 મી લોકસભામાં ફરીથી ચૂંટાયા.
  • 2004 : તેઓ કરિમનગરથી 14 મી લોકસભા ચૂંટાયા હતા. તેમણે ચેન્નામનેની વિદ્યાસાગર રાવ (બીજેપી) ને હરાવ્યો. પાછળથી તે શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન બન્યા.
  • 2003 : તેમણે ન્યુ સ્ટેટ્સ નેશનલ ફ્રન્ટ, કન્વેનર તરીકે સેવા આપી હતી.
  • 2001 : તેમણે તેલગુ દેશમ પાર્ટીના ડેપ્યુટી સ્પીકર ઑફિસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અને 2001માં 'તેલંગણા રાષ્ટ્ર સમિતિ' (ટી.આર.એસ.) શરૂ કરી. ઉપરાંત તેમણે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક લડ્યા હતા
  • 1999 : તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા અને પછી 1999-2001થી આંધ્ર પ્રદેશ વિધાનસભાના નાયબ અધ્યક્ષ બન્યા હતા.
  • 1997 : સાર્વજનિત ઉપક્રમની સમિતિના સભ્ય(1995 - 96). તેઓ 1997 થી 2000 સુધી આંધ્રપ્રદેશના પરિવહન કેબિનેટ મંત્રી રહ્યા.
  • 1995 : સાર્વજનિક ઉપક્રમોની સમિતિના સભ્ય (1995 - 96).
  • 1994 : તેઓ ફરીથી સિદ્દીપેટના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 1993 : 1994 સુધી તેલુગુ દેશમ પાર્ટી (ટી.ડી.પી.)ના રાજ્ય સચિવ રહ્યા.
  • 1992 : 1 વર્ષ માટે સાર્વજનિક ઉપક્રમોની સમિતિના અધ્યક્ષ રહ્યા.
  • 1989 : તેઓ કોંગ્રેસના અનંતુલા મદન મોહનને પરાજય આપીને સિદ્દીપેટથી વિધાનસભામાં ફરીથી ચૂંટાયા હતા. પાછળથી તેઓ 1989 થી 1993 સુધીમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના જીલ્લા પક્ષના પ્રમુખ બન્યા.
  • 1988 : આંધ્રપ્રદેશ સરકારના દુકાળ પ્રધાન, (1988 - 89).
  • 1987 : રાજ્ય પ્રધાન, સરકાર આંધ્ર પ્રદેશ (1987-88).
  • 1985 : તેઓ સિદ્દીપેટ મતદારક્ષેત્રના ધારાસભ્ય તરીકે આંધ્રપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસના મહેન્દ્ર રેડ્ડીને હરાવ્યો.
  • 1983 : કે.સી.આરએ તેલગુ દેશમ પાર્ટી જોઈન્ટ કરી.
  • 1982 : કે.સી.સી. રાઘવપુર પ્રાયમરી એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ સોસાયટી (પી.એ.સી.એસ.), સિદ્દીપેટના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. સાથે સાથે તે યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા.
  • 1980 : સંજય ગાંધીના માર્ગદર્શન હેઠળ કેસીઆર આંધ્ર પ્રદેશ યુથ કોંગ્રેસમાં જોડાયા હતા.

કુલ્વાકુંતલા ચંદ્રશેખર રાવ ની સિદ્ધિઓ

વર્ષ 2014 ના ભારતીય સીએનએન-આઈબીએન પર લોકપ્રિય ચોઇસ એવોર્ડ.
કૃષિ નેતૃત્વ એવોર્ડ 2017.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+