Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભૂપેશ બઘેલ

ભૂપેશ બઘેલ
ભૂપેશ બઘેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને છત્તીસગઢ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી છે. ડિસેમ્બર
2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત સાથે જીત મળ્યા બાદ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ભૂપેશ બઘેલ જીવનચરિત્ર

ભૂપેશ બઘેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને છત્તીસગઢ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી છે. ડિસેમ્બર
2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત સાથે જીત મળ્યા બાદ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. શરૂઆતથી જ સામાજીક કાર્યોમાં રૂચી ધરાવતા બઘેલ પોતાના વિદ્યાર્થી જીવનમાં જ રાજકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા. સ્નાતકના અભ્યાસ સમયે તેમણે અનેક રાજકીય પ્રવૃતિઓ અને અભિયાનમાં આગળ ચાલી ભાગ લીધો. તેમને અનેક સકારાત્મક સામાજીક પરિવર્તનની પહેલ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. લગ્નમાં પૈસાની બરબાદી રોકવા માટે તેમનું અભિયાન સૌથી સફળ અભિયાન રહ્યુ છે. આ અભિયાન હેઠળ ઓછામાં ઓછા બજેટમાં લગ્ન કરાવવામાં આવતા. તેઓ લગભગ દર વર્ષે સામૂહિક લગ્નનું આયોજન કરાવે છે.

વધુ વાંચો

ભૂપેશ બઘેલ અંગત જીવન

આખું નામ ભૂપેશ બઘેલ
જન્મતારીખ 23 Aug 1961 (ઉમર 64)
જન્મસ્થળ પાટન
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Post Graduate
વ્યવસાય કૃષિ
પિતાનું નામ નંદ કુમાર બઘેલ
માતાનું નામ બિંદેશ્વરી બઘેલ
જીવનસાથીનું નામ મુક્તેશ્વરી બઘેલ
જીવનસાથીનો વ્યવસાય ખેતી અને વેપારમાંથી આવક
સંતાન 1 પુત્ર 3 પુત્રી
ધર્મ હિન્દુ

ભૂપેશ બઘેલ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹22.47 CRORE
સંપત્તિ
₹23.05 CRORE
જવાબદારીઓ
₹58.33 LAKHS

ભૂપેશ બઘેલ વિશે રસપ્રદ તથ્યો

છત્તીસગઢમાં રમનસિંહના નેતૃત્વ વાળી ભાજપને હરાવી કોંગ્રેસને સત્તામાં લાવવામાં ભૂપેશ બઘેલની મહત્વની ભૂમિકા રહી છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે 90માંથી 68 સીટો જીતી પૂર્ણ બહુમત હાંસલ કર્યો હતો.

ભૂપેશ બઘેલ ની રાજકીય સમયરેખા

  • 2018 : બઘેલે પાટનથી ફરી એક વાર શાનદાર જીત મેળવી. તેમણે ભાજપના મોદીલાલ સાહુને 27477 મતથી હરાવ્યા. સાથે જ તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.
  • 2014 : બઘેલને છત્તીસગઢ રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.
  • 2013 : 2013માં બઘેલ વિધાનસભાની ચૂંટણી સફળતાપૂર્વક લગ્યા અને ફરીથી પાટનના ધારાસભ્ય બન્યા.
  • 2009 : દુર્ગ સીટથી તેમણે ફરીથી કોંગ્રેસની ટીકીટ પર લોકસભા ચૂંટણી લડી, જો કે તેઓ ફરી હારી ગયા.
  • 2008 : લોકસભાની હારની અસર વિધાનસભામાં દેખાઈ અને પાટન સીટ ભૂપેશ બઘેલના હાથથી સરકી ગઈ. તેઓ વિધાનસભા ચૂંટણી હારી ગયા.
  • 2004 : 2004માં કોંગ્રેસની ટીકીટ પર બઘેલે દુર્ગ લોકસભા સીટની સંસદીય ચૂંટણી લડી, પણ તેઓ હારી ગયા.
  • 2003 : 2003માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે એકવાર ફરી પાટન સીટથી જીત મેળવી. જો કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં વિફળ રહી અને બઘેલ છત્તીસગઢના વિધાનસભાના ઉપ વિપક્ષી નેતા બન્યા.
  • 2000 : તેમને મધ્યપ્રદેશ રાજ્યના રોડ વાહનવ્યવહાર કોર્પોરેશનના ચેયરમેન નિયુક્ત કરવામાં આવ્યા. મધ્યપ્રદેશથી છત્તીસગઢના અલગ થયા બાદ બઘેલ છત્તીસગઢ વિધાનસભાના સભ્ય બન્યા. સાથે જ તેઓ છત્તીસગઢના પહેલા આવક, જાહેર આરોગ્ય ઇજનેરી અને રાહત કાર્ય માટેના પ્રધાન બન્યા.
  • 1999 : તેમને રાજ્યમંત્રીથી મંત્રી બનાવવામાં આવ્યા અને તેમને વાહનવ્યવહાર વિભાગનો કાર્યભાળ સોંપાયો.
  • 1998 : તેઓ મધ્યપ્રદેશના પાટન સીટથી ફરી ઘારાસભ્ય બન્યા. આ વખતે તેમણે ભાજપના નીરૂપમા ચંદ્રાકરને હરાવ્યા. આ જીત બાદ તેઓ દિગ્વિજિય સિંહની કેબિનેટમાં (જાહેર ફરિયાદ વિભાગ, મુખ્યમંત્રી સાથે જોડાયેલા) રાજ્યપ્રધાન તરીકે નિયક્ત કરવામાં આવ્યા.
  • 1994 : તેઓ મધ્ય પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા. આ પદે તેઓ એક વર્ષ સુધી રહ્યા.
  • 1993 : બઘેલે પોતાની પહેલી વિધાનસભા ચૂંટણી પાટન સીટથી સફળતાપૂર્વક લડી અને મધ્યપ્રદેશ વિધાનસભાના સભ્ય બન્યા. તેમણે બહુજન સમાજ પાર્ટીના કેજૂરામ વર્માને 3400 મતથી હરાવ્યા.
  • 1990 : તેઓ યુવા કોંગ્રેસના દુર્ગ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ બન્યા. આ પદે તેઓ 1994 સુધી રહ્યા.
  • 1985 : તેમણે યુવા કોંગ્રેસની સભ્યતા મેળવી.
  • 1980 : ભૂપેશ બઘેલે પોતાના રાજકીય કરિયરની શરૂઆત પોતાના ગૂરુ ચંદુલાલ ચંદ્રકરના સાનિધ્યમાં કરી હતી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+