Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વી.એસ અચ્યુતાનંંદન

વી.એસ અચ્યુતાનંંદન
અચ્યુતાનંદનનો જન્મ 1923માં કેરળના અલાપ્પુઝામાં શંકરન અને અક્કમ્માને ઘરે થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા અને તેમને 11 વર્ષની ઉંમરમાં પોતાનો અભ્યાસ છોડી દેવો પડ્યો.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

વી.એસ અચ્યુતાનંંદન જીવનચરિત્ર

અચ્યુતાનંદનનો જન્મ 1923માં કેરળના અલાપ્પુઝામાં શંકરન અને અક્કમ્માને ઘરે થયો હતો. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા અને તેમને 11 વર્ષની ઉંમરમાં પોતાનો અભ્યાસ છોડી દેવો પડ્યો. તેમણે જાતે પોતાની દેખભાળ કરવી પડી અને પોતાના ભાઈ સાથે સિલાઈની દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધુ. ત્યાર બાદ તેમણે એક મજૂર તરીકે કાથીના કારખાનામાં કામ કર્યુ. અચ્યુતાનંંદન વેપાર યુનિયનના સક્રિય સભ્ય હતા અને તેમણે તેને રાજકારણમાં પ્રવેશવા માટે એક મંચ બનાવી લીધુ. તેઓ એક લોકપ્રિય જનનેતા બની વિકસ્યા. રાજકારણમાં અખંડતા લાવવા માટે તેમનું સન્માન કરાય છે. તેઓ કેરળના પૂર્વ મુખ્યમંત્રી(2006-20011) પણ છે અને વર્તમાનમાં 2011ના વિપક્ષના નેતા હતા. બાળપણમાં અચ્યુતાનંદન સંગઠિત જીવનમાં દ્રઢતામાં વિશ્વાસ રાખે છે. તેમણે હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો. તેઓ પોતાના સમર્પણ અને સાદગી માટે ઓળખાય છે. અચ્યુતાનંદન હંમેશા ખેડૂતો અને તેમના ભૂમિ રક્ષણ માટે સૌથી આગળ રહ્યા છે અને સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો. જે માટે તેઓ 1946માં જેલમાં પણ ગયા. 1967માં ઈએમએસ દ્વારા પસાર કરેલો જમીન સુધારણા કાયદો લાગુ કરવા માટે અચ્યુતાનંદન 1970માં કેરળમાં ભૂમિ સંઘર્ષમાં સૌથી આગળ રહ્યા.

વધુ વાંચો

વી.એસ અચ્યુતાનંંદન અંગત જીવન

આખું નામ વી.એસ અચ્યુતાનંંદન
જન્મતારીખ 20 Oct 1923 (ઉમર 102)
જન્મસ્થળ અલપ્પુઝા
પાર્ટીનું નામ Communist Party Of India (marxist)
ભણતર 5th Pass
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શંકરન
માતાનું નામ અકમ્મા
જીવનસાથીનું નામ કે.વસુમથી
જીવનસાથીનો વ્યવસાય પેન્શનર (રાજ્ય સેવામાંથી નિવૃત્ત)
સંતાન 1 પુત્ર 1 પુત્રી

વી.એસ અચ્યુતાનંંદન કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹62.39 LAKHS
સંપત્તિ
₹62.39 LAKHS
જવાબદારીઓ
N/A

વી.એસ અચ્યુતાનંંદન વિશે રસપ્રદ તથ્યો

તેમણે મુન્નાર શહેરમાં પહાડી રિસોર્ટ અને ચાના બગીચામાં સરકારી જમીન પર અતિક્રમણ વિરુદ્ધ વિરોધની શરૂઆત કરી. ડિસેમ્બર 2007માં તેઓ સબરીમાલાના 400 વર્ષ જૂના પહાડી મંદરમાં જનારા પહેલા કમ્યુનિસ્ટ મુખ્યમંત્રી બન્યા. 84 વર્ષના અચ્યુતાનંદને કોઈપણ શારીરિક ચિકિત્સા અને ભૌતિક સહાયનો ઈન્કાર કર્યો. વી.એસ અચ્યુતાનંદને રાજ્યમાં મફત અને ઓપન સોર્સ સોફ્ટવેયર આંદોલનને ટેકો આપ્યો. તેમના 40 વર્ષ રાજકારણમાં તેમને પાંચ વર્ષ અને છ મહિનાની કેદ કરવામાં આવ્યા હતા અને તેઓ સાડા ચાર વર્ષ છૂપાયેલા હતા.

વી.એસ અચ્યુતાનંંદન ની રાજકીય સમયરેખા

  • 2016 : તેમણે બીજેપીના કૃષ્ણકુમારને હરાવ્યા અને ફરીથી મલમપુજાથી જીતી મેળવી. તેમણે મુખ્યમંત્રી હોવાનો દાવો કર્યો, પરંતુ રાજ્ય અને કેન્દ્રિય નેતૃત્વ દ્વારા પિનારાઈ વિજયનને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અંતે, તેઓ કેરાલા વહીવટી સુધારા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા.
  • 2013 : અચ્યુતાનંદનને નજીકના સ્ટાફ વી. કે સસીધરન (એડિશનલ પર્સનલ સેક્રેટરી), એ. સુરેશ (અંગત સહાયક) અને કે. બાલક્રિષ્નન (પ્રેસ સેક્રેટરી) ને પોલિટ બ્યુરોથી હટાવી દીધા. જે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો.
  • 2011 : 2011 માં તેઓ મલમપુજાથી વિધાનસભાની ચૂંટણી જીતી. તેઓ 2011 થી 2016 સુધી કેરળમાં વિરોધ પક્ષના નેતા હતા.
  • 2006 : 2006ની વિધાનસભા ચૂંટણી તેમની માટે મહત્વની સાબિત થઈ, જ્યારે તેમણે યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટથી સાથેસન પાચેની (માલમપુઝા સીટથી) 20,017 મતના અંતરે હરાવ્યા. તેમણે 18 મે 2006-14 મે 2011 સુધી કેરળના મુખ્યમંત્રી તરીકે પોતાની સેવા આપી. 2001 તેમણે મલમપુજા સીટથી ચૂંટણી લડી અને વિધાનસભા ચૂંટણી જીતી. તેમણે આઈએનસીના ઉમેદવાર સાથેસન પાચેનીને હરાવ્યા.
  • 2001 : તેઓ મલમપુજાથી ચૂંટણી લડ્યા અને વિધાનસભા ચૂંટણી જીતી લીધી. તેમણે આઈ.સી.સી. ના ઉમેદવાર સાથેસન પાચેનીને હરાવ્યો.
  • 1996 : 1966ની વિધાનસભા ચૂંટણીમાં તેમને મરાલીકુલમ સીટ ગુમાવવી પડી. આઈએનસી ઉમેદવાર પી.જે. ફ્રેંકિંસથી તેઓ હારી ગયા.
  • 1991 : વી.એસએ મરાલીકુલમ સીટ જીતી ફરીથી વિધાનસભામાં વારસી કરી. તેમણે કોંગ્રેસના કે.ડી.સુગથનને હરાવ્યા.
  • 1985 : તેઓ સીપીઆઈ (એમ) પોલિટ બ્યુરોના સભ્ય બન્યા. પરંતુ પછીથી તેમને શિસ્તતા-વિરોધી પ્રવૃત્તિઓને કારણે 2009 માં આ પોસ્ટ પરથી હટાવી દેવામાં આવ્યા.
  • 1980 : તેઓ સીપીઆઇ (એમ) ના કેરળ રાજ્ય સમિતિના સેક્રેટરી હતા.
  • 1977 : અચ્યુતાનંદન આસએસપી ના કે.કે કુમાર પિલ્લાઈ વિરુદ્ધ અંબાલાપુરજાથી હારી ગયા. તે સીપીએમ માટે એક મોટો ઝાટકો હતો.
  • 1970 : તે જ બેઠક પરથી કેરળ વિધાનસભામાં ફરીથી ચૂંટાયા હતા. આ વખતે તેમણે આરએસપીના કે.કે કુમાર પિલ્લાઈને હરાવ્યા હતા.
  • 1967 : અચ્યુતાનંદન અંબાલાપુજા સીટથી કેરળ ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે કોંગેસના એ.અચ્યુથનને હરાવ્યા.
  • 1957 : તેમને સીપીઆઈના કેરાલા રાજ્ય સચિવાલયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
  • 1940 : તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ) ના સક્રિય સભ્ય બન્યા.
  • 1938 : અચ્યુતાનંદે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાજ્યની કોંગ્રેસમાં જોડાયા.

વી.એસ અચ્યુતાનંંદન ની સિદ્ધિઓ

તેમના પ્રયત્નોને કારણે, તેમના કાર્યકાળ દરમિયાન કેરાલાએ રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં આઇટી નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હતી. તેમના અન્ય યોગદાન મલમપુઝા પ્રવાસન સ્થળ, કોલ્લમમાં અસ્થમામુડી ટૂરિઝમ સર્કિટનું નવીકરણ અને રાજ્યમાં ગેરકાયદેસર લૉટરી માફિયાને બંધ કરવા એ પ્રમુખ છે.

કોલ્લમમાં આઈટી પાર્ક-કોલ્લમ ટેકનોપાર્કમાં આઇટી પાર્કની શરૂઆત, યોજના અને નિર્માણ કાર્ય કર્યુ જ્યારે વી.એ રાજ્યના આઇટી પ્રધાન પણ બન્યા હતા.

તેમણે કોલ્લમ અને માલમપુઝામાં અષ્ટમુડી સર્કિટ જેવા વિખ્યાત પ્રવાસન આકર્ષણોના મુખ્ય નવીકરણ કાર્યક્રમોની શરૂઆત કરી.

કેરળના મુખ્યમંત્રી તરીકે તેમણે અનેક પગલા લીધા હતા. જેમ કે, મુન્નારની ટેકરી અને ટી વાવેતરની સરકારી જમીન પર અતિક્રમણની કાર્યવાહી. આ જમીન કથિત રીતે રિસોર્ટ માલિકો અને ટાટા ટી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ એ હડપી લીધી હતા.

ઉપરાંત કોચી એમ.જી. માં વિધ્વંસ રોડ, ફિલ્મ-પાઇરેસી , એન્ટી પાઈસરી ડ્રાઇવ અને રાજ્યમાં લોટરી માફિયા સામે લાંબી સંઘર્ષ કર્યો.

તેમણે ભૂતપૂર્વ મંત્રી આર. બાલકૃષ્ણ પિલ્લઈ દ્વારા ભ્રષ્ટાચાર સામે અવાજ પણ ઉઠાવ્યો હતો અને તેમને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

તેમને પ્રવાસી એક્સપ્રેસ પુરસ્કાર લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ 2013 થી સન્માનિત કરવામાં આવ્યા છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+