Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અજીત જોગી

અજીત જોગી
અજીત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહ્યા. 2000થી 2003 સુધી છત્તીસગઢના નવા રાજ્ય બન્યા બાદ, પહેલું મુખ્યમંત્રી પદ અજીત જોગીએ સંભાળ્યુ.
By Keshav Karna | Monday, February 8, 2021, 01:17:32 PM [IST]

અજીત જોગી જીવનચરિત્ર

અજીત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહ્યા. 2000થી 2003 સુધી છત્તીસગઢના નવા રાજ્ય બન્યા બાદ, પહેલું મુખ્યમંત્રી પદ અજીત જોગીએ સંભાળ્યુ. તેઓ રાજય ધારાસભ્ય તરીકે ચૂંટાયા સિવાય બંને ગૃહોના સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. 2016માં અજીત જોગી અને તેમના દિકરા અમિત જોગીને કોંગ્રેસ વિરોધી પ્રવૃતિઓ અને છત્તીસગઢના અંતાગઢમાં ઉપચૂંટણી માટે કોંગ્રેસથી નિષ્કાષિત કરી દેવામાં આવ્યા હતા. તેમના દિકરા અમિતને 6 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીથી નિષ્કિત કરાયા હતા. કમનસીબે 2004માં જોગીનો માર્ગ અકસ્માત થયો હતો, જેનાથી તેઓ આંશિક રીતે લકવાગ્રસ્ત થઈ ગયા હતા અને ત્યારથી જ તેઓ વ્હીલચેર પર છે પરંતુ એક નેતા તરીકે ક્યારેય તેમણે હાર નહોતી માની. 9 મે 2020ના રોજ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાના પગલે તેમને છત્તીસગઢના રાયપુરમાં આવેલ શ્રી નારાયણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેઓ કોમામા હતા અને વેન્ટિલેટર પર હતા. 20 દિવસ લડત આપ્યા બાદ મલ્ટીપલ હાર્ટ અટેકથી તેમનું 29 મે 2020ના રોજ 74 વર્ષની ઉંમરે નિધન થયું.

વધુ વાંચો

અજીત જોગી અંગત જીવન

આખું નામ અજીત જોગી
જન્મતારીખ 29 Apr 1946
મૃત્યુની તારીખ 29 May 2020 (ઉમર 74)
જન્મસ્થળ બીલાસપુર, સેન્ટ્ર પ્રોવિન્સિસ એન્ડ બેરર, બ્રિટિશ ઈન્ડિયા(હવે છત્તીસગઢ, ભાર�
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Graduate Professional
વ્યવસાય ઈન્જીનિયર, આઈએએસ ઓફિસર
પિતાનું નામ કે.પી જોગી
માતાનું નામ કાંતિ મણી
જીવનસાથીનું નામ રેણુ જોગી
સંતાન 1 પુત્ર

અજીત જોગી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹4.55 CRORE
સંપત્તિ
₹4.55 CRORE
જવાબદારીઓ
N/A

અજીત જોગી વિશે રસપ્રદ તથ્યો

એક રાજનેતાથી અલગ છવી ધરાવતા અજીત જોગીએ પોતાની પહેલી ઓળખ લેખક તરીકે ' ધ રોલ ઓફ ડિસ્ટ્રીક કલેક્ટર' અને " એડમિનિસ્ટ્રેશન ઓફર પેરીફેરલ એરિયાઝ" જેવા પુસ્તકો પણ લખી ચૂક્યા છે. એટલું જ નહિં તેઓ ભોપાલના મૌલાના આઝાદ કૉલેજમાં મિકેનિકલ ઈન્જીનિયરિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે. સાથે જ આઈએએસ તરીકે તેમણે 1981-85 સુધી ઈન્દોરના જિલ્લા કલેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી છે.

અજીત જોગી ની રાજકીય સમયરેખા

  • 2018 : અજીત જોગીએ ઘોષણા કરી કે તેઓ રાજનંદગામ અને મારવાહી સીટોથી વિધાનસભા ચૂંટણી લડશે. તેનો અર્થ એ છે કે તેમણે ડૉ. રમનસિંહને સીધી ચેલેન્જ કરી.
  • 2016 : જૂન 2016માં અજીત જોગીએ છત્તીસગઢ જનતા કોંગ્રેસ નામના એક નવા રાજનૈતિક સંગઠનની સ્થાપના કરી.
  • 2009 : 2009ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા બાદ જોગીએ મહાસામુંડ ચૂંટણી ક્ષેત્રથી લોકસભાના સભ્ય તરીકે કામ કર્યુ. જો કે જોગી 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાની સીટ જાળવી રાખવામાં અસફળ રહ્યા અને બીજેપીના ચંદુ લાલ સાહુથી 133 મતોથી હારી ગયા.
  • 2008 : છત્તીસગઢની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા, તેઓ મારવાહી ચૂંટણી ક્ષેત્રથી પ્રતિનિધિત્વ કરતા હતા.
  • 2004 : તેઓ 14મી લોકસભામાં મહાસામુંડ છત્તીસગઢ માટે સાંસદ તરીકે ચૂંટાયા.
  • 2000 : નવેમ્બર, 2000માં નવીનતમ રાજ્ય છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા. તેમણે 2003માં છત્તીસગઢમાં વિકાસ યાત્રાનું નેતૃત્વ કર્યુ.
  • 1999 : તેમણે છત્તીસગઢના અલગ રાજ્ય માટે જાગૃતતા ફેલાવવા માટે દંતેવાડામાં માં દાંતેશ્વરી મંદિરથી અંબિકાપૂરના મહામાયા મંદિર સુધી જાત્રાનું નેતૃત્વ કર્યુ.
  • 1998 : જોગી છત્તીસગઢના રાયગઢ મતવિસ્તારથી 12મી લોકસભા માટે ચૂંટાયા.
  • 1997 : તેમને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચૂંટણીના નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ પરિવહન અને પર્યટન સમિતિ, ગ્રામીણ અને શહેરી વિકાસ સમિતિ, સલાહકાર સમિતિ, કોલસા મંત્રાલય, જાહેર ખાતા સમિતિ, અપ્રત્યક્ષ કર સમિતિના સભ્ય રહ્યા. તે રાજ્યસભાના ઉપાધ્યક્ષના પેનલમાં સભ્ય રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 1997 થી 1999 સુધી મુખ્ય પ્રવક્તા, કોંગ્રેસ સંસદીય દળની સાથો સાથ એઆઈસીસીના મુખ્ય પ્રવક્તા તરીકે કામ કરી કર્યુ.
  • 1996 : કોર ગ્રુપ અને સંસદીય ચૂંટણી (લોકસભા) બાદ જોગી સંસદમાં કાર્યકારી સમિતિના સભ્ય બની ગયા.
  • 1995 : જોગીને વિજ્ઞાન અને ટક્નોલોજી સમિતિ અને પર્યાવરણ તેમજ વન પર બનેલી કમિટિના અધ્યક્ષનો ભાર સોંપાયો.
  • 1995 : સિક્કિમ વિધાનસભા ચૂંટણી દરિયાન કોંગ્રે, પાર્ટીના સેન્ટ્રલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક
  • 1989 : મણીપુર રાજ્યની લોકસભાની ચૂંટણી દરમિયાન જોગીને કોંગ્રેસના સેન્ટ્રલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોગીએ 1500 કીમીના મધ્યપ્રદેશના પૂર્વી પટ્ટામાં કામ કર્યુ, તેમની વચ્ચે જાગૃતતા ફેલાવી અને કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો.
  • 1987 : જોગીને મધ્ય પ્રદેશના રાજ્ય કોંગ્રેસ કમેટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એટલું જ નહિં આ ઉપરાંત તેમણે સાર્વજનિક ઉપક્રમોની સમિતિ, ઉદ્યોગ સમિતિ, રેલ્વેની સમિતિ, અધ્યક્ષ, રાજ્ય અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ(મધ્યપ્રદેશ) સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા.
  • 1986 : અજીત જોગીએ 1986માં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ (એઆઈસીસી) ના સભ્ય બની રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી. ત્યારબાદ કોંગ્રેસે તેમના રાજ્યસભા માટે નામિંકિત કર્યા.

અગાઉનો ઇતિહાસ

  • 1974: 1974થી 1986 સુધી મધ્યપ્રદેશના સિધી, શાહડોલ, રાયપુર અને ઈન્દોર જિલ્લામાં જોગીએ 12 વર્ષોની સૌથી લાંબા સમય સુધીની સેવા આપનારા કલેક્ટર/જિલ્લા મેજીસ્ટ્રેટનો રેકોર્ડ સ્થાપિત કર્યો.
  • 1968: તેમણે સુવર્ણ પદક સાથે મૌલાના આઝાદ કૉલેજ ઓફ ટેક્નોલોજી, ભોપાલથી મિકેનિકલ ઈન્જીનિયરિંગની ડીગ્રી મેળવી છે. કૉલેજના દિવસોમાં જોગી પોતાના વિભાગમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષમાં ચૂંટાઈ ચૂક્યા છે.
  • 1967: અજીત જોગી સરકારી ઈન્જીનિયરિંગ કોલેજ રાયપુર (છત્તીસગઢ)માં એક લેક્ચરર તરીકે કામ કરી ચૂક્યા છે.

અજીત જોગી ની સિદ્ધિઓ

જાયન્ટ ઈન્ટરનેશનલ દ્વારા રાજ્ય પુરસ્કાર "મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ મેન" થી સન્માનિત થયા છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+