Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અનંત કુમાર

અનંત કુમાર
અનંત કુમાર ભારતીય જનતા પાર્ટીના કાર્ણાટક વિસ્તારના અત્યંત સક્રિય નેતા હતા. તેઓ એક ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા, વેપારી અને એક સફળ ઉદ્યોગપતિ રહ્યા.
By Shalini | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

અનંત કુમાર જીવનચરિત્ર

અનંત કુમાર ભારતીય જનતા પાર્ટીના કાર્ણાટક વિસ્તારના અત્યંત સક્રિય નેતા હતા. તેઓ એક ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા, વેપારી અને એક સફળ ઉદ્યોગપતિ રહ્યા. તેઓ ભારતની 14મી લોકસભાના બેંગલોરથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટી(બીજેપી) સભ્ય હતા. તેમણે 1996માં લોકસભામાં બેંગલોર દક્ષિણ મતવિસ્તાર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યુ. અનંત કુમાર બે પ્રમુખ મંત્રાલયના પ્રભારી રહ્યા. મે-2014માં રસાયણ અને સ્ટીલ મંત્રી તરીકે તેમણે કાર્ય કર્યુ હતુ અને નરેન્દ્ર મોદી સરકારમાં જુલાઈ 2016થી સંસદીય મામલાના મંત્રી તરીકે કાર્યરત હતા. અનંક કુમાર વિદ્યાર્થી કાળથી જ આંદોલનોમાં ભાગ લેતા આવ્યા હતા અને આગળ ચાલી તમણે અનેક મોટા અભિયાન ચલાવ્યા. 12 નવેમ્બર 2018માં તેમની રાજનૈતિક મુસાફરીનો અંત આવ્યો અને તેમના શ્વાસ રોકાઈ ગયા. તેઓ કેંસરથી પિડાતા હતા.

વધુ વાંચો

અનંત કુમાર અંગત જીવન

આખું નામ અનંત કુમાર
જન્મતારીખ 22 Jul 1959
મૃત્યુની તારીખ 12 Nov 2018 (ઉમર 59)
જન્મસ્થળ બેંગલોર(કર્ણાટક)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી એચ.એન નારાયણ શાસ્ત્રી
માતાનું નામ શ્રીમકિ ગિરિજા એન શાસ્ત્રી
જીવનસાથીનું નામ શ્રીમતિ તેજસ્વીની અનંત કુમાર
સંતાન 2 પુત્રી
વેબસાઈટ http://ananth.org/

અનંત કુમાર કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹4.23 CRORE
સંપત્તિ
₹4.52 CRORE
જવાબદારીઓ
₹28.83 LAKHS

અનંત કુમાર વિશે રસપ્રદ તથ્યો

તેમણે અન્નપૂર્ણા, આટા-પાથા સહિત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.
જાણીતા અખબારો અને સામયિકોમાં તેઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના લેખો પ્રકાશિત થતા.
રાજકીય અને શૈક્ષણિક મુદ્દાઓ પર કન્નડ, હિન્દી, અંગ્રેજી અને તેલુગુમાં જાણીતા સાર્વજનિક વક્તા હતા.
તેમને વાંચન, લેખન, કવિતા અને મુસાફરીનો શોખ હતો.
તેમને રિક્રિએશન, સ્ટાર દર્શન, સાઈટ સીન અને બાળકો સાથે રમવામાં સમય વિતાવવુંં ગમતું હતું.
તેઓ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમતોમાં પણ રસ ધરાવતા હતા.

અનંત કુમાર ની રાજકીય સમયરેખા

  • 2018 : 12 નવેમ્બર 2018ના રોજ કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું મધ્ય રાત્રિના 2 વાગ્યાની આસપાસ નિધન થઈ ગયુ. તેઓ છેલ્લા ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા. તેઓ કેન્સરની બિમારીથી પિડાતા હતા.
  • 2016 : તેમને સંસદીય કાર્ય મંત્રાલયનો વધારાના ચાર્જ આપવામાં આવ્યો હતો.
  • 2014 : તેઓ ભાજપના સેન્ટ્રલ ઈલેક્શન કમિટિના સભ્ય બન્યા. સાથે જ ભાજપના સંસંદીય બોર્ડના સભ્ય બન્યા.
  • 2014 : અનંત કુમાર ફરીથી બેંગલોર દક્ષિણથી ચૂંટાયા. આ વખતે તેમણે કોંગ્રેસ પાર્ટીના મજબૂત દાવેદાર નંદન નીલેકણીને હરાવ્યા. પછી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રસાયણ અને ખાતર મત્રી તરીકે નિયુક્ત થયા.
  • 2013 : તેઓ એનઆઈએમએસએએનએસના સભ્ય બન્યા, 16 ઓગસ્ટ, 2013ના રોજ મૃત્યુ સુધી સેવા આપી.
  • 2012 : 67મી યુએન જનરલ એસેમ્બલીમાં ભારતીય સંસદીય દળના સભ્ય તરીકે અનંત કુમાર હાજર રહ્યા. તેમણે 16 ઓક્ટોબર 2012માં યુએનજીએની બેઠકમાં કન્નડ ભાષામાં ઉદ્બોધન કર્યુ.
  • 2010 : તેઓ 7 મે, 2010 ના રોજ કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા અને 29 જુલાઈ, 2010 ના રોજ ભારતીય-પોર્ટુગલ સંસદીય મિત્રતા જૂથના સભ્ય બન્યા.
  • 2008 : તેઓ 2008-2010 દરમિયાન એબીઆઇડી (બેંગલોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માટે એજન્ડા)ના વાઇસ ચેરમેન બન્યા
  • 2004 : 2004-09 દરમિયાન તેઓ ઈંડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોરના ગવર્નિંગ કાઉંસિલના સભ્ય રહ્યા.
  • 2004 : 2004માં એમપી, બિહાર, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પાર્ટી બનાવવામાં યોગદાન આપનારા ભાજપના રષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા. 26 મે 2014ના રોજ કુમારને વર્તમાન ભારતીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટમાં રસાયણ અને ખાતર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2003 : 2003માં તેઓ બીજેપીના કર્ણાટક રાજ્યના યુનિટના અધ્યક્ષ બન્યા અને રાજ્ય યુનિટનું નેતૃત્વ કર્યુ, જે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બની ગઈ અને 2004માં કર્ણાટકમાં સૌથી વધુ લોકસભાની સીટો જીતી.
  • 1999 : 1999માં તેઓ ત્રીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. તેમણે પર્યટન, રમતગમત અને યુવા બાબતો, સંસ્કૃતિ, શહેરી વિકાસ અને ગરીબી નિવારણ જેવા વિવિધ મંત્રાલયો સંભાળ્યા. તેઓ એરોસ્પેસ મ્યૂઝિયમ સોસાયટી, બેંગ્લોરના સંસ્થાપક અધ્યક્ષ બન્યા. સાથે જ ચીનમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના સભ્ય હતા.
  • 1998 : 1998માં કોંગ્રેસના ડીપી શર્માને હરાવ્યા બાદ તેઓ ફરીથી ચૂંટાયા અને તેમણે અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી તરીકે શામેલ કરવામાં આવ્યા. તે સમયે તેઓ સરકરામાં સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી હતા. 1988માં તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટાસ્ક ફોર્સના સભ્ય હતા અને ઓગસ્ટ, 1998 માં ભારતની સ્વતંત્રતાના 51માં વર્ષની ઉજવણી પ્રસંગે વોંશિંગટનમાં તિરંગો લહેરાવ્યો હતો.
  • 1997 : 1997માં તેઓ યુવા સાંસદ સંમેલનના સભ્ય હતા.
  • 1996 : 1996 થી 2016 સુધી શ્રી અનંત કુમારે બેંગલુરુ દક્ષિણના મત વિસ્તારથી વિના બ્રેકે બે વખત પોતાનો કાર્યકાળ પૂરોં કર્યો અને આકસ્મિક રીતે ભાજપ એક પાર્ટી તરીકે 1991થી 2006 સુધી 25 વર્ષ માટે આ મતવિસ્તાર ક્ષેત્રમાં જ રહી. તેમણે ઉદ્યોગ મંત્રાલયના સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરાયા. તેમણે માત્ર એક વર્ષ આ પદે સેવા આપી. .
  • 1996 : ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયો અને ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય પ્રમુખ તરીકે નામાંકિત થયા. 1996 માં તેમને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. તેઓ 1996 માં બેંગલુરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાંથી 11 મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસના વારાલક્ષ્મી ગુન્દુ રાવને હરાવ્યા હતા. 1996-97માં તેઓ સેન્ટ્રલ સિલ્ક બોર્ડના સભ્ય હતા. તેઓ યુનેસ્કોના ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય હતા. 1996-98 માં બેંગલોરના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હતા.
  • 1993 : અનંત કુમાર એક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે નરેન્દ્ર મોદી સાથે અમેરિકા ગયા હતા.
  • 1983-86 : 1983 માં તેમણે સેવ આસામ ચળવળમાં કર્ણાટકના રાજ્ય કન્વીનરનું પદ સંભાળ્યુ. 1985 માં આંતરરાષ્ટ્રીય યુથ વર્ષના સ્ટેટ કન્વીનીયર બન્યા. 1986 માં આર.એસ.એસની દુકાળગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટેની રાહત સમિતિનું નેતૃત્વ કર્યુ. તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પરિષદો અને અભ્યાસ શિબિરોના આયોજક રહ્યા.
  • 1982 : 1982-85 થી તેમણે અખિલ ભારતીય વિદ્યાલય પરિષદ (એ.બી.વી.પી.), કર્ણાટકના સેક્રેટરી તરીકે ચૂંટાયા.

અગાઉનો ઇતિહાસ

  • 1975-77: તેમણે 1975-77 માં ઈમરજન્સી રૂલ સામે જે.પી. ચળવળમાં ભાગ લીધો હતો અને તેઓ આશરે 40 દિવસ સુધી જેલમાં હતા.

અનંત કુમાર ની સિદ્ધિઓ

100% નીમ કોટેડ યુરીયાથી તેમણે ભારતમાં ખાતત કર્યું છે.રમા ક્રાંતિની રચી.
તેમણે 5 મી જૂન, 2018 ના રોજ 2.50 રૂપિયા દીઠ બાયો ડિગ્રેડેબલ અને પર્યાવરણ ફ્રેન્ડલી સેનિટરી પેડ્સનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું.
રાજ્યસભામાં ભાજપની બહુમતી સિવાય સંસદમાં જીએસટી બિલ પસાર કરવામાં તેમનો ઐતિહાસિક રેકોર્ડ હતો,
તેમણે સસ્તી અને ગુણવત્તાવાળી દવાઓ માટે મે 2014 માં માત્ર 99 જન ઔષધી કેન્દ્રોમાંથી 3600 જન ઔષધી કેન્દ્રો(1 જુન2018)ને સફળતાપૂર્વક ખોલીવામાં તેમની ભૂમિકા મહત્વની રહી. જેનાથી સામાન્ય માણસ માટે 500 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ શકી.
તેમણે કાર્ડિયાક ઘૂંટણની ઇમ્પ્લાન્ટ્સના ભાવ ઘટાડ્યા. જે સરકાર માટે વધુ બચત તરફ દોરી જાય છે.
1993 માં શ્રી નરેન્દ્ર મોદી સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં પ્રતિનિધિમંડળના સભ્ય હતા.
તેઓ 2008-2012 થી એબીઆઇડી (બેંગલોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એજન્ડા) ના ઉપાધ્યક્ષ હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+