Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર
જસવંત સિંહ ભાભોર ગુજરાતના એક લોકપ્રિય આદિવાસી નેતા છે તેઓ સ્વચ્છ અને સુલભ પ્રકૃતિ માટે ઓળખાય છે. ભાભરે ભાજપના ઉમેદવાર તરીકે રાજકારણમાં પગરણ માંડતા પહેલા સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.
By Zainab Ashraf | Monday, April 29, 2019, 03:21:19 PM [IST]

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર જીવનચરિત્ર

જસવંત સિંહ ભાભોર ગુજરાતના એક લોકપ્રિય આદિવાસી નેતા છે તેઓ સ્વચ્છ અને સુલભ પ્રકૃતિ માટે ઓળખાય છે. ભાભરે ભાજપના ઉમેદવાર તરીકે રાજકારણમાં પગરણ માંડતા પહેલા સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. હાલમાં તે 16મી લોકસભામાં ગુજરાતના દાહોદ (લોકસભા મતવિસ્તાર) ખાતે સંસદના સભ્ય છે. 2014 માં, તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સામાન્ય ચૂંટણી જીતી હતી.તેઓ "લો-પ્રોફાઇલ" નેતા છે, તેમની ગણના પાયાના મૂળ કાર્યકરો એટલે કે શ્રમિકો સાથે સંપર્કમાં રહેતા નેતા તરીકે કરવામાં આવે છે. તેમણે કંચનબેન સાથે લગ્ન કર્યા છે અને આ દંપતીને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. મોટી દીકરી વ્યવસાયે ડૉક્ટર છે અને પરણિત છે. તેમની અન્ય બે પુત્રીઓ પણ તબીબી ડિગ્રી પૂર્ણ કરી રહી છે. તેમણે સંપૂર્ણ શિક્ષણ વિદ્યાનગર ખાતે મેળવ્યું છે કે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે જાણીતુ કેન્દ્ર છે, તેમણે વિદ્યાનગર ખાતે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

વધુ વાંચો

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર અંગત જીવન

આખું નામ જસવંત સિંહ સુમનભાઈ ભાભોર
જન્મતારીખ 22 Aug 1966 (ઉમર 59)
જન્મસ્થળ દોસા, જીલ્લા દાહોદ (ગુજરાત)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય કૃષિ પશુપાલન
પિતાનું નામ સુમન ભાઈ ભાભોર
માતાનું નામ શ્રીમતી ચંપાબેન ભાભોર
જીવનસાથીનું નામ શ્રીમતી કંચન ભાભોર
સંતાન 1 પુત્ર 3 પુત્રી
ધર્મ હિન્દુ

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹2.71 CRORE
સંપત્તિ
₹2.71 CRORE
જવાબદારીઓ
N/A

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર વિશે રસપ્રદ તથ્યો

જસવંતસિંહ ભાભોર ગીતો સાંભળવામાં ખાસ રુચિ ધરાવે છે. તેમણે ધાર્મિક ગીતો સાંભળવાનું પસંદ છે ,તેઓ વોલીબોલ રમવામાં પણ રસ ધરાવે છે.

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર ની રાજકીય સમયરેખા

  • 2003-2004 & 2005 : અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
  • 1998 - 1999 : રાજ્યના મહાસચિવ, આદિજાતિ મોરચો અને રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય.
  • 1996 - 1997 : અનુસૂચિત જનજાતિ માટે કલ્યાણ સમિતિના સભ્યો
  • 1995 - 2014 : જસવંત સિંહ ભાભોર ગુજરાત વિધાનસભાની સભ્ય (પાંચ વખત) હતા.
  • 29 June 1998 - 23 May 1999 : ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
  • 16 May 1999 - 7 Oct. 2001 : ગુજરાત સરકારમાં, ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 8 Oct. 2001 - 22 Dec. 2002 : ગુજરાત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન
  • 5 July 2016 : આદિજાતિ બાબતોના મંત્રાલય રાજ્યના કેન્દ્રીય પ્રધાન
  • 5 Feb. 2015 - 15 Sep. 2016 : નિયમ સમિતિના સભ્ય.
  • 4 Jan. 2008 - 2 Feb. 2011 : ગુજરાત સરકાર હેઠળ, તે આદિવાસી વિકાસ, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્ય પ્રધાન હતા.
  • 2 Feb. 2011 - 26 Dec. 2012 : પંચાયત રાજ સમિતિના સભ્ય અને ગુજરાત વિધાનસભા હેઠળ અનુસૂચિત જનજાતિ સમિતિના સભ્ય.
  • 2 Feb. 2011 - 26 Dec. 2012 : ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ, પંચાયત અને ગ્રામીણ આવાસ માટે ચૂંટાયેલા રાજ્ય પ્રધાન
  • 1 Sep. 2014 - 5 July 2016 : સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ, સલાહકાર સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 1 Sep. 2014 - 5 July 2016 : સામાજિક ન્યાય અને સશક્તિકરણની સ્થાયી સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 1 Nov. 2013 - 21 May 2014 : ગુજરાત સરકાર હેઠળ આદિજાતિ વિકાસ અને વન એવમ પર્યાવરણ મંત્રાલય.
  • 1 Aug. 2005 - 25 Dec. 2007 : ગુજરાત સરકારમાં જંગલ અને વાતાવરણના રાજ્ય પ્રધાન તરીકે કામ કર્યું.
  • : 16 મી લોકસભામાં ચૂંટાયા.

જસવંત સિંહ સુમનભાઈ ભાભોર ની સિદ્ધિઓ

તેઓ લોકોની સેવા કરવાનું પસંદ કરે છે. તેઓ બાળપણથી સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લે છે. એક ખેડૂત પુત્ર હોવાની સાથોસાથ , તે એક શિક્ષણશાસ્ત્રી પણ છે. તેમણે પોતાના ગામની આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી છે.તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં, બાળકોને પ્રાથમિક વિભાગથી લઇ પી.ટી.સી. અને બી.ડી.સી.સુધી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, જે આ વિસ્તારની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, દૂર ગામથી ભણવા આવતા બાળકો માટે છાત્રાલયો અને આશ્રમશાળાની સુવિધાઓ પણ આપવામાં આવી છે. તેઓ વિવિધ જરૂરિયાતો માટે ગરીબ આદિવાસી અને સીમાંત ખેડૂતોને સેવા આપતા સહકારી સમાજોની સમિતિ માં પણ સક્રિય છે. કબીર સંપ્રદાયની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય છે, તે કડક અનુયાયી છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+