Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેપ્ટન અમરિંદર સિંહ

કેપ્ટન અમરિંદર સિંહ
કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના વર્તમાન (26માં ) મુખ્યમંત્રી છે. આ પહેલા તેમણે 2002-2007 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી તરીકે કામ કર્યુ.
By Shalini | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

કેપ્ટન અમરિંદર સિંહ જીવનચરિત્ર

કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના વર્તમાન (26માં ) મુખ્યમંત્રી છે. આ પહેલા તેમણે 2002-2007 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી તરીકે કામ કર્યુ. તેઓ પટિયાલા વિધાનસભા મતવિસ્તારના સભ્ય છે. સાથે જ તેઓ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટિ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રાજ્ય એકમના અધ્યક્ષ પણ છે. તેમણે 1980માં પહેલી વાર લોકસભામાં સીટ જીતી. રાજકારણ ઉપરાંત સિંહે 1963થી 1966 સુધી ભારતીય સેના માટે કામ કર્યુ. સિંહનો જન્મ મહારાજા યાદવેન્દ્ર સિંહ અને પટિયાલાની મહારાણી મોહિંદર કૌરના ઘરે થયો હતો, જે સિદ્ધુ બરાડના ફુલ્કિયા વંશ સાથે સંબંધ ધરાવે છે. તેમણે વેલકમ બૉયઝ સ્કૂલ અને લૉરેસ સ્કીવ સનવાર, ધ દૂન સ્કૂલ્સ દેહરાદૂનથી પોતાનું સ્કૂલ શિક્ષણ મેળવ્યુ છે. તેમની પત્ની પ્રણીત કૌર 2009થી 2014 સુધી એક સાંસદ અને વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. તેમને એક દિકરો અને એક દિકરી છે. રાજકારણમાં શામેલ થતા પહેલા તેઓ ભારતીય સેનામાં હતા. રાષ્ટ્રીય રક્ષા અકાદમી અને ઈન્ડિયન મિલિટ્રી એકેડમીથી સ્નાતક કર્યા બાદ 1963માં તેઓ ભારતીય સેનામાં શામેલ થઈ ગયા અને 1965માં રાજીનામુ આપ્યુ. પાકિસ્તાન સાથે યુદ્ધ છેડાઈ જતા તેઓ ભારતીય સેનામાં શામેલ થયા અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ કેપ્ટન તરીકે પોતાની સેવા આપી હતી.

વધુ વાંચો

કેપ્ટન અમરિંદર સિંહ અંગત જીવન

આખું નામ કેપ્ટન અમરિંદર સિંહ
જન્મતારીખ 11 Mar 1942 (ઉમર 84)
જન્મસ્થળ પટિયાલા
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ યાદવેન્દ્ર સિંહ
માતાનું નામ મોહિંદર કૌર
જીવનસાથીનું નામ પ્રણીત કૌર
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ શીખ
વેબસાઈટ http://captainamarindersingh.com/

કેપ્ટન અમરિંદર સિંહ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹59.47 CRORE
સંપત્તિ
₹68.73 CRORE
જવાબદારીઓ
₹9.27 CRORE

કેપ્ટન અમરિંદર સિંહ વિશે રસપ્રદ તથ્યો

કેપ્ટન અમરિંંદર સિંહ એક ગહન લેખક છે અને તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. તેમણે યુદ્ધ અને શીખ ઇતિહાસ પર પુસ્તકો લખ્યા છે જેમાં એ રીજ ટુ ફાર, લેટ્સ વી ફરગેટ, ધ લાસ્ટ સનસેટ: રાઇઝ એન્ડ ફોલ ઓફ લાહોર દરબાર અને ધ શીખ ઈન બ્રિટન: 150 વર્ષની તસ્વીરોનો સમાવેશ થાય છે. તેમના તાજેતરના કાર્યોમાં ઈન્ડિયાઝ મિલિટ્રી કૉન્ટ્રીબ્યુશન ટુ દિ વૉર 1914 ટુ 1918, જેનું વિમોચન 6 ડિસેમ્બર 2014માં ચંદીગઢમાં કરવામાં આવ્યુ અને ધ મોનસુન વૉરઃયંગ ઓફીસર્સ રીમિનાઈઝ 1965 ઈન્ડિયા-પાકિસ્તાન વૉર જેમાં 1965 ભારત-પાક યુદ્ધની તેમની યાદો શામેલ છે. તેઓ પોલો, રાઈડિંગ, ક્રિકેટ, સ્કવૈશ અને બેડમિન્ટન જેવી રમતોમાં રસ ધરાવે છે

કેપ્ટન અમરિંદર સિંહ ની રાજકીય સમયરેખા

  • 2017 : કૉંગ્રેસે બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણી જીતી, અને કેપ્ટન અમરિંદર સિંહ મુખ્ય પ્રધાન બન્યા. તેમણે પંજાબના 26 માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
  • 2016 : તેમણે 23 નવેમ્બરે લોકસભાથી રાજીનામું આપ્યું અને પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતે સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધા.
  • 2015 : તેઓ પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
  • 2014 : તેમને પંજાબ વિધાનસભાના સભ્ય તરીકે પાંચ વખત ચૂંટવામાં આવ્યા. જેમાં ત્રણ વખત પટિયાલા (શહેર)નું પ્રતિનિધિત્વ કર્યુ અને એક એક વખત સમાના અને તલવંડી સાબૂનું. તેઓ 1 સપ્ટેમ્બર, 2014 થી 23 નવેમ્બર, 2016 ના રોજ સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિ, સંરક્ષણની સ્થાયી સમિતિના સભ્ય હતા.
  • 2010 : પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ (2010 થી 2013).
  • 2008 : તેમને પંજાબ કોંગ્રેસ ઝુંબેશ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
  • 2002 : 26 ફેબ્રુઆરી 2002ના રોજ તેઓ પંજાબના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે 1 માર્ચ, 2007 સુધી મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ સંભાળ્યો.
  • 1999 : તેમને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 2002 સુધી આ પોસ્ટ પર સેવા આપી.
  • 1998 : અમરિંદર સિંહે પટિયાલા બેઠક પરથી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી પણ પ્રેમ સિંહ ચંદુમાજરા સામે હારી ગયા. પાછળથી તેમણે કોંગ્રેસ સાથે શીરોમણી અકાલી દળ (પંથિક) મર્જ કર્યુ અને તેમના જૂના મિત્રો સાથે જોડાયા.
  • 1992 : તેમણે શિરોમણી અકાલી દળ (પંથિક) નામના એક વિભાજક જૂથની રચના કરવા માટે અકાલી દળમાંથી રાજીનામું આપ્યું હતું, જે પછી કોંગ્રેસ સાથે જોડાઈ ગયું હતું.
  • 1985 : અમરિંદરસિંહ તલવંડી સાબો બેઠક પરથી પંજાબ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના અવતાર સિંહને હરાવ્યોા. પછી તેઓ કૃષિ, વન, વિકાસ અને પંચાયત માટે રાજ્ય સરકારમાં મંત્રી બન્યા.
  • 1984 : ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન આર્મીની કાર્યવાહી સામે વિરોધ તરીકે તેમણે સંસદ અને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ, તેઓ શિરોમણી અકાલી દળમાં જોડાયો.
  • 1980 : રાજીવ ગાંધી દ્વારા કેપ્ટન અમરિન્દર સિંહને કૉંગ્રેસમાં શામેલ કરવામાં આવ્યા હતા અને તેઓ સૌપ્રથમ લોકસભામાં ચૂંટાયા હતા. રાજીવ અને અમરિંદર સ્કૂલના મિત્રો હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1965: તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કેપ્ટન તરીકે પોતાની સેવા આપી હતી.
  • 1963: નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી સ્નાતક થયા પછી, તેઓ ભારતીય સેનામાં સેવા આપતા હતા.

કેપ્ટન અમરિંદર સિંહ ની સિદ્ધિઓ

કેપ્ટન અમરિંહર સિંઘ 2013 થી જાટ મહાસભાના અધ્યક્ષ છે. તેઓ મેરીલીબૉન ક્રિકેટ ક્લબ યુ.કે, નેવલ અને મિલિટરી ક્લબ લંડન, ગોલ્ફ ક્લબ દિલ્હી, જિમખાના ક્લબ, પટિયાલા અને ઑફિસર્સ ઇન્સ્ટિટ્યૂટ પટિયાલાના સભ્ય પણ છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+