પ્રભાત સિંહ પ્રતાપ સિંહ ચૌહાણનો જન્મ 15 જૂન 1941 ના રોજ પંચમહાલ જીલ્લામાં થયો હતો.ચૌહાણે તેમનું શાળાકીય શિક્ષણ શ્રી કે.કે. હાઇસ્કુલ પંચમહાલ વેજલપુર ખાતેથી પૂર્ણ કર્યું હતું, તેઓએ એસએસસી એટલે કે 10 સુધીનો અભ્યાસ કર્યો છે.રાજકારણમાં જોડાયા એ પહેલાં, તેઓ એક કૃષિવિદ, શિક્ષણવિદ ઉપરાંત એક સામાજિક કાર્યકર હતા. તેઓએ ગુજરાતના પંચમહાલ નિર્વાચન ક્ષેત્રેથી પ્રિતિનિધિત્વ કર્યું તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજકીય પક્ષના સભ્ય છે. તેઓએ સામાજિક સમાનતા તેમજ ગ્રામિણ વિકાસ માટે અનેક કાર્યક્રમો હાથ ધર્યા અને શ્રમદાનમાં ભાગ લીધો હતો, આ ઉપરાંત નિરક્ષરતા,વસ્તી, કુપોષણ, મદ્યપાન, વગેરે જેવા ગ્રામીણ સમુદાયોમાં પ્રસરેલા વિવિધ દુષણનો ગહન અભ્યાસ કર્યો.
તેઓ ગ્રામીણ વિસ્તારોના વિકાસ તેમજ લોક કલા અને સંસ્કૃતિના વિકાસ પ્રોત્સાહન માટે પણ સક્રિયરૂપે કામગીરી કરી રહ્યા છે. તેઓ તેમના વિસ્તારમાં પી.પી ચૌહાણ નામની કોલેજ પણ ચલાવે છે.
| આખું નામ | પ્રભાત સિંહ પ્રતાપ સિંહ ચૌહાણ |
| જન્મતારીખ | 15 Jun 1941 (ઉમર 84) |
| જન્મસ્થળ | મહેલોલ,વડોદરા, ગુજરાત |
| પાર્ટીનું નામ | Bharatiya Janta Party |
| ભણતર | 10th Pass |
| વ્યવસાય | કૃષિવિદ્ય, રાજકીય અને સામાજિક કાર્યકરો, વિદ્વાનો |
| પિતાનું નામ | પ્રતાપ સિંહ ચૌહાણ |
| માતાનું નામ | શ્રીમતી મનબા ચૌહાણ |
| જીવનસાથીનું નામ | શ્રીમતી રમીલા બેન ચૌહાણ |
| સંતાન | 4 પુત્ર 4 પુત્રી |
| વેબસાઈટ | http://www.prabhatsinh.tel |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.