Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડી. વી સદાનંદ ગૌડા

ડી. વી સદાનંદ ગૌડા
દેવરાગુંડા વેંકપ્પા સદાનંદ ગૌડા એક સક્રિય રાજનેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ 4 ઓગસ્ટ 2011ના રોજ બી એસ યેદુરપ્પાના રાજીનામા બાદ કર્ણાટકના 26માં મુખ્યમંત્રી બન્યા.
By Shalini | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ડી. વી સદાનંદ ગૌડા જીવનચરિત્ર

દેવરાગુંડા વેંકપ્પા સદાનંદ ગૌડા એક સક્રિય રાજનેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ 4 ઓગસ્ટ 2011ના રોજ બી એસ યેદુરપ્પાના રાજીનામા બાદ કર્ણાટકના 26માં મુખ્યમંત્રી બન્યા. તેઓ
વર્તમાનમાં ભારત સરકારમાં આંકડાકીય અને પ્રોગામ અમલીકરણના પ્રધાન છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છેે અને કર્ણાટક ભાજપ અધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેઓ બેંગલોર ઉત્તર મત વિસ્તાર ક્ષેત્રથી 16મી લોકસભા માટે ચૂંટાયા હતા. 5 જુલાઇ 2016 ના રોજ કેબિનેટના ફેરબદલમાં તેમને રેલવે મંત્રાલયના કાયદા અને ન્યાય પ્રધાન તરીકે સેવા આપી હતી.

વધુ વાંચો

ડી. વી સદાનંદ ગૌડા અંગત જીવન

આખું નામ ડી. વી સદાનંદ ગૌડા
જન્મતારીખ 01 Jan 1970 (ઉમર 56)
જન્મસ્થળ મંડેકોલ્લૂ ગામ, સુલિયા તાલુકો, કર્ણાટક
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય રાજનેતા અને વકીલ
પિતાનું નામ વેંકપ્પા ગૌડા
માતાનું નામ કમલા
જીવનસાથીનું નામ દત્તી સુદાનંદ
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 2 પુત્ર
વેબસાઈટ http://sadanandagowda.com/

ડી. વી સદાનંદ ગૌડા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹6.19 CRORE
સંપત્તિ
₹9.89 CRORE
જવાબદારીઓ
₹3.7 CRORE

ડી. વી સદાનંદ ગૌડા વિશે રસપ્રદ તથ્યો

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં યક્ષગાના લોકકલા ઘણી પ્રસિદ્ધ છે. જેમાં તેમણે ભાગ લીધો. તેમનો શોખ કુટુંબના સભ્યો અને મિત્રો સાથે મજાક-મસ્તી કરવાનો છે. ખો-ખો, કબડ્ડી અને બેડમિન્ટનમાં મૈસૂર
વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કર્યુ.

ડી. વી સદાનંદ ગૌડા ની રાજકીય સમયરેખા

  • 2014 : 26 મે, 2014 ના રોજ, સદાનંદ ગૌડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ચૂંટાયેલી સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા તેમને રેલવે મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો. તેમણે 8 જુલાઈ 2014 ના રોજ તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યા.
  • 2013 : મે 2013 ની ચૂંટણીમાં મોટું નુકસાન વેઠ્યા બાદ ભાજપે કર્ણાટકમાં વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે ડીવી સદાનંદ ગૌડાને ચૂંટ્યા.
  • 2012 : જુલાઈ 2012 માં જ્યારે પક્ષમાં અસંતુષ્ટ પ્રવૃત્તિઓ દરમિયાન જગદીશ શેટ્ટર માટે માર્ગ મોકળો કરવા રાજીનામું આપવા કહેવામાં આવ્યુ.
  • 2011 : ઓગસ્ટ 2011 માં મુખ્યમંત્રી બી. એસ. યેદીયુરપ્પાને ખોદકામના સોદાઓમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે મુખ્યમંત્રી પદ ત્યાગવું પડ્યુ હતુ. ડીવીએસ ગૌડાને ભાજપ પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા અને ડિસેમ્બર 2011 માં કર્ણાટક વિધાન પરિષદ માટે ચૂંટાયા હતા.
  • 2009 : 2009 માં તેઓ ઉડિપી ચિકમગલૂર મતદારક્ષેત્રમાંથી 15 મી લોકસભા માટે ચૂંટાયા હતા
  • 2006 : 2006 માં તેઓ કર્ણાટક રાજ્ય ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. મે 2008 માં જ્યારે ભાજપે પ્રથમ વખત દક્ષિણ ભારતમાં ચૂંટણી જીતી ત્યારે તેઓ પક્ષના અધ્યક્ષ તરીકે પોતાની નિમણૂંકને ન્યાયી ઠેરવી.
  • 2005 : 2005 માં, તેમને ભારત સરકાર દ્વારા કૉફી બોર્ડના ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા હતા.
  • 2004 : 2004 માં, તેમને 14 મી લોકસભાની ચૂંટણીમાં મંગલોર મતદાર બેઠક જીતી કોંગ્રેસના વેરપ્પા મોઇલીને હરાવ્યા હતો. ત્યારબાદ તેમણે વિજ્ઞાન અને તકનીક, પર્યાવરણ અને વનોની લોકસભા સમિતિમાં સેવા આપી હતી.
  • 2003 : 2003 માં, તેઓ કર્ણાટક વિધાનસભાના લોક લેખા સમિતિના અધ્યક્ષ બન્યા. આનાથી સમાંતર એક વર્ષ સુધી તેમણે ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપી.
  • 2002 : 2002 માં તેઓ જાહેર સત્તાની સમિતિ, કર્ણાટક વિધાનસભાના સભ્ય બન્યા.
  • 2001 : 2001-2002 દરમિયાન, તેઓ એનર્જી, ઈંધણ એન્ડ વિજળી વિભાગના કર્ણાટક વિધાનસભા સમિતિના સભ્ય હતા.
  • 1999 : વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ નેતા એન સુધાકર શેટ્ટીને હરાવી પુટ્ટુર મતદારક્ષેત્રથી ઘાસાસભ્ય ચૂંટાયા. તેઓ 1999 થી 2004 સુધીના કર્ણાટક વિધાનસભાની વિરોધ પક્ષના નાયબ નેતા બન્યા.
  • 1995 : 1995 થી 1996 સુધી, તેઓ કર્ણાટક સરકારમાં મહિલાઓ પર અત્યાચાર પ્રતિબંધ પરના ડ્રાફ્ટ બિલની તૈયારી માટેની સેલના સભ્ય બન્યા.
  • 1994 : 1994માં તેઓ કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે કૉંગ્રેસ પાર્ટીના વિનય કુમાર સોરેકને હરાવ્યા.
  • 1983 : 1988 સુધી તેમણે કર્ણાટકમાં બીજેપી યુવા મોરચાના રાજ્ય સચિવ તરીકે સેવા આપી હતી
  • 1976 : તેઓ જનસંઘમાં જોડાયા અને વિવિધ અભિયાનોમાં સક્રિય રીતે ભાગ લીધો. તેઓ સુલ્યા વિધાનસભા ક્ષેત્રના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. પાછળથી તે બીજેપીના સભ્ય બન્યા. ટૂંક સમયમાં તે દક્ષિણ કન્નડ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા અને પછી દક્ષિણ કન્નડ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા.

અગાઉનો ઇતિહાસ

  • 1976: 1976 માં, તેમણે સુલ્યા અને પુટ્ટુર બંનેમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. ઉત્તરા કન્નડ જીલ્લાના સિરસીમાં થોડા સમય માટે તેઓ સરકારી વકીલ હતા, પરંતુ તેમના રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યી દીધુ.
  • 1953: તેઓ કેરળની બોર્ડરની નજીકના એક ગામમાં જન્મેલા છે.
  • 70 ના પ્રારંભે : ગૌડા ફિલોમેના કૉલેજ, પુટ્ટુરથી વિજ્ઞાનમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ઉડીપી વૈકુંઠ બલિગા કોલેજ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી રાજનીતિમાં સક્રિય બન્યા અને લૉ કોલેજના વિદ્યાર્થી સંઘના મહાસચિવ તરીકે ચૂંટાયા. ત્યારબાદ, તેઓ એબીવીપીના જીલ્લા મહાસચિવ બન્યા.

ડી. વી સદાનંદ ગૌડા ની સિદ્ધિઓ

વાઇસ પ્રેસિડન્ટ-એસસીડીસીસી બેંક, મંગલોર
નિયામક- એસકેએસીએમ સોસાયટી, મંગલોર
નિયામક- કેમ્પો, મંગલોર (1991 - 94)
અધ્યક્ષ- મંડેકોલુ એસ.સી.સોસાયટી, મંડેકોલુ, સુલિયા
સભ્ય- રાજ્ય પીએલડી બેન્ક સ્ટાફ પસંદગી સમિતિ (1989 - 90)
તેઓ ભારતીય મજૂર સંઘ, પુટ્ટુર વિભાગ અને સુલિયા તાલુકાના ઓટો રિકશો ડ્રાઇવર્સ અને ઑનર્સ યુનિયનના પ્રમુખના સચિવ તરીકે કાર્યરત છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+