Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દયાનિધિ મારન

દયાનિધિ મારન
દયાનિધિ મારન તમિલનાડુ રાજકારણમાં એક પ્રસિદ્ધ વ્યકિત અને નેતા છે. તે દ્રવિડ મુનેત્ર કજાગમ પાર્ટીના પ્રમુખ સભ્યોમાંના એક છે.
By Ajay M V | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

દયાનિધિ મારન જીવનચરિત્ર

દયાનિધિ મારન તમિલનાડુ રાજકારણમાં એક પ્રસિદ્ધ વ્યકિત અને નેતા છે. તે દ્રવિડ મુનેત્ર કજાગમ પાર્ટીના પ્રમુખ સભ્યોમાંના એક છે. દયાનિધિ મારન બે વખત તમિલનાડુથી સાંસદ અને સંસદના સભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. તેઓ સંસદમાં દ્રવિડ મુનેત્ર કઝાગમ કે દ્રમુખનું પ્રતિનિધિત્વ કરે છે. થિરુ દયાનિધિ મારન 2009માં 15મી લોકસભામમાં સંસદીય ચૂંટણી જીત્યા હતા. થિરુ દયાનિધિ મારન ચેન્નઈ કેન્દ્રિય લોકસભા મતવિસ્તાર ક્ષેત્રથી ચૂંટાયા હતા. તેઓ પૂર્વ કેન્દ્રિય મંત્રી મુરાસોલી મારનના પુત્ર અને પૂર્વ તમિલનાડુના મુખ્યમંત્રી અને દ્રમુખ અધ્યક્ષ એમ કરુણાનિધિના પ્રપૌત્ર છે. તેઓ સન ગ્રુપના સંસ્થાપક અધ્યક્ષ અને અરબપતિ નિર્દેશક કલાનિધિ મારનના નાના ભાઈ છે.

વધુ વાંચો

દયાનિધિ મારન અંગત જીવન

આખું નામ દયાનિધિ મારન
જન્મતારીખ 05 Dec 1966 (ઉમર 59)
જન્મસ્થળ ચેન્નઈ, તમિલનાડુ
પાર્ટીનું નામ Dravida Munetra Kazhagam
ભણતર Graduate
વ્યવસાય રાજનેતા, વેપારી
પિતાનું નામ મુરાસોલી મારન
માતાનું નામ Mallika Maran
જીવનસાથીનું નામ પ્રિયા દયાનિધિ મારન
જીવનસાથીનો વ્યવસાય કંપની એક્ઝિક્યુટિવ
સંતાન 1 પુત્ર 1 પુત્રી
વેબસાઈટ NIL

દયાનિધિ મારન કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹10.94 CRORE
સંપત્તિ
₹10.94 CRORE
જવાબદારીઓ
N/A

દયાનિધિ મારન વિશે રસપ્રદ તથ્યો

તેમણે હાર્વડ બિઝનેસ સ્કૂલ (યુએસએ) માંથી "પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ" (ઓપીએમ) માં હાજરી આપી. દયાનિધિ મારનને વર્તમાન બાબતો, રાજકીય વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, વાણિજ્ય, નાણા, વૈશ્વિક વેપાર અને માહિતી તકનીકના ક્ષેત્રોના પુસ્તકો અને સામયિકો વાંચવાનું પસંદ છે. તેઓ તેમના આધુનિક દેખાવ અને ડીઝાઈનર કપડાં માટે જાણીતા છે. તેઓ સૌથી નાના કેબિનેટ સભ્ય હતા.

દયાનિધિ મારન ની રાજકીય સમયરેખા

  • 2014 : તેઓ સેન્ટ્રલ મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડ્યા અને એડીએમકેના ઉમેદવાર એસ. આર. વિજયાકુમાર સામે હારી ગયા.
  • 2009 : તેઓ ડીએમકે પાર્ટીના ઉમેદવાર તરીકે તમિલનાડુના સેન્ટ્રલ ચેન્નઈ મતદારક્ષેત્રમાંથી લોકસભામાં ફરીથી ચૂંટાયા હતા.
  • 2007 : તેમના મંત્રાલયે ડિસેમ્બર 2007 થી ડિસેમ્બર 2010 માં 250 મિલિયન કનેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યું હતું. જે મે 2004 માં 75 મિલિયન લક્ષ્યાંક હતુ. દિનાકરન હુમલા કેસના કારણે તેમણે કૌટુંબિક વિવાદ બાદ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
  • 2004 : એપ્રિલ-મે 2004 માં આયોજીત સંસદીય ચૂંટણીમાં તમિળનાડુના ચેન્નાઈમાં સેન્ટ્રલ ચેન્નઈ મતદારક્ષેત્રમાંથી 14 મી લોકસભા માટે દ્રવિડ મુન્નેત્ર કાઝાગમ (ડીએમકે) પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી. 2004 ની ચૂંટણી દરમિયાન, તેમણે વિજેતા થઈ 134,000 મતના અંતરે જીત મેળવી જે કુલ મતના 62% મત હતા.
  • 2003 : દયાનિધિ મારન તેમના પિતા મુરાસોલી મારનના મૃત્યુ બાદ રાજકારણમાં પ્રવેશ્યા
  • : 26 મે 2004 ના રોજ તેમને કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રધાન તરીકે નિમવામાં આવ્યા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 80ના દશક પહેલા: 80ના દશકના આરંભમાં તેમણે પોતાનું સ્કૂલ શિક્ષણ ડૉન બોસ્કો, એગ્મોર, ચેન્નઈથી લીધુ. તેમણે પ્રારંભિક શિક્ષણ તમિલનાડુમાં લીધી અને ચેન્નઈના લોયોલા કૉલેજમાં અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધી મેળવી. તેમણે હાર્વડ બિઝનસ સ્કૂલ(યુએસએ)થી પ્રમુખ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ભાગ લીધો.

દયાનિધિ મારન ની સિદ્ધિઓ

જીએસએમએ ઓનર ભારત સરકાર તરફથી મોબાઈલ કમ્યુનિકેશન(13 ફેબ્રુઆરી, 2007), 3 ફેબ્રુઆરી 2005ના રોજ સંસદીય પ્રથાઓના સર્વશ્રેષ્ઠ યુવા પ્રતિપાદક અને લોકતંત્રના સંવર્ઘન માટે MAEER મહારાષ્ટ્ર ઈન્સ્ટીટ્યુટ ટેકનોલોજી (એનઆઈટી) મેનેજમેન્ટ તરફથી ભારત અસ્મિતા જ્ઞાન પ્રતિષ્ઠા પુરસ્કારથી સન્માનિત કરાયા. 24જૂન 2005ના રોજ સ્વિત્ઝરલેન્ડમાં શિખર સંમેલનમાં યુવા વૈશ્વિક નેતા પુરસ્કાર, 25 ઓગસ્ટ 2005ના રોડ ઈન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા રાજકારણમાં સિગારમ-15 એચિવર એવોર્ડ એનાયત કરાયો. તેમણે તમિલ કુંગુમમ વિક્લીમાં સંવાદકીય યોગદાન આપ્યુ અને છેલ્લા 15 વર્ષથી પ્રિન્ટ મિડિયા અને માહિતી તકનીક સાથે જોડાયેલા છે. તેમના કાર્યકાળ દરમિયાન આઈ અને દૂર સંચાર પ્રધાન તરીકે મોબાઈલ અને લેન્ડલાઈન કોલ દરમાં અત્યંત ઘટાકો કરવામાં આવ્યો હતો. તેમને "એક રૂપિયો એક ભારત" યોજના લાગુ કરીને સમગ્ર દેશમાં એક રૂપિયો પ્રતિ મિનિટને મંજૂરી આપી હતી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+