Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીબેન ધીરુભાઈ શિયાળ

ભારતીબેન ધીરુભાઈ શિયાળ
ભારતીબેન શિયાળ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સક્રિય રાજનેતા છે. તેઓ વર્તમાનમાં સાસદ સભ્ય છે.
By Ajay M V | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ભારતીબેન ધીરુભાઈ શિયાળ જીવનચરિત્ર

ભારતીબેન શિયાળ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સક્રિય રાજનેતા છે. તેઓ વર્તમાનમાં સાસદ સભ્ય છે. તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય છે. 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર જિલ્લાના તળાજાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. વ્યવસાયે તેઓ એક આયુર્વેદિક સલાહકાર છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર(લોકસભા મત વિસ્તાર)થી 16મી લોકસભાના સભ્ય બનવા માટે 2014માં સામાન્ય ચૂંટણી જીતી. તેમણે નવીનતમ અને આધુનિક સુવિધાઓ સાથે ગરીબ બાળકોને શિક્ષત કરવા અને સાક્ષર બનવવાના મિશન સાથે સ્કૂલો સ્થાપિત કરી છે. તેમણે સક્રિય રીતે ગ્રામીણ વિસ્તારમાં મફત ચિકિત્સા શિબિર, રક્તદાન શિબિર અને આરોગ્ય શિબિરોનું આયોજન કર્યુ છે. તેઓ બેરોજગારો માટે રોજગાર મેળાનું પણ આયોજન કરે છે.

વધુ વાંચો

ભારતીબેન ધીરુભાઈ શિયાળ અંગત જીવન

આખું નામ ભારતીબેન ધીરુભાઈ શિયાળ
જન્મતારીખ 23 Mar 1964 (ઉમર 62)
જન્મસ્થળ ભાવનગર (ગુજરાત)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય મેડિકલ પ્રેક્ટિશનર, કૃષિશાસ્ત્રી, ખેડૂત
પિતાનું નામ શ્રી સવાજીભાઈ
માતાનું નામ શ્રીમતિ મંગળાબેન
જીવનસાથીનું નામ ડૉ. ધીરુભાઈ. બી શિયાળ
સંતાન 2 પુત્રી
વેબસાઈટ NA

ભારતીબેન ધીરુભાઈ શિયાળ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹46.77 LAKHS
સંપત્તિ
₹77.49 LAKHS
જવાબદારીઓ
₹30.72 LAKHS

ભારતીબેન ધીરુભાઈ શિયાળ વિશે રસપ્રદ તથ્યો

ભારતી બેન શિયાળને પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. તેણી સામાજિક કાર્યમાં પણ ખાસ રસ ધરાવે છે. તેણીનો પ્રિય સમય સંગીત સંધ્યા છે.

ભારતીબેન ધીરુભાઈ શિયાળ ની રાજકીય સમયરેખા

  • 2017 : તેણીને સેન્ટ્રલ સુપરવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 2014 : તેણી કોલસા વિભાગની સલાહકાર સમિતિના સભ્ય, માહિતી ટેકનોલોજી પર સ્થાયી સમિતિના સભ્ય રહ્યા.
  • 2014 : ભાવનગર મતદાન ક્ષેત્રમાંથી તેણી 16 મી લોકસભા માટે ચૂંટાઈ હતી. તેમણે કોંગ્રેસના રાઠોડ પ્રવિણભાઈ જીનાભાઈને હરાવ્યો. ત્યારબાદ, તેણીએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું.
  • 2012 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન, તેમણે તલાજા મતદારક્ષેત્રથી ચૂંટણી લડી અને કૉંગ્રેસ પાર્ટીના સર્વૈયા સંજયસિંહ અજિતસિંહ સામે જીતી મેળવી.
  • 2004 : તેઓ રાજકીય સંકટ હેઠળ 2006 સુધી ભાવનગરના જીલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક ટકી શક્યા.
  • 1995 : તેમણે જિલ્લા પંચાયત અધ્યક્ષ તરીકે તળાજા અને પાલિતાણા તુલાકાથી જીત હાંસલ કરી. તેમણે સફળતાપૂર્વક ત્રણ વખત પોતાનો કાર્યકાળ પૂરોં કર્યો.
  • 1986 : તેણી ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના ઉપાધ્યક્ષ બન્યા. પાછળથી તેણી જીલ્લા પંચાયત ભાવનગર માટે બીજેપીના જિલ્લા અધ્યક્ષ બન્યા.
  • 1985 : ભારતીબેન ધીરુભાઈ શિયાળ ભાવનગર જિલ્લાથી બીજેપીના સાસંદ છે. તેણીએ કલ્યાણ કમિટિ, કોળી સમાજ, બક્ષીપંચ સમાજ અને બીજી ઘણી બધી જાતિઓના કલ્યાણ માટે કામ કર્યુ છે.

અગાઉનો ઇતિહાસ

  • Since 1985: ભારતીબેન ધીરુભાઈ શિયાળે જુદા જુદા પદો માટે પોતાની સેવા આપી હતી જેમકે, ગુજરાત રાજ્ય મહિલા કોળી સેવા સમાજ ગાંધીનગરના અધ્યક્ષ, શ્રી સંગમ મહિલા સેવા સંઘ ભાવનગરના અધ્યક્ષ, શ્રી સંગમ મહિલા ઉત્કર્ષ સેવા સહકારી મંડળી તાળાજાના અધ્યક્ષ, આઇએમએસ આયુર્વેદ ડોક્ટર્સ એસોસિએશનના મહિલા પાંખ ભાવનગરના અધ્યક્ષ, શ્રી સાગર ગ્રામ ભંડાર તળાજા તાલુકાના ઉપાધ્યક્ષ, શ્રી સમસ્ત કોળી સ્નાતક મિત્ર મંડળના ભાવનગર જીલ્લાના ઉપાધ્યક્ષ, ભાવનગર જિલ્લા માટે બીજેપી પ્રભારી, ગારીયાધર સિટી અને ગ્રામ્ય એસોસિએશન, શિહોર શહેરી અને ગ્રામીણ સંઘ, ભાવનગર એસોસિએશન, વગેરે. બક્ષીપંચ સેલના વધારાની પ્રભારી, શ્રી દેવ સંસ્કૃતિ બાલમંદિર,પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, ભાવનગરના નિયામક.

ભારતીબેન ધીરુભાઈ શિયાળ ની સિદ્ધિઓ

તેણી સેન્ટ્રલ સુપરવાઇઝર બોર્ડ (પી.એન.ડી.ટી.) ના સભ્ય રહી છે. તેણી ગુજરાત રાજ્યની મહિલા સલામતી સમિતિના સભ્ય અને ભાવનગર યુનિવર્સિટીના સેનેટના પણ સભ્ય છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+