Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફારૂક અબદુલ્લા

ફારૂક અબદુલ્લા
ડૉ. ફારૂક અબ્દુલ્લા એક અનુભવી રાજનેતા છે, તેઓ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે અને વર્તમાનમાં શ્રી નગરના સાંસદ સભ્ય છે.
By Rashmi | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

ફારૂક અબદુલ્લા જીવનચરિત્ર

ડૉ. ફારૂક અબ્દુલ્લા એક અનુભવી રાજનેતા છે, તેઓ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી છે અને વર્તમાનમાં શ્રી નગરના સાંસદ સભ્ય છે. તેઓ નેશનલ કોંગ્રેસના નેતા શેખ અબદુલ્લાના ઘરે જન્મ્યા હતા. તેમણે ટિંડેલ બિસ્કો સ્કૂલથી શિક્ષણ લીધુ છે અને જયપુરમાં એસએમએસ મેડિકલ કૉલેજથી એમબીબીએસની ડિગ્રી મેળવી છે. પછી તેઓ યુનાઇટેડ કિંગડમ ગયા, જ્યાં તેમણે ચિકિત્સાનો અભ્યાસ કર્યો. તેમણે 1980માં રાજકારણમાં પોતાના કેરિયરની શરૂઆત કરી. જ્યાં તેમણે 7મી લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી. પોતાના પિતાના મૃત્યુ બાદ તેઓ 1983માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ ઘણી વાર મુખ્યમંત્રી રહ્યા.

વધુ વાંચો

ફારૂક અબદુલ્લા અંગત જીવન

આખું નામ ફારૂક અબદુલ્લા
જન્મતારીખ 21 Oct 1937 (ઉમર 88)
જન્મસ્થળ શ્રી નગર (જમ્મુ અને કાશ્મીર)
પાર્ટીનું નામ Jammu & Kashmir National Conference
ભણતર Graduate Professional
વ્યવસાય સમાજ સેવક
પિતાનું નામ સ્વ. શ્રી શેખ મોહંમદ અબદુલ્લા
માતાનું નામ સ્વ. શ્રીમતિ અકબર જહાં બેગમ
જીવનસાથીનું નામ શ્રમતિ મોલી અબ્દુલ્લા
જીવનસાથીનો વ્યવસાય પૂર્વ નર્સ
સંતાન 1 પુત્ર 3 પુત્રી
ધર્મ ઇસ્લામ

ફારૂક અબદુલ્લા કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹12.19 CRORE
સંપત્તિ
₹12.19 CRORE
જવાબદારીઓ
N/A

ફારૂક અબદુલ્લા વિશે રસપ્રદ તથ્યો

ડૉ. ફારૂક અબ્દુલ્લાના લગ્ન બ્રિટિશ નર્સ સાથે થયા છે. તેમને 4 બાળકો છે. જેમાં એક જમ્મુ-કાશ્મીર(ઉમર અબ્દુલ્લા)ના મુખ્યમંત્રી પણ રહ્યા. તેમની દિકરીઓમાંથી એક સારાના લગ્ન એક પ્રસિદ્ધ કોંગ્રેસ નેતા સચિન પાયલટ સાથે થયા છે.

ફારૂક અબદુલ્લા ની રાજકીય સમયરેખા

  • 2017 : તેમણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીથી નજીર અહમદ ખાનને હરાવી શ્રીનગર લોકસભા સીટથી જીત મેળવી
  • 2014 : તેઓ 2014માં લોકસભા ચૂંટણીમાં ફરીથી શ્રીનગર લોકસભા સીટ પર થી ચૂંટણી લડ્યા, જો કે પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તારિક હમીદ કરરાએ તેમને હરાવી દીધા.
  • 2009 : તેમણે શ્રીનગર મતદારક્ષેત્રમાંથી લોકસભાની ચૂંટણી જીતી અને યુપીએ સરકારમાં જોડાયા. તેમને કેબિનેટ પ્રધાન તરીકે મનમોહનસિંહની ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા. તેમને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ચાર્જ મળ્યો હતો.
  • 2009 : તેઓ ફેબ્રુઆરી 2009 માં રાજ્યસભામાં ફરીથી ચૂંટાયા હતા, પરંતુ મે 2009 માં તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે પક્ષના મોરચે તેઓ ફરી એનસીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
  • 2006 : તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સલાહકાર સમિતિ સભ્ય બન્યા, વસ્તી અને જાહેર આરોગ્ય પરની સંસદીય ફોરમના સભ્ય બન્યા.
  • 2004 : નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય(ઓગસ્ટ 2004-નવેમ્બર 2008)
  • 2003 : જાન્યુઆરી 2003-ફેબ્રુઆરી 2004 સુધી સંરક્ષણ સમિતિના સભ્ય રહ્યા.
  • 2002 : તેઓ નવેમ્બર 2002 માં રાજ્યસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા. પક્ષના મોરચે, તેમણે જે એન્ડ કે નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ. તેમના પુત્ર ઓમરે પક્ષનો હવાલો સંભાળ્યો હતો.
  • 1996 : અબ્દુલ્લા ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને 9 ઓક્ટોબર 1996 ના રોજ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા. તેમણે 18 ઓક્ટોબર 2002 સુધી આ પોસ્ટ પર સેવા આપી.
  • 1986 : ફારૂક જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ફરી ચૂંટાયા અને 7 નવેમ્બર, 1986 ના રોજ મુખ્યમંત્રી બન્યા. તેમણે 19 જાન્યુઆરી, 1990 સુધી આ પોસ્ટ પર સેવા આપી હતી.
  • 1984 : રાષ્ટ્રીય પરિષદના જૂથ બાદ, ગુલામ મોહમ્મદ શાહે પાર્ટી છોડી દીધી અને અબદુલ્લાની સરકાર પડી ગઈ. 2 જુલાઈ, 1984 ના રોજ મુખ્યમંત્રી પદ છોડી દીધુ.
  • 1983 : તેઓ જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 1982-83 : કાશ્મીર વિધાન પરિષદ માટે ચૂંટાયા અને જમ્મુ-કાશ્મીરના આરોગ્ય મંત્રી બન્યા.
  • 1981 : તેઓ જમ્મુ અને કાશ્મીર રાષ્ટ્રીય પરિષદના પ્રમુખ બન્યા.
  • 1980 : ડૉ. ફારૂક અબ્દુલ્લા 7મી લોકસભા માટે શ્રી નગર લોકસભા મત વિસ્તારથી નિર્વિરોધ ચૂંટાયા.
  • 1970s : ડૉ. ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર નેશનલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા, જેને તેમના પિતા શેખ અબદુલ્લાએ સ્થાપિત કરી હતી.
  • : 1982 માં તેમના પિતાના અવસાન બાદ, 8 સપ્ટેમ્બર 1982 ના રોજ ફારુક જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા

ફારૂક અબદુલ્લા ની સિદ્ધિઓ

ડૉ. ફારૂક અબ્દુલ્લાને તેમના તબીબી અને રાજકીય એમ બંને કારકિર્દી માટે પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક આ મુજબછે:
(i) ડૉ. બી. સી. રૉય એવોર્ડ તબીબી સહ રાજકારણી માટે
(ii) ડી. લીટ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
(iii) લેટર્સની ડિગ્રી પોંડિચેરી યુનિવર્સિટી, પોંડિચેરી

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+