Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગિરિરાજ સિંહ

ગિરિરાજ સિંહ
ગિરિરાજ સિંહ ભારતીય રાજકારણી છે, તેઓ ભાજપના નેતા છ. તેઓ 16 મી લોકસભામાં નવાદા મતદારક્ષેત્રથી સંસદના સભ્ય છે.
By Rashmi | Monday, February 8, 2021, 01:17:14 PM [IST]

ગિરિરાજ સિંહ જીવનચરિત્ર

ગિરિરાજ સિંહ ભારતીય રાજકારણી છે, તેઓ ભાજપના નેતા છ. તેઓ 16 મી લોકસભામાં નવાદા મતદારક્ષેત્રથી સંસદના સભ્ય છે. તેઓ હાલમાં ભારત સરકારમાં સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો માટેના રાજ્યમંત્રી (સ્વતંત્ર ચાર્જ) છે. તેઓ નીતીશ કુમારના કેબિનેટમાં ભૂતપૂર્વ પ્રધાન હતા. તેમણે બિહાર સરકારમાં સહકારી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સંસાધન વિકાસ મંત્રી તરીકે સેવા આપી હતી. ગિરિરાજ સિંહનો જન્મ 8 સપ્ટેમ્બર,1952 ના રોજ બિહારના બારહિયા લખિસરાઈમાં થયો હતો. ગિરિરાજ સિંહે બારહિયાની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે અને 1971 માં બિહારની મગધ યુનિવર્સિટીથી સ્નાતક થયા હતા. તેઓ ભુમિહાર સમુદાયના છે. તેમના લગ્ન ઉમા સિન્હા સાથે થયા અને આ દંપતીને એક પુત્રી છે.

વધુ વાંચો

ગિરિરાજ સિંહ અંગત જીવન

આખું નામ ગિરિરાજ સિંહ
જન્મતારીખ 08 Sep 1952 (ઉમર 73)
જન્મસ્થળ બારહિયા, જીલ્લા લાખીસરાઈ, બિહાર
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate
વ્યવસાય કૃષિવિદ્
પિતાનું નામ શ્રી રામવતાર સિંહ
માતાનું નામ સ્વ. શ્રીમતિ તારા દેવી
જીવનસાથીનું નામ શ્રીમતી ઉમા સિન્હા
સંતાન 1 પુત્રી
ધર્મ હિન્દુ

ગિરિરાજ સિંહ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹13.42 CRORE
સંપત્તિ
₹14.32 CRORE
જવાબદારીઓ
₹90 LAKHS

ગિરિરાજ સિંહ વિશે રસપ્રદ તથ્યો

i) કૃષિ અને જીવંત સ્ટોક આધારિત ગ્રામીણ વિકાસ ii) સૌર ઊર્જા iii) ICAR, મથુરા ખાતે વૈજ્ઞાનિકોની મદદથી 'મોરિંગા બાયોમાસ' પર આધારિત પશુ આહાર પર સંશોધન કર્યા. (સંશોધનપત્ર પ્રકાશન અને પેટન્ટ અરજી પ્રક્રિયા હેઠળ છે)

ગિરિરાજ સિંહ ની રાજકીય સમયરેખા

  • 2017 : તેઓ સુક્ષ્મ, લધુ અને મધ્યમ કદના ઉદ્યોગોના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર ચાર્જ) તરીકે ચૂંટાયા.
  • 2016 : તેમણે વસ્તી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા, તેમણે કહ્યું કે, વસ્તીને નિયંત્રણ દ્વારા એ નક્કી કરવુ જોઈએ કે, તમામ ધર્મોના લોકોના પરિવારમાં સમાન સંખ્યામાં બાળકો હોય અને પછી ઑક્ટોબરમાં તેમણે ફરીથી હિન્દુઓને વધુ બાળકો પેદા કરવા વિનંતી કરીને વિવાદ ઊભો કર્યો હતો.
  • 2014 - 2017 : 9 નવેમ્બર 2014 થી તેઓ સુક્ષ્મ, લધુ અને મધ્યમ કદના ઉદ્યોગોના કેન્દ્રીય રાજ્ય પ્રધાન હતા.
  • 2014 : સપ્ટેમ્બર, 2014 ના રોજ, તેમની સંસદના સભ્યોના પગાર અને ભથ્થાં અંગેની સંયુક્ત સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરી હતી.
  • 2014 : 9 નવે, 2014 ના રોજ, તેઓ લેબર પર સ્થાયી સમિતિના સભ્ય બન્યા.
  • 2014 : 1 લી સપ્ટેમ્બર, 2014 ના રોજ, તેઓ સંસદના સભ્યોના પગાર અને ભથ્થાં પરની સંયુક્ત સમિતિના સભ્ય બન્યા.
  • 2014 : નવાડાથી 16 મી લોકસભામાં ચૂંટાયા. તેમણે 250091 મતોથી આરજેડીના રાજ બલ્લભ પ્રસાદને હરાવ્યો હતો.
  • 2010-2013 : પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સંસાધન વિકાસ મંત્રી બિહાર સરકાર
  • 2005-2010 : તેમણે બિહારના કેબિનેટના સહકારી મંત્રી તરીકે સેવા આપી હતી.
  • 2002 : 2002 થી ગિરિરાજસિંહ રાજકારણમાં પ્રવેશ્યા હતા, જ્યારે તેઓ બિહાર રાજ્ય વિધાન પરિષદના સભ્ય બન્યા હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+