• search
હોમ
 » 
રાજકારણીઓ
 » 
ઈન્દિરા ગાંધી

ઈન્દિરા ગાંધી

જીવનચરિત્ર

ઈંદિરા ગાંધી દેશનું નેતૃત્વ કરનાર એક મહાન અને વિવાદાસ્પદ રાજનેતા હતાં. 1966-1977 સુધી અને પછી 1980થી 1984માં તેમના નિધન સુધી તેઓ પ્રધાનમંત્રી પદે રહ્યાં. પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના દીકરી, કે જેમનું ભરણપોષણ દુઃખદ પરિસ્થિતિઓમાં થયુ. તેમણે પોતાની માતાને ખૂબ નાની ઉંમરમાં ગુમાવી દીધા અને નહેરુ હંમેશા સ્વતંત્રતા આંદોલન દરમિયાન જેલમાં જ રહ્યા. તેમણે પોતાનો મોટાભાગનો બાળપણનો સમય નોકરોની સંગતિમાં વિતાવ્યો અને વિવિધ બોર્ડિંગ સ્કૂલોમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1942માં ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા જેમણે પ્રધાનમંત્રી તરીકે તેમના પિતાના મૃત્યુ સુધી એક સાથી તરીકે તેમની સેવા કરી.

તેમણે નહેરુના નિધન બાદ જાતને રાજકારણમાં ઉતારી, તેમને લાલ બહાદૂર શાસ્ત્રીના મંત્રી મંડળમાં સૂચના અને પ્રસારણ મંત્રી તરીકે શામેલ કરવામાં આવ્યાં હતાં. તેમણે 1966માં પાર્ટીના સમર્થન સાથે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. આ સમયે કેટલાક લોકોને ખોટી ધારણા હતી કે, તેઓ એક નિષ્ફળ નેતા રહેશે. તેમણે જલ્દી જ આ ધારણાને ખોટી પૂરવાર કરી. તેમણે પાર્ટીના સભ્યોનો વિરોધ છતાં ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યુ.

પાર્ટીની અંદર તીખી આલોચનાએ તેમને ધર્મી નેતા તરીકે વિકસવા મજબૂર કર્યા. જો કે તેઓ દરેકને ખોટી પૂરવાર કરતા સત્તામાં સફળ રહ્યાં. પ્રધાનમંત્રી તરીકે તેમનો કાર્યકાળ ભ્રષ્ટાચાર અને નિરંકુશ શાસનના આરોપોથી વણાયેલો છે. જેને પરિણામે ઈમરજન્સીની ઘોષણા બાદ તેઓ ગઠબંધન પાર્ટી વિરુદ્ધ ચૂંટણી હારી ગયાં.

અડચણોને હરાવવામાં તેઓ સફળ રહ્યાં અને 1980માં ફરી સત્તામાં પાછા ફર્યાં અને પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાયાં. જો કે ઉતાવળમાં લીધેલા પગલાં અને નિર્ણયમાં ખામી તેમની માટે ખતરનાક સાબિત થઈ, જે તેમના મૃત્યુનું કારણ બની. ઓપરેશન બ્લુ સ્ટારમાં તેની જટિલતાને કારણે અનેક શીખોએ જીવ ગુમાવ્યા અને વોટ બેંક વધારવા માટે હજારો અપ્રવાસીઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો, જેને કારણે નેલ્લી નરસંહાર સર્જાયો જે તેમના કાર્યકાળ માટે દુઃખદ સાબિત થયો. જનતા તેમનાથી નારાજ થઈ અને 1984માં તેમના જ બૉડીગાર્ડે તેમની હત્યા કરી.

અંગત જીવન

આખું નામ ઈન્દિરા ગાંધી
જન્મતારીખ 19 Nov 1919
મૃત્યુની તારીખ 31 Oct 1984 (ઉમર 64)
જન્મસ્થળ અલાહાબાદ, સંયુક્ત પ્રાંત આગ્રા અને અવધ, બ્રિટિશ ભારત
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર
વ્યવસાય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ જવાહરલાલ નહેરુ
માતાનું નામ કમલા નહેરુ
જીવનસાથીનું નામ ફરોઝ ગાંધી
દીકરા 2

સંપર્ક

કાયમી સરનામુ અલાહાબાદ, સંયુક્ત પ્રાંત આગ્રા અને અવધ, બ્રિટિશ ભારત (હાલનું ઉત્તર પ્રદેશ, ભારત)
હાલનું સરનામું અલાહાબાદ, સંયુક્ત પ્રાંત આગ્રા અને અવધ, બ્રિટિશ ભારત (હાલનું ઉત્તર પ્રદેશ, ભારત)
સંપર્ક નંબર NA
ઈમેલ NA

રસપ્રદ તથ્યો

ઈંદિરા ગાંધીએ ઉચ્ચ ઉપજ આપતા બીજ અને સિંચાઈની શરૂઆત કરી અને અનાજ ઉત્પાદનમાં વધારો કરી કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિને વેગ આપ્યો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પરમાણું કાર્યક્રમની આગેવાની લીધી અને 1974માં એક ભૂમિગત ઉપકરણ વિસ્ફોટ સાથે પરમાણું યુગમાં દેશને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો.

રાજકીય સમયરેખા

 • 1980
  જાન્યુઆરી 1980થી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સંભાળી.
 • 1971
  માર્ચ 1971 થી માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સંભાળી.
 • 1970
  જૂન 1970થી નવેમ્બર 1973 સુધી ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી
 • 1969
  16 જુલાઈથી 26 જૂન 1969 સુધી નાણા મંત્રાલયની જવાબદારી સંભાળી
 • 1967
  સપ્ટેમ્બર 1967-માર્ચ 1977; જૂન 1972-માર્ચ 1977, અને ફરીથી જાન્યુઆરી 1980 થી; 5 સપ્ટેમ્બર સુધી અણુ ઊર્જા અને અવકાશના મંત્રી બન્યા, જ્યારે 1967 થી ફેબ્રુઆરી 14, 1969 સુધી વિદેશ મંત્રાલય સંભાળ્યુ.
 • 1966
  ભારતના પ્રધાનમંત્રી બન્યા, 1 જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને ફરી 14 જાન્યુઆરી 1980 સુધી પ્લાનિંગ કમીશનના અધ્યક્ષ રહ્યા.
 • 1964
  રાજ્યસભાના સભ્ય, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે ફરજ અદા કરી.
 • 1955
  કોંગ્રેસ કાર્ય સમિતિ અને પાર્ચીની કેન્દ્રિય ચૂંટણી સમિતિના સભ્ય તરીકે ફરજ બજાવી.
કુલ સંપત્તિN/A
સંપત્તિN/A
જવાબદારીઓN/A

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

સોશ્યિલ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X