Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુએલ ઓરામ

જુએલ ઓરામ
જુએલ ઓરામ ઓરિસ્સામાં ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમનો જન્મ કેંદુદીહી, લહુનીપારા, જિલ્લો સુંદરગઢ(ઓરિસ્સા)માં થયો હતો.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

જુએલ ઓરામ જીવનચરિત્ર

જુએલ ઓરામ ઓરિસ્સામાં ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમનો જન્મ કેંદુદીહી, લહુનીપારા, જિલ્લો સુંદરગઢ(ઓરિસ્સા)માં થયો હતો. તેમણે ઈલેક્ટ્રોનિક્સ ઈન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કર્યો છે. યુજીઆઈઈ, રાઉરકેલા(ઓરિસ્સા)થી શિક્ષણ મેળવ્યુ છે. એક ખેડૂત, ઈન્જીનિયર, ટ્રેડ યુનિયનિસ્ટ, રાજનેતા બનેલા ઓરામ ભારતની 16મી લોકસભાના સભ્ય છે. તે ઓરિસ્સાના સુંદરગઢ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને ભાજપના સભ્ય છે. તેઓ 12મી, 13મી, 14મી લોકસભાના પણ સભ્ય રહી ચૂક્યા છે. તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટ મંત્રીમાં ચૂંટવામાં આવ્યા. તેઓ ભારત સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી છે. વર્તમાનમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે અને
ઓરિસ્સા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના બે સંસ્થાપક વિધાનસભાના સભ્યોમાંના એક છે. તેમણે
ચાર વર્ષો સુધી ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કામ કર્યુ છે. તેમણે ઓરિસ્સા વિધાનસભામાં ભાજપ તરફથી વિપક્ષી દળને નેતા તરીકે કામ કર્યુ.

વધુ વાંચો

જુએલ ઓરામ અંગત જીવન

આખું નામ જુએલ ઓરામ
જન્મતારીખ 22 Mar 1961 (ઉમર 65)
જન્મસ્થળ કેન્દુદીહી, લહુનીપારા, જિલ્લ. સુંદરગઢ ( ઓરિસ્સા)
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Others
વ્યવસાય કૃષિ ઇજનેર, ટ્રેડ યુનિયનિસ્ટ, રાજકીય કાર્યકર્તા
પિતાનું નામ સ્વ.શ્રી તેરિયા દિલગા ઓરામ
માતાનું નામ શ્રીમતિ ભુતુકી ઓરામ
જીવનસાથીનું નામ શ્રીમતી જિંગિયા ઓરામ
જીવનસાથીનો વ્યવસાય -
સંતાન 2 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ jualoram.org

જુએલ ઓરામ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.6 CRORE
સંપત્તિ
₹8.63 CRORE
જવાબદારીઓ
₹1.04 CRORE

જુએલ ઓરામ વિશે રસપ્રદ તથ્યો

રાજકારણમાં પ્રવેશ્યા પહેલા જુએલ ઓરામે છ વર્ષ માટે સહાયક ફોરમેન, પાવર ગ્રુપ કંસ્ટ્રક્શન ડિવીઝનના પદે કામ કર્યુ. તેઓ બાબા બનેશ્વર કૉલેજ ચંદાલી અને લહુનીપારા કૉલેજના સંસ્થાપક અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ બોનાઈ મજૂર સંઘના સંસ્થાપક મહાસચિવ અને ઓરાંવ સાંસ્કૃતિક સમાજ, ઓરિસ્સાના મહાસચિવ છે. તે ઓલ ઈન્ડિયા ડિપ્લોમાં ઈન્જીનિયર્સ ફેડરેશન એસોસિએશનના સંરક્ષક છે. આદિવાસીઓના ઉત્થાન અને સમાજના દલિત વર્ગો માટે કામ કરવામાં ઓરામની વિશેષ રૂચી રહી છે.

જુએલ ઓરામ ની રાજકીય સમયરેખા

  • 2014 : તેઓ સુંદરગઢથી 16 મી લોકસભા (ચોથા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા હતા. તેમણે બીજેડીના દિલીપ કુમાર તિર્કીને 18,829 મતોથી હરાવ્યા હતા. 27 મે, 2014 ના રોજ તેમને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા અને આદિજાતિ બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા.
  • 2012 : 2012 - 2014: તેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રિય ચૂંટણી સમિતિ બીજેપીના સભ્ય હતા.
  • 2009 : 2009 - 2011: ઓડિશા રાજ્ય, બીજેપી પ્રમુખ (ત્રીજો કાર્યકાળ )
  • 2007 : 5 ઑગસ્ટ 2007: તેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણની સ્થાયી સમિતિના સભ્ય હતા.
  • 2006 : તેમને ત્રણ વર્ષ માટે બીજેપી રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • 2004 : તેઓ 14મી લોકસભા(ત્રીજા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટાયા. તેમણે કોંગ્રેસ પાર્ટીના ફ્રીડા ટોપનોને 39,676 મતથી હરાવ્યા. પછી તેઓ સામાજીક ન્યાય અને સશક્તિકરણ સંબંધિ સ્થાયી સમિતિના સભ્ય અને અનુસુચિત જાત અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સંબંધિ સમિતિના સભ્ય બન્યા. પાર્ટી મોરચે તેઓ 2004થી 2006 સુધી ઓરિસ્સા રાજ્ય, ભાજપ(બીજા કાર્યકાળ)ના અધ્યક્ષ રહ્યા.
  • 1999 : તેઓ 13 મી લોકસભા (બીજા કાર્યકાળ) માં ફરીથી ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના ક્રિસ્ટોફર એક્કાને 152,514 મતથી હરાવ્યા. 13 ઓક્ટોબર, 1999 થી મે 2004 સુધી, તેઓ આદિજાતિ વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી હતા.
  • 1998 : તેઓ 12 મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે આઈ.સી.સી. પાર્ટીના સુનિલ કુમાર સિંઘદેવને 126,028 મતોથી હરાવ્યા હતા. પાછળથી તે વ્હિપ, બી.જે.પી. સંસદીય પાર્ટી (ઓરિસ્સા ગ્રૂપ), લોકસભા સાથે 1998 થી 1999 સુધી તેમણે સત્તાવાર ભાષા પરની સમિતિના સભ્ય, ઉદ્યોગ પરની સ્થાયી સમિતિના સભ્ય અને કોલસા મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી.
  • 1997 : તેમને ઓરિસ્સા રાજ્યના બી.જે.પી.ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. તેમણે 1999 સુધી આ પદે સેવા આપી.
  • 1995 : તેઓ બોનાઈના મતવિસ્તારથી ઓડિશા વિધાનસભામાં ફરી ચૂંટાયા હતા. ઉપરાંત, તેમણે 1995 - 97 સુધી બીજેપીના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપી હતી.
  • 1993 : 1993 - 95માં તેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, એસ.ટી. મોરચા, બી.જે.પી.
  • 1991 : તેઓ સુંદરગઢ, ઓરિસ્સા જીલ્લાના બીજેપીના વાઇસ પ્રેસિડન્ટ (1991-1993) હતા.
  • 1990 : તેઓ બોનાઈ મતવિસ્તારમાંથી ઓરિસ્સા વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
  • 1989 : જુએલ ઓરામે ભારતીય જનતા પાર્ટી સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+