કમલ હસન ભારતીય સિનેમાના મહાનાયકોમાંના એક છે. 2017માં તેમણે પૂર્ણ રૂપે રાજકારણમાં ઝંપલાવ્યુ. આમ તો તમિલનાડુમાં અનેક ફિલ્મી હસ્તિઓ રાજકારણમાં પોતાનો પરચો લહેરાવી ચૂકી છે. જેમકે, પહેલા અભિનેતા-મુખ્યમંત્રી એમજીઆર અને એનટીઆર અને જયલલિતા. હવે જોવાનું એ કે, કમલ હસન પણ આ બધાની જેમ રાજકારણમાં પોતાના પગ જમાવી શકશે કે નહિં. રાજકારણમાં કંઈક કરી દેખાડવા માટે ફેબ્રુઆરી 2018 કમલ હસન 'મકકલ નિધિ મય્યમ' નામની પાર્ટી રચી. કમલ હસનની આ પાર્ટી સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડવાની તૈયારીમાં છે. સાથે જ
કમલ હસને અન્નાદ્રમુક જેવી મજબૂત પાર્ટીઓ સાથે ગઠબંધનનો ઈનકાર કર્યો છે. જો કે હસન કોંગ્રેસ સાથે વાત કરવા તૈયાર છે, જો તેઓ દ્રમુડ સાથે ગડબંધન તોડી નાખે તો. સિનેમા ક્ષેત્રે રાષ્ટ્રીય અને ફિલ્મફેયર જેવા તમામ પુરસ્કાર કમલ હસનને નામ થઈ ચૂક્યા છે. સાથે જ કમલ ફિલ્મ નિર્દેશક, સક્રીન રાઈટિંગ, કોરિયોગ્રાફર અને ગીતકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 1960માં માત્ર ચાર વર્ષની ઉંમરે કમલે ' કલત્તૂર કન્નમ્મા ' નામની ફિલ્મ દ્વારા ફિલ્મી કેરિયરની શરૂઆત કરી. પોતાની પહેલી ફિલ્મમાં જ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
| આખું નામ | કમલ હસન |
| જન્મતારીખ | 07 Nov 1954 (ઉમર 71) |
| જન્મસ્થળ | રામનાથપુરમ, મદ્રાસ, ભારત |
| પાર્ટીનું નામ | Makkal Needhi Maiam |
| ભણતર | NULL |
| વ્યવસાય | અભિનેતા |
| પિતાનું નામ | ડી. શ્રીનિવાસન |
| માતાનું નામ | રાજલક્ષ્મી |
| જીવનસાથીનું નામ | ગૌતમી |
| જીવનસાથીનો વ્યવસાય | અભિનેતા |
| સંતાન | 2 પુત્રી |
| ધર્મ | હિન્દુ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.