Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લાલ કૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી
એલ. કે.
By Rashmi | Saturday, January 23, 2021, 09:00:15 AM [IST]

લાલ કૃષ્ણ અડવાણી જીવનચરિત્ર

એલ.કે. અડવાણી ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે. 1941માં 14 વર્ષની ઉંમરે લાલ કૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. તેઓ કરાંચી શાખાના પ્રચારક (પૂર્ણ સમયના કાર્યકર) બન્યા અને ત્યાં અનેક શાખાઓ વિકસાવી. ભાગલા પછી અડવાણીને પ્રચારક તરીકે રાજસ્થાનના મત્સ્ય-અલવરમાં મોકલવામાં આવ્યા, જેમાં ભાગલા બાદ સાંપ્રદાયિક હિંસા ફેલાઈ હતી. તેમણે 1952 સુધી અલવર, ભરતપુર, કોટા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં કામ કર્યું.

આરએસએસના સહયોગથી 1951માં સ્યામા પ્રસાદ મુખરજી દ્વારા સ્થાપિત રાજકીય પક્ષ ભારતીય જન સંઘના સભ્ય બન્યા હતા. 1957માં તેઓને સંસદીય બાબતોની દેખભાળ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં જ તેઓ જનરલ સેક્રેટરી અને પછીથી જનસંઘના દિલ્હી એકમના પ્રમુખ બન્યા. 1967ની ચૂંટણી પછી તેઓ શહેરની મેટ્રોપોલિટન કાઉન્સિલના નેતા બન્યા. તેમણે આરએસએસના સાપ્તાહિક ઓર્ગેનાઈઝરને સંપાદિત કરવામાં કે આર મલકાણીની પણ મદદ કરી અને 1966માં રાષ્ટ્રીય કારોબારી સભ્ય બન્યા.

1970થી તેઓ છ વર્ષના કાર્યકાળ માટે દિલ્હીથી રાજ્યસભાના સભ્ય બન્યા. જનસંઘમાં વિવિધ પદો પર સેવા આપ્યા બાદ 1973માં તેઓ પાર્ટીની કાર્યકારી સમિતિના કાનપુર સત્રના પ્રેસિડેન્ટ બન્યા.1976થી 1982 સુધી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય હતા. ઈન્દિરા ગાંધીએ દેશ પર લાદેલી કટોકટી બાદ જનસંઘ અને અન્ય ઘણી પાર્ટીઓએ ભાજપમાં મર્જર કર્યું. અટલ બિહારી વાજપેયી અને એલકે અડવાણી 1977ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સભ્યો તરીકે લડ્યા હતા. અડવાણી નવી સ્થાપિત ભાજપના અગ્રણી નેતા બન્યા અને મધ્ય પ્રદેશથી 1982માં બે ટર્મ સુધી તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી.

વધુ વાંચો

લાલ કૃષ્ણ અડવાણી અંગત જીવન

આખું નામ લાલ કૃષ્ણ અડવાણી
જન્મતારીખ 08 Nov 1927 (ઉમર 98)
જન્મસ્થળ કરાચી
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય Journalist Diplomat, Trade Unionist
પિતાનું નામ કે. ડી. અડવાણી
માતાનું નામ જ્ઞાની દેવી
જીવનસાથીનું નામ કમલા અડવાણી
સંતાન 1 પુત્ર 1 પુત્રી
ધર્મ હિન્દુ
વેબસાઈટ http://lkadvani.in/

લાલ કૃષ્ણ અડવાણી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹7.59 CRORE
સંપત્તિ
₹7.59 CRORE
જવાબદારીઓ
N/A

લાલ કૃષ્ણ અડવાણી વિશે રસપ્રદ તથ્યો

તેમને રામ જન્મભૂમિ અભિયાનના આર્કિટેક્ટ માનવામાં આવે છે.
અડવાણીએ રથયાત્રા શરૂ કરી, બાબરી મસ્જિદના સ્થાને પ્રાર્થના કરવા માટે તેમણે કારસેવકો, સ્વયંસેવકોને એકત્રિત કર્યા અને વર્ષો સુધી ચાલેલા આ અભિયાનના નેતા બન્યા.

લાલ કૃષ્ણ અડવાણી ની રાજકીય સમયરેખા

  • 1947: તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), કરાચીના સેક્રેટરી હતા.

અગાઉનો ઇતિહાસ

  • 2014: મે, 2014: તેઓ 16મી લોકસભામાં 7મી ટર્મ માટે ચૂંટાયા. તેમણે કોંગ્રેસના કીર્તિભાઈ ઈશ્વરભાઈ પટેલને 4,83,121 વોટથી હરાવ્યા.
  • 2009: 2009: 15મી લોકસભામાં તેઓ છઠ્ઠી ટર્મ માટે ચૂંટાયા તેમણે કોંગ્રેસના સુરેશકુમાર ચતુરદાસને 1,21,747 વોટથી હરાવ્યા. મે 2009 - 21 ડિસેમ્બર 2009: લોકસભામાં વિપક્ષના નેતા
  • 2006: 5 ઓગસ્ટ. 2006 - મે 2009: ગૃહ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના તેઓ સભ્ય હતા.
  • 2004: 2004: 14મી લોકસબામાં તેઓ 5મી ટર્મ માટે ચૂંટાયા તેમણે કોંગ્રેસના ગાભાજી ઠાકોરને 2,17,138 વોટથી હરાવ્યા. લોકસભામાં વિપક્ષના નેતા
  • 1999: 1999: 13મી લોકસભામાં ચોથી ટર્મ માટે તેઓ ચૂંટાયા કોંગ્રેસના ટી.એન.સેશાનને 1,88,944 વોટથી હરાવ્યા. 13 ઓક્ટોબર. 1999 - મે 2004: કેન્દ્રીય કેબિનેટ પ્રધાન, ગૃહ બાબતો 29 જુન. 2002 - મે 2004: નાયબ વડાપ્રધાન હતા 1 જૂલાઈ. 2002 - 25 ઓગસ્ટ. 2002: કેન્દ્રીય કેબિનેટ મંત્રી, કોલસો અને ખાણ (અતિરિક્ત ચાર્જ) 29 જાન્યુઆરી. 2003 - 21 મે 2004: કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પર્સનલ, પેંશન્સ અને ફરિયાદો (અતિરિક્ત ચાર્જ)
  • 1998: 1998: તેઓ 12મી લોકસભામાં ત્રીજી ટર્મ માટે ચૂંટાયા. કોંગ્રેસના પી.કે. દત્તાને 2,76,701 વોટથી હરાવ્યા. 1998-99:કેન્દ્રીય કેબીનેટ પ્રધાન, ગૃહ બાબતો સત્તાવાર ભાષાની સમિતિના અધ્યક્ષ હતા.
  • 1993: 1993-98: તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ હતા.
  • 1991: 1991: 10મી લોકસભામાં તેઓ બીજી ટર્મ માટે ચૂંટાયા. કોંગ્રેસના રાજેશ ખન્નાને તેમણે 1589 વોટથી હરાવ્યા. 1991-93: લોકસભામાં, વિપક્ષ નેતા હતા.
  • 1990: 1990-91: તેઓ લોકસભા સચિવાલયની સમીક્ષા કરવા માટેના સમિતિના અધ્યક્ષ હતા.
  • 1989: 1989: 9મી લોકસભામાં ચૂંટાયા, તેમમે કોંગ્રેસના વી.મોહિની ગીરીને 31,841 વોટથી હરાવ્યા.
  • 1988: ચોથી ટર્મ માટે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • 1986: 1986-91: ભાજપના પ્રેસિડેન્ટ હતા
  • 1982: ત્રીજા કાર્યકાળ માટે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • 1980: 1980-86: તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના જનરલ સેક્રેટરી હતી. ભાજપ તરફથી રાજ્યસભાના નેતા.
  • 1977: 1977-80: તેઓ જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી હતા. 1977-79: કેન્દ્રીય કેબીનેટ પ્રધાન, માહિતી અને પ્રસારણ મંત્રાલય ગૃહના નેતા, રાજ્યસભા જાન્યુઆરી.-એપ્રિલ.1980: રાજ્યસભામાં તેઓ વિપક્ષના નેતા હતા.
  • 1976: બીજી ટર્મ માટે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • 1974: 1974-76: ભારતીય જન સંઘ તરફતી રાજ્યસભાના નેતા હતા
  • 1973: 1973-77: ભારતીય જન સંઘના પ્રેસિડેન્ટ હતા.
  • 1970: 1970-72: તેઓ ભારતીય જન સંઘ, દિલ્હીના પ્રેસિડેન્ટ હતા. 1970: રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • 1966: 1966-77: તેઓ ભારતીય જન સંઘ (B.J.S.)ના ઈન્ટરીમ મેટ્રોપોલિટન કાઉન્સિલના નેતા હતા. 1967-70: તેઓ મેટ્રોપોલિટન કાઉન્સિલ, દિલ્હીના ચેરમેન હતા.

લાલ કૃષ્ણ અડવાણી ની સિદ્ધિઓ

અડવાણી, 2002 થી 2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપદે ભારતના 7 મા નાયબ વડા પ્રધાન હતા.
2015 માં તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+