Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે
મલ્લિકાર્જુન ખડગે 16મી લોકસભામાં કર્ણાટકના એક વરિષ્ઠ નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પાર્ટીના નેતા છે. તેઓ કર્ણાટકના ગુલબર્ગાથી કોંગ્રેસના સાંસદ ચૂંટાયા હતા.
By Zainab Ashraf | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

મલ્લિકાર્જુન ખડગે જીવનચરિત્ર

મલ્લિકાર્જુન ખડગે 16મી લોકસભામાં કર્ણાટકના એક વરિષ્ઠ નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પાર્ટીના નેતા છે. તેઓ કર્ણાટકના ગુલબર્ગાથી કોંગ્રેસના સાંસદ ચૂંટાયા હતા. તેઓ ભારત સરકારમાં રેલ્વેના પૂર્વ મંત્રી પણ હતા. તેમની છવી એક સ્વચ્છ અને સક્ષમ નેતાની છે. તેઓ રાજકારણ, કાયદો, વહીવટની ગતિશીલતાના સારા જાણકાર મનાય છે. વર્તમાનમાં તેમણે સંસંદમાં કોંગ્રેસ પ્રાટીના નેતા તરીકે શામેલ કરાયા છે. નરેન્દ્રમોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર વિરુદ્ધ લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે પોતાનું નેતૃત્વ કર્યુ. તેમણે સતત 10 વખત ચૂંટણી જીતી અને સતત 9 વખત ગુલબર્ગાથી સામાન્ય ચૂંટણી જીતી છે. તેઓ કર્ણાટકથી અનુસૂચિત જાતિના એમપી છે. તેઓ 40 વર્ષ માટે ધારાસભ્ય હતા અને 5 વર્ષ માટે સાંસદ હતા.

વધુ વાંચો

મલ્લિકાર્જુન ખડગે અંગત જીવન

આખું નામ મલ્લિકાર્જુન ખડગે
જન્મતારીખ 21 Jul 1942 (ઉમર 83)
જન્મસ્થળ વારવટ્ટી, ભલ્કિ તાલુકો, જિલ્લો બિદર
પાર્ટીનું નામ Indian National Congress
ભણતર Graduate Professional
વ્યવસાય Politician & Advocate
પિતાનું નામ શ્રી મપન્ના
માતાનું નામ શ્રીમતિ સાંઈભવા
જીવનસાથીનું નામ શ્રીમતિ રાધાબાઈ
જીવનસાથીનો વ્યવસાય ગૃહિણી
સંતાન 3 પુત્ર 2 પુત્રી
ધર્મ બૌદ્ધ
વેબસાઈટ NIL

મલ્લિકાર્જુન ખડગે કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹15.46 CRORE
સંપત્તિ
₹15.77 CRORE
જવાબદારીઓ
₹31.22 LAKHS

મલ્લિકાર્જુન ખડગે વિશે રસપ્રદ તથ્યો

તેમને પુસ્તક વાંચવા, તાર્કિક વિચારો, અંધવિશ્વાસ અને રૂઢીવાદી પ્રથાની વિરુદ્ધ લડવુ એ તેમની હૉબી છે. તેમને કબડ્ડી, હૉકી અને ક્રિકેટ સહિતની રમતોમાં રૂચી છે. તેમણે ગુલબર્ગામાં વિદ્યાર્થી યુનિયન સંઘના મહાસચિવ તરીકે પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી.

મલ્લિકાર્જુન ખડગે ની રાજકીય સમયરેખા

  • 2014 : 2014ના સામાન્ય ચૂંટણીમાં ખડગેએ ગુલબર્ગા સંસદીય સીટથી ચૂંટણી લડી અને જીતી. ભાજપથી 73,000થી વધુ મતોથી તેમણે પોતાના પ્રતિદ્વન્દિને હરાવ્યા. જૂનમાં તેમણે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા નિયુક્ત કરવામાં આવ્યા હતા. .
  • 2009 : 2009માં ખડગેએ ગુલબર્ગા સંસદીય મતવિસ્તારથી સામાન્ય ચૂંટણી લડ્યા અને દસમી વખત જીત્યા.
  • 2008 : 2008માં તેઓ ચિતાપુરથી વિધાનસભા માટે નવમી વખત ચૂંટાયા. જો કે 2004ની તુલનામાં કોંગ્રેસ પાર્ટીએ સારુ પ્રદર્શન કર્યુ. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના બહુમત સાથે ચૂંટણી હારી ગયા. તેમણે 2008માં બીજી વખત વિપક્ષના નેતા નિયુક્ત કરાયા.
  • 2005 : તેમને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નિયુક્ત કરાયા. પંચાયત ચૂંટણી બાદ કોંગ્રેસે બીજેપી અને જેડી(એસ)ની તુલનામાં સૌથી વધુ સીટો જીતી. જે કર્ણાટકના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસના ભાગ્યના પુનરુત્થાનના સંકેત છે.
  • 2004 : 2004માં તેઓ કર્ણાટક વિધાનસભા માટે સતત આઠમી વખત ચૂંટાય અને તેમણે એકવાર ફરી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સૌથી આગળ હતા. તેમણે ધર્મસિંહની આગેલાની વાળી ગઠબંધન સરકારમાં પરિવહન અને જળ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા.
  • 1999 : 1999માં તેઓ સાતમી વખત કર્ણાટક વિધાનસભા માટે ચૂંટાયા હતા અને કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે તેઓ સૌથી આગળ ચાલી રહ્યા હતા.
  • 1994 : 1994 માં, તેઓ છઠ્ઠી વખત ગુરમિતકાલથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બન્યા.
  • 1992 : 1992 અને 1994 ની વચ્ચે તેઓ વીરપ્પા મોઇલી સરકારની કેબિનેટમાં સહકાર, મધ્યમ અને મોટા ઉદ્યોગોના પ્રધાન હતા.
  • 1990 : 1990 માં, તેઓ બંગારપ્પાના કેબિનેટમાં મહેસૂલ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજના પ્રધાન તરીકે જોડાયા હતા, તેમણે વિભાગ સંભાળ્યા અને તેમાં મહત્વપૂર્ણ પરિવર્તનો પણ લાવ્યા.
  • 1989 : 1989 માં, તેઓ પાંચમી વાર ગુરમિતકાલથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા.
  • 1985 : 1985 માં, તેઓ ગુરમિતકાલથી કર્ણાટક વિધાનસભામાં ચોથી વખત ચૂંટાયા અને કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તરીકે નિયુક્ત થયા હતા.
  • 1983 : 1983 માં તેઓ ગુરમીતકાલથી ત્રીજી વખત કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા.
  • 1980 : 1980 માં, તેઓ ગુંડુ રાવ કેબિનેટમાં મહેસૂલ પ્રધાન બન્યા હતા. આ સમય દરમિયાન પ્રભાવી જમીન સુધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ, જેને પરિણામે લાખો ખેડૂતો અને મજૂરોને તેમની જમીનનો કબજો આપવામાં આવ્યો.
  • 1978 : 1978 માં, તેઓ ગુરમિતકાલ મતક્ષેત્રના ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા હતા અને દેવરાજ ઉર્સ મંત્રાલયમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજના રાજ્ય પ્રધાન તરીકે નિયુક્ત થયા હતા.
  • 1976 : 1976 માં, તેમને પ્રાથમિક શિક્ષણના રાજ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન, એસસી / એસસીની શિક્ષકોની 16,000 થી વધુ ખાલી જગ્યાઓની સીધી ભરતી કરવામાં આવી હતી.
  • 1974 : 1974 માં, તેમને રાજ્યની માલિકીના લેધર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે ચામડાના ઉદ્યોગમાં જોડાયેલા હજારો કર્મચારીઓની વસવાટની સ્થિતિ સુધારવા માટે કામ કર્યું હતું
  • 1973 : 1973માં તેમણે ઓક્ટ્રોય નિવારણ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્ય, જે કર્ણાટક રાજ્યમાં નગર પાલિકા અને નાગરિક સંસ્થાઓની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના સવાલ પર રચાઈ હતી.
  • 1972 : 1972 માં પહેલીવાર તેઓ ગુરમિક્કલ મતવિસ્તારથી કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ લડ્યા અને જીત્યા હતા.

અગાઉનો ઇતિહાસ

  • 1969: 1969માં તેઓ એમએસકે મિલ્ક કર્મચારી સંઘના કાનુની સલાહકાર બન્યા. તેઓ સમ્યુક્તા મજૂર સંઘના એક પ્રભાવશાળી નેતા પણ હતા. તેમણે મજૂરોના અધિકારોના આંદોલનમાં તેમનું નેતૃત્વ કર્યુ હતુ. આ જ વર્ષે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં શામેલ થઈ ગયા અને ગુલબર્ગા સીટથી કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ બન્યા.
  • Early 60s: તેમણે ગુલબર્ગામાં ન્યુટન વિદ્યાલયથી પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યુ અને ગુલબર્ગામાં સેઠ શંકરલાલ લાહૌતી લૉ કૉલેજથી તેમની લૉની ડીગ્રીમાં સ્નાતકની ઉપાધિ લીધી. ખડગેએ સરકારી કૉલેજ ગુલબર્ગામાં વિદ્યાર્થી સંઘના નેતા તરીકે પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી. જ્યારે તેમણે વિદ્યાર્થી મંડળના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

મલ્લિકાર્જુન ખડગે ની સિદ્ધિઓ

તેઓ સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટના સ્થાપક-અધ્યક્ષ છે, તેમણે ભારતના ગુલબર્ગામાં બુદ્ધ વિહારનું નિર્માણ કર્યું છે.
તેઓ ચોદીહ મેમોરિયલ હોલના આશ્રયદાતા છે, જે બેંગ્લોરમાં કોન્સર્ટ અને થિયેટર માટે એક પ્રિય સ્થળ ગણાય છે.
કર્ણાટકની પીપલ્સ એજ્યુકેશન સોસાયટી, ગુલબર્ગા (2012 સુધી) ના સ્થાપક પ્રમુખ.
તુમકુરથી સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ, 1974 - 1996
કર્ણાટકમાં તબીબી અને તકનીકી સંસ્થાઓની શરૂઆતમાં મહત્વની ભૂમિકા.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+