Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીમતિ મિનાક્ષી લેખી

શ્રીમતિ મિનાક્ષી લેખી
મિનાક્ષી લેખી દેશની એક સક્રિય રાજનેતા છે અને વર્તમાનમાં તેણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. તે વર્તમાનમાં નવી દિલ્હી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
By Keshav Karna | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

શ્રીમતિ મિનાક્ષી લેખી જીવનચરિત્ર

મિનાક્ષી લેખી દેશની એક સક્રિય રાજનેતા છે અને વર્તમાનમાં તેણી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. તે વર્તમાનમાં નવી દિલ્હી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મિનાક્ષી લેખીને ભાજપના ગતિશીલ અને બહુમુખી ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને ભારતના સુપ્રિમ કોર્ટના વકીલ છે. લેખી સાપ્તાહિક પત્ર 'ફોર્થરાઈટ' માં એક પાક્ષિક કોલમ લખે છે. તેમણે ટેલિવિઝન શો અને સમાચાર પત્રોમાં વિવિધ લેખોમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. તેઓ વિવિધ કાર્યાલય સાથે એનએચઆરસી અને લિંગ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં વિવિધ વ્યાખ્યાન લઈ રહી છે. તેઓ "સ્ત્રી સંરક્ષણ બીલ" અને "કાર્યસ્થળે શારીરિક શોષણની સમસ્યા"ની સમિતિની સભ્ય પણ રહી છે. મીનાક્ષી લેખીનો જન્મ 30 એપ્રિલ 1967ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેઓ એક મધ્યમ વર્ગના કુટુંબની એક તેજસ્વી છોકરી હતા. તેમણે પ્રતિષ્ઠિત હિંદુ કોલેજ, દિલ્હી વિશ્વવિદ્યાલયથી વનસ્પતિ વિજ્ઞાનમાં બીએસસી કર્યુ છે. પછી તેમણે એલએલબી કર્યુ. ડીયુથી તેમણે 1990માં દિલ્હી બાર કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ. તેમના સસરા સ્વર્ગીય પ્રાણ નાથ લેખી એ સુપ્રિમ કોર્ટમાં વકીલ હતા. તેણી અમન લેખી નામના સુપ્રિમ કોર્ટના વકીલના પ્રેમમાં પડ્યા. બાર કાઉન્સિલ ચૂંટણીમાં ઉમેદવારી માટે પ્રચાર કરતી વખતે મિનાક્ષીની અમન સાથે મુલાકાત થઈ હતી. તેમના લગ્ન 11 એપ્રિલ 1992ના રોજ થયા. આ દંપતિને ત્રણ બાળકો છે.

વધુ વાંચો

શ્રીમતિ મિનાક્ષી લેખી અંગત જીવન

આખું નામ શ્રીમતિ મિનાક્ષી લેખી
જન્મતારીખ 30 Apr 1967 (ઉમર 58)
જન્મસ્થળ નવી દિલ્હી
પાર્ટીનું નામ Bharatiya Janta Party
ભણતર Graduate Professional
વ્યવસાય વકીલ, રાજનૈતા અને સામાજીક કાર્યકર્તા
પિતાનું નામ શ્રી ભગવાન ખન્ના
માતાનું નામ શ્રીમતિ અમરતલા ખન્ના
જીવનસાથીનું નામ શ્રી અમન લેખી
જીવનસાથીનો વ્યવસાય વકીલ
સંતાન 2 પુત્ર 1 પુત્રી
વેબસાઈટ http://www.meenakshilekhi.com

શ્રીમતિ મિનાક્ષી લેખી કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹34.66 CRORE
સંપત્તિ
₹34.99 CRORE
જવાબદારીઓ
₹32.76 LAKHS

શ્રીમતિ મિનાક્ષી લેખી વિશે રસપ્રદ તથ્યો

તેઓ સ્ત્રીઓ અને બાળકોને ન્યાય અપાવવા માટે સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં સક્રિય રીતે જોડાયેલી છે. તેણી બ્લાઈન્ડ રિલિફ એસોસિએશનના સંયુક્ત સચિવ છે. ભારતીય જનતા પાર્ટીની એક રાષ્ટ્રીય પ્રવક્તાના રૂપે તેઓ બીજેપીની નીતિઓ, કાર્યક્રમો અને અભિયાનોની સફળતાપૂર્વક અભિવ્યક્તિ, વકિલાત અને પ્રચાર કરે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા મુદ્દાઓ પર વિવિધ ટેલિવિઝન કાર્યક્રમોમાં ભાગ લે છે.

શ્રીમતિ મિનાક્ષી લેખી ની રાજકીય સમયરેખા

  • 2017 : 3 નવેમ્બર 2017ના રોજ તેઓ ઈન્ડિયન પ્રેસ કાઉન્સિલની સભ્ય બની.
  • 2016 : 20 જુલાઈ 2016ના રોજ તેઓ વિશેષાધિકાર સમિતિની અધ્યક્ષ બની.
  • 2014 : 11 ડિસેમ્બર 2014 પછી તેઓ નફા વિભાગના સંયુક્ત સમિતિના સભ્ય હતા.
  • 2014 : 1 સપ્ટેમ્બર 2014 થી 20 જુલાઈ 2016 સુધી તેઓ વિશેષાધિકારો સંબંધિત સમિતિની સભ્ય હતી. તેમણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને શહેરી વિકાસ સંબંધિ સ્થાયી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી.
  • 2014 : 12 જૂન 2014માં તેમણે સદન સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા.
  • 2014 : તેમણે નવી દિલ્હી ચૂંટણી વિસ્તારથી 16મી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા. તેમણે આપના આશીષ ખેતાનને હરાવ્યા.
  • 2010 : મિનાક્ષી લેખી આસએસએસ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશ જાગરણ મંચ સાથે કામ કરતી હતી. આ દરમિયાન પૂર્વ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ તેમને ભાજપમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યુ. મિનાક્ષાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને ભાજપની મહિલા મોર્ચામાં શામેલ થઈ ગઈ. જલ્દી જ તેણી બીજેપી મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગઈ.

અગાઉનો ઇતિહાસ

  • 2013: 2012 પછી દિલ્હીના સામુહિક બળાત્કાર મામલામાં સરકારે અપરાધિક કાનૂન (સંશોધન) બીલ, 2013 માટે સમિતિની રચના કરી. મિનાક્ષી લેખી તેના પ્રમુખ સભ્યોમાંની એક હતી. તે 'સ્ત્રી આરક્ષણ બીલ' અને કાર્યસ્થળે શારીરિક શોષણ જેવા બીલોની સમિતિને તૈયાર કરવાના કામમાં પણ રહી.
  • 2011: મિનાક્ષી લેખી શાંતિ મુકૂંદ હોસ્પિટલ મામલામાં પિડિતાના વકીલ હતી અને નિર્ભયા બળાત્કાર મામલાની કાર્યવાહીમાં મિડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવા માટે કોર્ટમાં મિડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ, અને તેમના પ્રયત્નો સફળ થયા. ભારતી સશસ્ત્ર દળમાં સ્ત્રી અધિકારીઓની સ્થાયી કમિટિનો કેસ પણ લીધો.
  • 2000: તેણી રાષ્ટ્રીય મહિલા આયોગ(એનસીડબલ્યુ)ની વિશેષ સમિતિ, સ્ત્રી સશક્તિકરણ પર વિશેષ કાર્ય બળના અધ્યક્ષ, જેપીએમ બ્લાઈન્ડ સ્કૂલ, નવી દિલ્હીના ઉપાધ્યક્ષ અને સંયુક્ત સચિવ, બ્લાઈન્ડ રિલિફ એસોસિએશનમાં રહી છે.
  • 1990: તેમણે 1090માં દિલ્હી બાર કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ. તેમણે ભારતની સુપ્રિમ કોર્ટ, દિલ્હી ઉચ્ચ ન્યાયાલ, અન્ય ન્યાયાલયો, દિલ્હી ટ્રિબ્યુનલ અને મંચો ઉપરાંત ભારતના અન્ય ભાગમાં વિવિધ મામલા જેવા કે, બૅલ, સંશોધન, ટ્રાયલ, પરીક્ષણ, અપીલ, ફોજદારી, ભ્રષ્ટાચાર અટકાવવાના કાયદા/ કસ્ટમ એક્ટ / FERA કાર્યવાહી, ઘરેલું હિંસા અને કૌટુંબિક વિવાદના કાયદા પર પોતાનો તર્ક રજૂ કર્યા.

શ્રીમતિ મિનાક્ષી લેખી ની સિદ્ધિઓ

એપ્રિલ 2018માં નોંધાયેલા આંકડા અનુસાર મિનાક્ષી લેખીએ 16મી લોકસભામાં 95 ચર્ચામાં ભાગ લીધો હતો. જે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ 57.9 છે. તેણીએ નીચલા ગૃહમા્ં 378 પ્રશ્નો પૂછ્યા છે, જ્યારે તેનો રાષ્ટ્રીય સરેરાશ 251 છે. લેખીએ લોકસભામાં 15 ખાનગી સભ્ય બીલ રજૂ કર્યા છે, જેનો રાષ્ટ્રીય સરેરાશ 18 છે. સંસદમાં તેમની કુલ હાજરી 95 % છે, જ્યારે તેનો રાષ્ટ્રીય સરેરાશ 80 % છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+