Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પવન ચામલિંગ

પવન ચામલિંગ
પવન કુમાર ચામલિંગ સિક્કિમના એક રાજનેતા અને ભરતીય રાજ્ય સિક્કિમના પાંચમા અને પ્રમુખ મુખ્યમંત્રી છે. ચામલિંગ સિક્કિમ ડેમોક્રટિક ફ્રંટના સંસ્થાપક અધ્યક્ષ છે.
By Ajay M V | Tuesday, April 30, 2019, 02:04:13 PM [IST]

પવન ચામલિંગ જીવનચરિત્ર

પવન કુમાર ચામલિંગ સિક્કિમના એક રાજનેતા અને ભરતીય રાજ્ય સિક્કિમના પાંચમા અને પ્રમુખ મુખ્યમંત્રી છે. ચામલિંગ સિક્કિમ ડેમોક્રટિક ફ્રંટના સંસ્થાપક અધ્યક્ષ છે. તેમણે 1994 બાદ સતત પાંચમાં કાર્યકાળ માટે રાજ્યને પોતાની સેવા આપી. ચામલિંગ આઝાદી પછી કોઈપણ ભારતના રાજ્ય માટે સૌથી લાંબો સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટની
સ્થાપના પહેલા ચામલિંગે 1989થી 1992 સુધી નર બહાદૂર ભંડારી કેબિનેટમાં ઉદ્યોગ, માહિત અને જનસંપર્ક મંત્રી તરીકે કામ કર્યુ.

વધુ વાંચો

પવન ચામલિંગ અંગત જીવન

આખું નામ પવન ચામલિંગ
જન્મતારીખ 22 Sep 1950 (ઉમર 75)
જન્મસ્થળ યાંગંગ
પાર્ટીનું નામ Sikkim Democratic Front
ભણતર Doctorate
વ્યવસાય રાજનેતા
પિતાનું નામ અશબહાદૂર ચામલિંગ
માતાનું નામ આશારાની ચામલિંગ
જીવનસાથીનું નામ ટીકા માયા/ ધન માયા ચામલિંગ
જીવનસાથીનો વ્યવસાય ખેડૂત અને પુષ્પવિજ્ઞાની
સંતાન 4 પુત્ર 4 પુત્રી
વેબસાઈટ http://pawanchamling.in/

પવન ચામલિંગ કુલ સંપત્તિ

કુલ સંપત્તિ
₹5.66 CRORE
સંપત્તિ
₹10.7 CRORE
જવાબદારીઓ
₹5.05 CRORE

પવન ચામલિંગ વિશે રસપ્રદ તથ્યો

ચામલિંગ આઝાદી બાદ કોઈપણ ભારતીય રાજ્ય માટે સૌથી લાંબો સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી છે. ચામલિંગ નેપાળી ભાષાના લેખક છે અને સિક્કિમ સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત ભાનુ
પુરસ્કાર(2010)થી સન્માનિત છે. તેઓ પવન ચામલિંગ કિરણના નામથી લખે છે.

પવન ચામલિંગ ની રાજકીય સમયરેખા

  • 2015 : 30 નવેમ્બર, 2015 ના રોજ 10 વિપક્ષી ધારાસભ્યો પૈકી 7 પવન ચામાલિંગની આગેવાની હેઠળની એસડીએફ પાર્ટીમાં જોડાયા હતા. રાજ્યમાં 32 માંથી 28 વિધાનસભા બેઠકો સાથે એસડીએફ વધુ મજબૂત બન્યું.
  • 2014 : 2014ની ચૂંટણીમાં ચામલિંગે બે સીટોથી ચૂંટણી લડી. નામચી-સિંહીથાંગ અને રાંગંગ-યાંગંગ અને બંને સીટો જીતી. આ સાથે જ 21 મે 2014ના રોજ પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા. આ રેકોર્ડ આ પહેલા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ કર્યો છે.
  • 2009 : ચામલિંગે કૉંગ્રેસ પાર્ટીના પૂર્ણા કુમારી રાયને હરાવ્યા અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2009 માં, તેમની પાર્ટી સિક્કીમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમ વિધાનસભાની તમામ 32 વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી.
  • 2004 : 2004 ની વિધાનસભાની ચૂંટણીમાં પવન ચામલિંગ નિર્વિરોધ ચૂંટાયા હતા. તેઓ મુખ્યમંત્રી તરીકે સતત ત્રીજા કાર્યકાળ માટે વિધાનસભામાં પ્રવેશ્યા.
  • 1999 : 1999 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે એસએસપીના કમલકુમાર રાયને હરાવ્યા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાની સેવા ચાલુ રાખી.
  • 1994 : તેમણે ફરીથી દમથાંગથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતી લીધી. તેમણે અગાઉના પક્ષના કુમાર સુબાને હરાવ્યા હતા. 12 ડિસેમ્બર 1994 ના રોજ તેઓ સિક્કિમના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
  • 1993 : સિક્કિમમાં વિશાળ રાજકીય પ્રભાવ બાદ, ચામલિંગે 4 માર્ચ, 1993 ના રોજ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટની રચના કરી.
  • 1990 : 1990માં તેઓ દમથાંગથી સિક્કિમ વિધાનસભા માટે ફરીથી ચૂંટાયા. ચૂંટાયા બાદ તેઓ 1989થી 1992 સુધી નર બહાદૂર ભંડારી મંત્રીમંડળમાં ઉદ્યોગ માહિતી અને જનસંપર્ક વિભાગના મંત્રી બન્યા.
  • 1985 : તેઓ 1985માં પહેલી વાર સિક્કિમ વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેમણે એસએસપીની ટીકીટ પર દમથાંગથી ચૂંટણી લડી અને કોંગ્રેસ પાર્ટીના પ્રદીપ યોંગજોંગને ભારે મતથી હરાવ્યા.
  • 1982 : ચામલિંગને યંગાંગ ગ્રામ પંચાયતના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

પવન ચામલિંગ ની સિદ્ધિઓ

વિકાસના કાર્યો અને શાંતિ જાળવી રાખવાને કારણે સિક્કિમમાં તેમની લોકપ્રિયતા વધી છે. 18 જાન્યુઆરી 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમને દેશનું પહેલું જૈવિક રાજ્ય જાહેર કર્યુ હતુ. કારણ કે ત્યાં જૈવિક ખેતીને રાજ્યવ્યાપી લાગુ કરાઈ છે. તેમને 15 મે 2017ના રોજ લોકસેવા માટે પ્રથમ ભૈરોસિંહ શેખાવત લાઈફ ટાઈમ અચીવમેન્ટ સન્માન અપાયુ છે. તેમને બાયગ્રાફિકલ ઇન્સ્ટિટ્યુટ, યુએસએ દ્વારા 1998 માં "મેન ઓફ ધ યર", એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈકોનોમિક સ્ટડી, નવી દિલ્હી દ્વારા માનવ સેવા પુરસ્કાર 1999. સાહિત્યમાં આજીવન સિદ્ધિ માટે પોએટ્સ ફાઉન્ડેશન અવોર્ડ કોલકતા 2002, સિક્કિમ મનિપાલ વિશ્વવિદ્યાલય દ્વારા સામાજીક ઉત્થાન, નેતૃત્વ અને યોગદાન માટે સ્નમાન, યુનિવર્સલ પીસ ફેડરેશન અને ઈટરરેલિજિયસ એન્ડ ઈન્ટરનેશનલ ફેજરેશન દ્વારા લીડરશિપ અને ગુડ ગવર્નેસ અવોર્ડ 2009, 2010-13 જુલાઈમાં સિક્કિમ સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય, કળા અને સંસ્કૃતિના વિકાશની દિશામાં વેશેષ યોગદાન માટે ભાનુ પુરસ્કાર 2010-13 જુલાઈ. વિવિધ સમુદાયો વચ્ચે શાંતિ અને સદભાવના અને એકતા જળવાઈ રહે તેવા પ્રયત્નો માટે પંગ લહબસોલ સમિતિ દ્વારા થેકોંગ એમ્બેસેડોર ઓફ પીસ-2010, ભારત અસ્મિતા ફાઉન્ડેશન એમઆઈટી ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુટ પુના દ્વારા ભારત અસ્મિતા જીવન ગૌરવ પુરસ્કાર 2012, સિદ્ધિચરણ એકેડમી દ્વારા યુગ સવી સિદ્ધિચરણ અવોર્ડ-2016, ધ એનર્જી એન્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યુટ નવી દિલ્હી દ્વારા અવોર્ડ એનાયત, વન વલ્ડ અવોર્ડ-2017, વલ્ડ બુક રેકોર્ડ 2018 એનાયત થયો છે.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

loader
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+